SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ વચનામૃત-વિવેચન ૩૨૯ ૧૨૮. સિદ્ધ થાય ત્યારે જીવ શુદ્ધ થાય છે. અશુદ્ધભાવથી કમ બંધાય છે, કમ જીવને સારી માઠી ગતિ કરાવે છે. ૧૨૯ ગતિની પ્રાપ્તિથી શરીર મળે છે. પછી પાંચ ઈન્દ્રિય અનુક્રમે મળે છે. ઈન્દ્રિ કુલના ગુણેને ગ્રહણ કરે છે. તે નિમિત્તે રાગદ્વેષ કરી જીવ કર્મ બાંધે છે. ૧૩૦. એમ સંસારચક્રમાં વારંવાર જન્મમરણ કરને ફર્યા કરે છે. બધાય સંસારી જીવ અનાદિથી સંસારમાં છે. ભવિ જીવને સંસાર અનાદિસાંત અને અવિને અનાદિઅનંત સંસાર છે. ૧૩૧. શુભાશુભ ભાવનું કારણ અજ્ઞાન, રાગદ્વેષ અને ચિત્તપ્રસન્નતા છે. ૧૩૨. શુભભાવ શુભ પરમાણુ ગ્રહણ કરાવે છે અને અશુભભાવ અશુભ પરમાણુ ગ્રહણ કરાવે છે. ૧૩૩. કર્મનું ફળ મૂર્ત છે, કેમકે તે મૂર્ત વિષયોને મૂર્ત સ્પર્શાદિ દ્વારા ભોગવતાં મૂત એવા અશુદ્ધભાવરૂપે નિયમથી અનુભવાય છે, તેથી કર્મ ભૂત છે એમ અનુમાન કરાય છે. ૧૩૪. મૂર્વકમ મૂર્તવમાંશુને સ્પર્શે છે અને મૂત મૂર્ત વડે બંધાય છે. અમૂર્ત એ જીવ મૂર્તકર્મ સાથે અને મૂર્તકર્મ જીવ સાથે પરસ્પર એકક્ષેત્રાવગાહના પામે છે. ૧૩૫. જેને પ્રશસ્ત રાગ અને અનુકંપાયુક્ત પરિણામ વર્તે છે તથા ચિત્તમાં કાલુપતા નથી, તે જીવને પુણ્ય આવે છે. ૧૩૬. અહંત-સિદ્ધ-સાધુમાં ભક્તિ, ધર્મમાં પ્રવૃત્તિ અને ગુરુ આદિકને અનુસરવું તેને પ્રશસ્તરાગ જ્ઞાનીઓ કહે છે. ૧૩૭. પ્રશ્ન--અનુકંપા એટલે શું? પૂજ્યશ્રી–ખરી અનુકંપા તો કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષઅભિલાષ, ભખેદ, પ્રા/દિયા અથવા અંતરયા એ છે. એ મોક્ષનું કારણ છે અને લૌકિક અનુકંપા છે તે પુણ્યનું કારણ છે. ૧૩૮. કષાયના તીવ્ર ઉદયથી ચિત્ત ડહોળાઈ જાય તે ક્ષોભ છે. કષાયરૂપ પવનથી ચિત્તરૂપી દરિયે ખળભળે છે. તે કષા મંદ હોય ત્યારે ચિત્તની પ્રસન્નતારૂપ શુભભાવ થાય છે. ૧૩૯ આશ્વવન બે પ્રકારે: પા પાસ્ત્ર અને પુણ્ય આસ્રવ. જગતના જીવો આત્માને ભૂલીને ક્રિયા કરે છે તે પ્રમાદ છે. ચિત્તમાં કલેશ કર, પાંચ ઇન્દ્રિયના વિષયોમાં લુખ્ય થવું, બીજા જીવોને દુઃખ આપવું, બીજાના અવર્ણવાદ બોલવા વગેરે અશુભભાવથી પાપ આવે છે, તેથી પાપ બંધાય છે. પાપથી છૂટે તો રસ્તો મળે. યત્ના ને ઉપયોગથી વાતે તો પાપથી છૂટે. ૧૪૦. આહાર, ભય, મૈથુન, પરિગ્રહમાં ઇન્દ્રિયોને આધીન વર્તન્યાય અન્યાય ન વિચારે તો વિશેષ પાપ બાંધે. કૃષ્ણ નીલ કાપત લેશ્યાથી પાપ બંધાય. આરૌદ્ર ૪૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy