SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૬ ધામૃત પરિણમે છે, ત્યાં અહંભાવ મમત્વભાવ ન થાય. ગમે તેટલા ભવ દેખાય પણ મારા ભવ છે એમ થાય નહીં. ૨. સભાગભાઈએ પૂછેલું કે જ્ઞાની ફાનસને ફાનસ જાણે તેમ બીજા પણ જાણે, તે, પછી જ્ઞાનીને જ્ઞાની ઓળખે તેમ બીજા છે પણ શા માટે ન જાણી શકે ? કૃપાળુદેવ કહે છે કે મુમુક્ષુનાં નેત્ર જ્ઞાનીને ઓળખી લે છે. જીવમાં મુમુક્ષતા હોય તે જ્ઞાની ઓળખાય. પણ અજ્ઞાની જ્ઞાનીનાં વચન બોલતો હોય તેથી સામાન્ય મુમુક્ષુ પણ એમાં ભૂલે પડી જાય. પોપટ હોય તે રામ કહે અને તુલસીદાસ પણ રામ કહે. શબ્દ તે એક જ છે, પણ આભજમીનને ફેર છે. એક તો કઈ “હે પ્રભુ બોલતો હોય અને એક ગામેફેનમાં બેલાતું હોય તેમાં ફેર છે. જેને જ્ઞાની પ્રત્યે પ્રેમ છે તેને જ્ઞાનીનાં વચમાં પ્રેમ હોય, જેમ તુલસીદાસને રામનામ પ્રાણુ જેવું પ્રિય લાગે અને “પોપટની બલા જાણે કે રામ તે દાડમ કે દ્રાક્ષ ” (મે. ૨૬). એની એ વાત જ્ઞાની રેજ કહેતા હોય તેય એ નવું લાગે. પ્રભુશ્રીજી જડ ને ચેતન એ એની એ વાત જ વારંવાર કહેતા. કોઈ પૂછતા કે વારંવાર એનું એ શું કહો છો? પ્રભુશ્રીજી કહેતા કે એ જ છે, બીજું નથી એટલે શું કહીએ ? આશય સમજી શકે એવા છે જ્ઞાનીને ઓળખી શકે. જ્ઞાની અજ્ઞાનીને ભેદ સમજ બહુ મુશ્કેલ છે. અભયકુમારને રાત્રે એક સ્વપ્ન આવ્યું કે પાંચસો હાથી છે, તેને નાયક એક ભૂંડ છે. પછી સવાર થઈ ત્યારે પાંચસો મુનિએ અને તેઓના નાયક આચાર્ય તે ત્યાં આવ્યા. અભયકુમારે તેમને જોયા. જતાં જ એને તે સ્વપ્ન યાદ આવ્યું કે સાચી વાત છે. આ પાંચસો મુનિએ ભવ્ય છે અને તેઓને નાયક આ આચાર્યું છે તે અસવ્ય લાગે છે. માટે પરીક્ષા કરવી. એમ વિચારી તે ઘેર આવ્યા. પછી કેલસા મગાવી નેકરને કહ્યું કે આના નાનાં નાનાં જીવડાં હોય એવા કટકા કરી મુનિઓ ઉતર્યા છે ત્યાં દરવાજા બહાર દિવસ આથમતી વખતે પાથરી આવે. જે ભવ્ય હશે તેને આ જીવાત જેવું લાગશે તેથી બહાર ચાલશે નહીં. પછી નોકરે તે પાથરી આવ્યા અને એક નેકરને ત્યાં બારણું આગળ બેઠેલે રાખ્યો કે કોણું બહાર આવીને ચાલે છે તે જોજે. પછી રાત્રે મુનિઓ ઉઠીને લઘુશંકા માટે જવા મંડયા પણ જીવાત લાગવાથી પાછા ફર્યા. પણ જે આચાર્ય હતા તે તે બરડ બરડ બોલતું હતું છતાં રાત્રે કેણ દેખનાર છે?' એમ કરી ચાલ્યા ગયા. પછી તે વાત અભયકુમારે જાણી. બધા મુનિઓને કહી દીધું કે તમે બધા મેક્ષને માટે વિચાર કરીને કરજે. એમ ચેતાવ્યા. પરીક્ષામાં એવી જેની શક્તિ હોય, તીવ્ર મુમુક્ષુ હોય, તે જ ઓળખી શકે. સાંભળનારને જ્ઞાનીનાં વચનથી જાગૃતિ આવે, આત્મા કંપી ઊઠે અને વિચારણા જાગે કે હું શું કરું છું? હું તો બીજું કરું છું અને આ જ્ઞાની તે બીજું કહે છે. અજ્ઞાની જ્ઞાનીનાં વચને બેલે તેથી સામાન્ય જીવ ભૂલથાપ ખાય. અજ્ઞાનીને બાહ્ય વસ્તુ પર જ ખાસ બોલવું એ લક્ષ હોય છે અને જ્ઞાની ગમે તેવું અઘરું વચન બેલે તે આત્મા પર જાય છે. અજ્ઞાની બીજી વસ્તુમાં તણાઈ જાય છે કે ફલાણાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy