________________
૨૯૪
બેધામૃત એમણે પ્રાપ્ત કરી છે. બધાને તારવા સમર્થ છે.
૯. કેઈને એમ લાગે કે અભિમાનમાં ચઢી ગયા છે, પણ એમ નથી. પહેલેથી જ એમને એમ હતું કે
યથા હેતુ જે ચિત્તનો, સત્ય ધર્મનો ઉદ્ધાર રે,
થશે અવશ્ય આ દેહથી, એમ થયો નિરધાર રે.” એ સિવાય બીજી પૃહા એમને નહતી. અને એ સંપૂર્ણ સ્વરૂપ જેને પ્રગટ હોય તેનાથી જ થાય છે. માત્ર દયા આવવાથી આ લખ્યું છે. અમે આ અભિમાનથી લખ્યું નથી એમ પોતે કહે છે. જીવોને દુઃખી થતાં જોઈને દયા આવવાથી પિતાની આ દશા પ્રગટ કરી છે. પ્રભુશ્રી જી કહેતા કે જીવ કૃપાળુદેવને શરણે આવે તે જોઈ અમને આનંદ થાય છે. કૃપાળુદેવને શરણે જે જીવો આવે તે અમારા માથાના મુગટ જેવા છે. જ્ઞાનીનું ઓળખાણ થવું બહુ દુર્લભ છે. સુલભ હોત તે બધાને મોક્ષ થઈ ગયું હોત. ઓળખાણ થાય તો પ્રેમ આવે. આ મનુષ્યભવ દુર્લભ મળે છે તે લુંટાઈ જાય છે. કેઈક ક્ષણમાં એને સમકિત થઈ જાય, કોઈક ક્ષણમાં કેવળજ્ઞાન થઈ જાય. તેની કંઈ કિંમત સમજાતી નથી. સમકિત થાય, જાગૃતિ વિશેષ થાય તેમ કરવાનું છે. દેહનાં કામ કરવાં પડે પણ ભાવે બીજે રાખવો હોય તે રખાય. મન જ બધું ભૂંડું કરે છે. એને પુરુષમાં જોડી દેવાનું છે. મનુષ્યભવ ક્ષણે ક્ષણે વહ્યો જાય છે, પણ જીવ વિચારતા નથી કે મારે ભાવ ક્યાં ઢળે છે? પ્રભુશ્રીજી કહેતા કે તમને નવી હોડીમાં બેસાડયા છે. ડહાપણ કર્યા વગર એમના એમ પેલી પાર જતા રહો. જ્ઞાની પુરુષની શ્રદ્ધા છે તે સમકિત છે. કૃપાળુદેવને આરાધવાથી મારું કલ્યાણ થશે જ, એમ પુરુષપ્રતીતિ થઈ તો તે સમકિતની ગણત્રીમાં છે. પુરુષપ્રતીતિ, વચન પ્રતીતિ, આજ્ઞારુચિ એ બધાં સમકિતનાં કારણે છે. “પ્રભુ પ્રભુ” રઢ લગાડવાની છે. વિ. ૬૮૪]
૨૩૬ શ્રી રા. આ. અગાસ, શ્રાવણ વદ ૪, ૨૦૦૯ પૂજ્યશ્રી–વિહારવૃંદાવનમાંથી એક કડી યાદ રહી હોય તે લખી છે. અન્ય પુરુષ એટલે જેને વિવેક પ્રગટ થયો નથી, એવા પુરુષને આ જગત બધું સારું લાગે છે. અન્ય પુરુષ એટલે જગતના લોકોને જગતને વ્યવહાર માહામ્યવાળ લાગે છે. જગતમાં વ્યવહાર સાચવ એમ કહે છે, પણ વૃંદાવન કહે છે કે આ જગત જ નથી, તે પછી વ્યવહાર શે સાચવવો ? “ સકલ જગત તે એંઠવત્, અથવા સ્વપ્ન સમાન.” પાયખાના જેવું છે, એંઠવત્ છે એમાં શું સાચવવું? જગતના બાજે એટલે છે કે એના માટે આખી જિંદગી ગાળે છે, પણ આત્મા બગડી જશે તેને ખ્યાલ નથી.
૨૩૭
[વ. ૬૮૭]
પૂજ્યશ્રી–કૃપાળુદેવ કહે છે કે કંઈ લખવા કરવા પ્રત્યે, સંસારનાં કામ પ્રત્યે વૃત્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org