SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૨ બધામૃત સહિત રત્નરૂપ છે. “સમ્યક’ શબ્દ સાંભળતાં જ આત્માને રોમાંચ થાય તેને સમ્યગ્દર્શન થાય, એમ દેવચંદ્રજી કહે છે. સાચી વસ્તુ જેમ છે તેમ ભગવાને કહી છે, તે ભવ્યથી મનાય છે. અભવ્યથી મનાતી નથી. ૧૬૪. સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્ર એ મોક્ષમાર્ગ છે. રાગદ્વેષ હોય ત્યાં સુધી બંધનું કારણ છે. સમ્યગ્દર્શન આદિ સહિત શ્રેણીમાં વર્તાતાં હતાં ત્યાં પણ બંધ થાય છે. જ્યાં સુધી શુભાશુભ ભાવ છે ત્યાં સુધી કર્મક્ષય ન થાય, પુણ્ય બંધાય છે. પરવસ્તુને સંગે છે તે બંધનું કારણ છે. ૧૬૫. જે જીવ અજ્ઞાન વડે એમ માને કે શુદ્ધ એવા અહંતાદિની ભક્તિથી જ દુઃખક્ષયરૂપ મોક્ષ થાય છે, તે તે જીવ પરસમયમાં રક્ત થાય છે. ૧૬૬. આત્મામાં લીન થયા વિના કર્મક્ષય ન થાય. રામચંદ્રજી જ્યારે લંકા પર ચઢાઈ કરીને આવ્યા ત્યારે રાવણ બહુરૂપી વિદ્યા સાધવા શાંતિનાથ ભગવાનના દેરાસરમાં ગયે અને ત્યાં પદ્માસન વાળીને તે પર મોતીના સાથિયા કરીને ધ્યાનમાં બેઠે, તેની ખબર હનુમાન આદિને પડી. પછી તેઓ વિદન કરવા આવ્યા. ઘણું વિશ્નો કર્યા. મદોદરીને માયાથી બતાવીને કહ્યું કે આ તમારી મંદોદરીને હરી જાઉં છું. તે પણ રાવણ ધ્યાનથી લેશ માત્ર ચળે નહીં. આટલું ધ્યાન કર્યું પણ એ નિર્જરા અર્થે ન કર્યું. બીજી વસ્તુની ઈચ્છા હતી. પદ્મપુરાણમાં આચાર્ય કહે છે કે આટલું જે રાવણે મોક્ષને અર્થે કર્યું હતું તે મોક્ષ થાત. વસ્તુની ઈચ્છા છે ત્યાં આર્તધ્યાન છે. . " ૧૬૭. સાધુ હોય તે મરતાં સુધી સપુરુષની સેવા કરે, પણ લક્ષ બીજે હોય તે પુય બંધાય પણ મોક્ષ ન થાય. શ્રુતકેવલી હોય અને પરમાં વૃત્તિ ગઈ તો પ્રમાદ છે. માટે “સમ જોવા મr ” એમ મહાવીર ગૌતમને કહે છે. : ૧૬૮. ચિરવિભ્રમને નિરાધ શુદ્ધ આત્મભાવ વિના થતો નથી અને જેનું ચિત્ત વિક્ષેપ પામેલું છે તેને શુભાશુભ કર્મને નિરાધ નથી. ૧૬૯. બધી ઈચ્છા રોકીને સિદ્ધસ્વરૂપની ભક્તિ કર્યા વિના, તેની સાથે અભેદભાવ થયા વિના મોક્ષ ન થાય. જેને આત્મસ્વરૂપનું ભાન છે તેનું કહેવું માન્ય થયા વિના સમ્યગ્દર્શન ન થાય. સમજણ ફેરવવાની છે. અંતર ફેરવવાનું છે.' ૧૭૦. જે સાચે છે તે સાચાને જ ભજે છે. “મૂર્તિમાનમક્ષ તે પુરુષ છે” (૨૪૯) સપુરુષ ઓળખવા મુશ્કેલ છે. “ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય.” સપુરુષ પરમાત્મા છે, એમ થાય ત્યારે જ ભક્તિ ઊગે. “સપુરુષમાં જ પરમેશ્વરબુદ્ધિ અને જ્ઞાનીઓએ પરમધર્મ કહે છે.” (૨૫૪) માહાસ્ય ન લાગે ત્યાં સુધી ભક્તિ ન થાય. પ્રત્યક્ષ સગુરુને માટે ઉપકાર છે. સિદ્ધસમાન આત્મા છે. એમાં ભક્તિ, લીનતા થાય તે મેશનું કારણ છે. નિગ્રંથપ્રવચનમાં રુચિ તે સમ્યક્ત્વનું કારણ છે. પિતાના આત્માને જાગૃત કરવા ભક્તિ કરવાની છે. ૧૭૧. ભક્તિ વગેરેમાં પ્રશસ્તરાગથી પુણ્ય બંધાય છે. તેથી સારી ગતિ થાય છે. ૧૭૨. પરવસ્તુની ઈચ્છા છે, ત્યાં સુધી બંધ છે. ક્યાંય પણ રાગ ન કરે. વીતરાગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy