SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ બેધામૃત કોઈ આપણને ભેગને બંધ કરે. મારી વૃત્તિ કેવી છે? તે તપાસવું. મારામાં વિષયની વૃત્તિ છે તેથી એ મને ભેગને બંધ કરે છે. ભેગને બાધ મેહની પ્રેરણાથી કરે છે અને ચેગને બોધ કરતે હોય તે તે સત્યની પ્રેરણાથી કરે છે અથવા સદ્ગુરુ પાસે સાંભળ્યું હોય, તે એને સારું લાગ્યું હોય તો તેનો બોધ કરે. ઊંડા વિચાર થવા આ બધા વચનો કહ્યા છે. શાની ઈચ્છા રહ્યા કરે છે જે ઈરછે છે તે ક્યાંથી મળશે ? તમે સુખને ઈરછે છે, તે કોણ મેળવશે? એ સુખ ક્યાં થઈને લાવશે? એને રસ્તા તમને ખબર છે? એમ કૃપાળુદેવ પૂછે છે. જેને વસ્તુની ઈરછા હોય, આ જ મારે મેળવવું છે એમ જેને થયું હોય, તેને પૂછે છે કે તમે એ વસ્તુ ક્યાંથી લાવશે? કયાં મળશે? સદ્દગુરુથી લાવીશું એમ તમને લાગે છે? સદ્દગુરુની ઉપાસનાથી આત્મા પામી શકાય છે. પોતાની મેળે અનંતકાળથી જે કરતા આવ્યા છે, તે જ પુનરાવૃત્તિરૂપે શીખ્યા છે? કે હવે સાચો રસ્તે શીખ્યા છે? આચારાંગનું પહેલું વાકય એ જ છે કે આ જીવ કઈ દિશાથી આવ્યું છે એ જાણે તે જીવ આત્મવાદી કહેવાય. એ જાણવાનું સાધન તીર્થંકર, આચાર્ય અથવા જાતિસ્મરણ જ્ઞાન છે. ગાંધીજીએ કૃપાળુદેવને પ્રશ્ન પૂછે કે આગલા ભવની ખબર પડે? કૃપાળુદેવે ઉત્તર આપે કે બુદ્ધિ નિર્મળ હોય તો પિતાની ચેષ્ટા તપાસીને શાસ્ત્રના આધારે પૂર્વભવ જાણું શકાય છે અથવા વર્તમાનમાં જીવની કેવી ચેષ્ટાઓ છે તે શાસ્ત્રના આધારે તપાસે તે એને પૂર્વ ભવની ખબર પડે. આ જીવ કઈ દિશાએથી આવ્યો છે? એ વિચારમાં જીવ ચઢે તે “હું દેહ નથી” એમ નકકી થાય.“હું કયાંથી આવ્યો છું?” એમ પૂછનારને એટલું વિચારવાનું હોય છે કે “હું કોણ છું ? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું ?” એ લક્ષ જે હોય તે પિતાના ભાવ, પ્રકૃતિ બધું પલટાઈ જાય. એક બ્રાહ્મણના બે છોકરા એક મુનિ પાસે ગયા. મુનિએ પૂછયું તમે ક્યાંથી આવ્યા છે? છોકરાઓએ કહ્યું કે ગામમાંથી. મુનિએ કહ્યું કે એ અમારે નથી પૂછવું, પણ તમે કયા ભવથી આવ્યા છે? એ પૂછવું છે. છોકરાઓએ કહ્યું કે એ તે અમને ખબર નથી. પછી મુનિએ કહ્યું કે તમે આગલા ભવમાં શિયાળ હતા. - બધા પ્રશ્નો પિતાને માટે પૂછવાના છે, વિચારવાના છે કે મન કયાં ભટકે છે? શું એને જોઈએ છે? એ શું વાંછે છે? ભગવે છે કે ભગવવા વાછે છે? એમ બધું વિચાર વાનું છે, તે પિતાને માટે છે. જન્મવું મરવું, જન્મવું મરવું એ બધું પુનરાવર્તન છે, પણ જન્મમરણું થાય નહીં એવું શીખ્યા છે? એમ કૃપાળુદેવ પૂછે છે. જીવ શું છે? અને જીવન શું છે? કેવું જીવે તે જીવે કહેવાય? શ્વાસોચ્છવાસ લેવાય એ કંઈ જીવન નથી. આ મનુષ્યભવ મળે છે તે જાણ્યે અજાણ્યે પુણ્ય બંધાયું તેનું ફળ મળ્યું છે. કાકતાલીયન્યાયથી એટલે કંઈ વિચાર વગર મનુષ્યભવ મળ્યો છે. મેક્ષનું કામ કરે તે જીવન સફળ છે. દેહને જીવ માને છે કે બીજું કંઈ હાથમાં આવ્યું છે? કપાળદેવ પાસે એક જણ, “આચારાંગની ટીકા લખવા ઈચ્છું છું,’ એમ કહેવા આવ્યો ત્યારે કૃપાળુદેવે પૂછયું કે મહાવીર ભગવાન એ ઐતિહાસિક પુરુષ હતા કે નહીં? તે ગળકાં ખાવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy