________________
૩૦૨
બધામૃત
પિઠે ફરતા હતા. કૃપાળુદેવને મહાપુરુષો કેમ વર્યા, તેમણે મોહને કેવી રીતે જી? એ બધું ખ્યાલમાં હતું. એટલા જ્ઞાન સાથે એટલી ઉપાધિ અને પાછી ગૃહસ્થ અવસ્થા છે તે મુઝવણ કરાવે છે. જીવને જે કંઈ અવલંબન છે તેમાં વૃત્તિ રાખીને રહે તે ન પડે. સ્મરણ મળ્યું છે, તેમાંથી વૃત્તિ બહાર જાય તે કર્મ બંધાય છે. જેને સાધના કરવાનું છે તેને બીજાના તરફ જોવાનું નથી.
“ અધમાધમ અધિકે પતિત, સકલ જગતમાં ય;
એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શુંય.” મહાપુરુષોએ એટલી શક્તિ હોવા છતાં ગોપવી રાખી, આત્માનું કામ કર્યું. એ પુરુષાર્થ સંભારતાં કૃપાળુદેવને રોમાંચ ઉલસે છે.
[વ. ૭૦૦]
૨૪૩ શ્રી. રાઆ. અગાસ, શ્રાવણ વદ ૨, ૨૦૦૯ શરીર કેવું છે? મેહનું છે. માટે અસંગભાવના રાખવી યોગ્ય છે.”
પૂજ્યશ્રી–એટલું આ, શાસ્ત્રના સાર જેવું છે. મેહનીયકર્મથી શરીર પ્રાપ્ત થાય છે, પણ એ આત્માનું નથી. દેહપરને મોહ છે એ જ મેહનીયમને પિષવાનું કારણ છે. માટે અસંગદશા રાખવી.
[વ. ૭૦૨].
૨૪૪ શ્રીરાવ આ૦ અગાસ, અષાડ સુદ ૬, ૨૦૦૯ પૂજ્યશ્રી–સ્વાદુવાદ માર્ગ છે. જ્ઞાન એકાંતે માને, ક્રિયા એકાંતે માને, તે અયથાર્થ છે. એક જ માર્ગ નથી. જ્ઞાન અને કિયા બેયની જરૂર છે. એકાંતે માને તે મિથ્યાત્વ છે. સત્ય પુરુષાર્થ જીવ કરે તે જ્ઞાન દર્શન ચારિત્ર બધું આવી જાય.
કપિત વિધિનિષેધ એટલે જેમાં આત્માનું હિત ન હોય, એવા વિધિનિષેધને છોડીને જ્ઞાનીની આજ્ઞામાં વર્તવાનું છે. એકલી ક્રિયા કરે તેાય કલ્યાણ થાય નહીં. શુષ્કજ્ઞાની થાય તે પણ કલ્યાણ થાય નહીં. ધર્મ કરે છે તે સાવધાની વગર ન થાય. એની જરૂર છે. સમય વર્તે સાવધાન. રામદાસ પરણવા ગયા ત્યારે બ્રાહ્મણે કહ્યું કે “સમય વર્તે સાવધાન.” તે વખતે રામદાસ ત્યાગી થઈને ચાલી નીકળ્યા. તેમ આત્મભાવને વિચાર કરવાનો લક્ષ રાખ એગ્ય છે. અનુપચંદભાઈને સમાધિમરણ થવા આ પત્ર લખેલ છે.
આત્માથી જીવ થયો હોય તે જ વિચારવાન કહેવાય અને તે આત્માર્થને જ લક્ષ રાખી પુરુષાર્થ કર્યા કરે. કેવળજ્ઞાન થતાં સુધી તે પુરુષાર્થ કરવાનું છે. જ્ઞાની પુરુષોએ એક આત્માને માટે જ સર્વ ક્રિયા કરવાની કહી છે. જે કરું તે આત્માને માટે જ કરું છે. તે લક્ષ થાય તે ભૂલ ન પડે. મરણ તે ક્ષણે ક્ષણે થઈ રહ્યું છે. “પગ મૂક્તાં પાપ છે, જેમાં ઝેર છે અને માથે મરણ રહ્યું છે.” (૨-૩૫). એમ કહ્યું તો તે માટે ઘણે જ ઉપગ રાખવાનું છે. પ્રારબ્ધ હશે તેમ થશે પરંતુ ઉપગપૂર્વક વખત ગળાય તો નવાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org