SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ વચનામૃત-વિવેચન ૩૪૧ એ ભાવ જે ટકી રહે તે સમાધિમરણ થાય, ફરી જન્મવું ન પડે એવું થાય. જેટલી જેટલી મેહને આધીન વૃત્તિ થાય છે, તેટલે તેટલે મેક્ષ આઘે જાય છે. આત્મા શુદ્ધ પણે રહે તે મેક્ષ. આત્મા અસંગ છે એવી શ્રદ્ધા થઈ હોય તોય કામ કાઢી નાખે. વેદના વખતે મેહમાં વૃત્તિ ન જાય તે શ્રદ્ધા ન છૂટે, નહીં તે તે વખતે શ્રદ્ધા છૂટી જવા જેવું થાય છે. પહેલાં અભ્યાસ કર્યો હોય તો મેહ ન થાય, સમભાવ રહે. કઈ પ્રત્યે વેરવિધ ન થાય, સમદષ્ટિ રહેવી જોઈએ. “સર્વાત્મમાં સમદષ્ટિ ઘો, આ વચનને હદયે લખે. “જ્યાં વૃત્તિ ગઈ ત્યાં જમવું પડે. જ્યાં જ્યાં વૃત્તિ જાય ત્યાં ત્યાં ભવ ઊભા થાય છે. મોહ જે કઈ શત્રુ નથી. પિસાટકાની કાળજી રાખે છે. તે સાથે આવશે નહીં. સમાધિમરણ કરવું હોય તે આ કરવું પડશે–“માયિક સુખની સર્વ પ્રકારની વાંછા ગમે ત્યારે પણ છેડયા વિના છૂટકે થે નથી, તે જ્યારથી એ વાક્ય શ્રવણ કર્યું, ત્યારથી જ તે ક્રમને અભ્યાસ કરે ગ્ય જ છે એમ સમજવું. ” (૧૮૬). આપણે સાંભળ્યું કે આ કરવાથી સમાધિમરણ થાય તે અત્યારથી કરવા માંડયું. જ્ઞાની પુરુષે આત્માનું સ્વરૂપ એવું જોયું, એ અનુભવ કર્યો અને પછી એ વચન લખ્યાં છે. આત્મા તે નિર્મોહી છે. જે શ્રદ્ધા થઈ જાય તે માયા મોહ એને જોર કરે નહીં. માટે પહેલી શ્રદ્ધા કરવાની છે. એ થાય તે ચારિત્રમોહ ખસે. દર્શનમેહ વ્યતીત થઈ ઊપ બધ જે, દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાન જે; તેથી પ્રક્ષીણ ચારિત્રમોહ વિલેકિયે, વર્તે એવું શુદ્ધસ્વરૂપનું ધ્યાન જો.” દેહમાં જ્યાંસુધી મોહ હતા ત્યાંસુધી ચારિત્રમેહ રહ્યો, પણ હવે દેહ ઉપરથી મોહ એ છે થયે, તેથી ચારિત્રમોહ ઓછો થવા માંડ્યો. બે પ્રકારનું સમરસપણું છે. એક તે બીજાને દેખાય એવું, પણ યથાર્થ નહીં. અને બીજું આત્મા અસંગ છે, નિર્મોહી છે, એમ રહે તે યથાર્થ સમરસપણું છે. મિથ્યા સમતા નહીં પણ યથાર્થ સમતા થાય તેને સમાધિમરણ થાય. - કૃપાળુદેવે છેલ્લી ક્ષમાપના માગી છે કે તમને કંઈ બેટું લાગ્યું હોય અથવા કંઈ અપરાધ થયેલ હોય, તે બધું નમ્રભાવથી ક્ષમાવું છું. આખા પત્રનો સાર છેવટે કહી દીધું છે. કેઈ પ્રત્યે રાગ ન રહે એવું કરવું. રાગ એ ચીકાશવાળે છે. માંડ માંડ, કેટલાં તપ કરે ત્યારે એ છૂટે ! રાગમાં મીઠાશ છે. તે ડાઘ જેવી છે. ગમે તેટલાં શાસ્ત્રો વાંચે તેય એ જાય નહીં. કોઈ પ્રત્યે દ્વેષ કિંચિત પણ ન રહે એવું કરવાનું છે. કેઈ પ્રત્યે રાગદ્વેષ કરવાનું નથી. કલ્યાણ કરવું હોય તે આ નિશ્ચય વર્તાવ ઘટે છે. “ સર્વ જીવ છે સિદ્ધસમ” એવી દષ્ટિ રાખવી તે રાગદ્વેષ ન થાય. તેમ વર્તવા પુરુષાર્થ કરે તે આત્માનું કલ્યાણ, મોક્ષ થશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy