SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ બધામૃત મળે, અને જગતને પ્રેમ ઊઠી તેના કરતાં અનંત પ્રેમ સત્સંગમાં આવે તે સફળ થાય. સત્સંગ મળ્યો પણ સફળ ન થયો તે ન મળ્યા બરાબર થયું. કૃપાળુદેવ લખે છે કે અમને સત્સંગ નિષ્ફળ થયે તેનાં કારણે વિચારતાં આત્મજ્ઞાન થયું અને અસંગ થયા. કૃપાળુદેવને આટલા ભવ સાંભર્યા તે સહેલી વાત નથી. ગયું તે ગયું પણ હવે કોઈ પુરુષ મળે તે ઉપાસના કરવી. આ ભવમાં સત્સંગ ચૂકવા જેવો નથી. જેમ બને તેમ સત્સંગ કરવો. સત્સંગ મળે ૫ પછી બીજામાં પડી જાય તે એ કામ કરવાનું રહી જાય. કૃપાળુદેવ પિતાના અનુભવની વાત કરે છે. દરેક જીવને પોતાનું સ્વરૂપ છે, પણ ભાન નથી, બધું તપાસતા અસંગપણું કરવું, એમ ભગવાને કહ્યું છે. પણ અસંગાણું થાય શાથી? તો કે સત્સંગથી. સત્સંગ મળ્યો તેય અફળ થયો છે તે શાથી? તે કે પરમ સ્નેહે ઉપાય નહીં, એ ભૂલ રહી. જાતિસ્મરણ હતું તેથી બધું યાદ આવ્યું કે સત્સંગ મળે પણ સત્સંગમાં આવા દેષો આવવાથી નિષ્ફળ ગયે છે. ૮. ધર્મ કરે હોય તે જીવ કેઈને ધર્મ કરતાં દેખી કરે છે. માટે બધાં સાધનને ગૌણ જાણે પહેલી સત્સંગની મુખ્યતા રાખી સત્સંગ કરે. સત્સંગમાં સમજાય છે. જીવ સાધના કરીને અભિમાન કરે છે. સત્સંગમાં આપણું જેટલું બળ હોય તેટલું ફેરવવું. સત્સંગથી આત્મા જાગે છે. સત્સંગના યેગે જે કંઈ થાય છે તે સવળું થાય છે. સત્સંગે ખબર પડે. ત્યાગવૈરાગ્ય વધે પછી સિદ્ધાંતિક વસ્તુ સમજાય છે. નિર્વાણને મુખ્ય હેતુ સત્સંગ છે. તેને સર્વાર્પણ પણે ઉપાસ. યમનિયમાદિક સર્વ સાધનને ગૌણ કરી સત્સગને ગષ, આરાધ. સત્સંગ એ પહેલામાં પહેલું અને છેલ્લામાં છેલ્લું સાધન છે. હ. પહેલેથી છેલ્લે સુધી સાચી વસ્તુને વેગ છતાં કલ્યાણ ન થયું તે આ જીવને જ વાંક છે. સત્સંગમાં લાભ ન થાય તે પિતે વિચારવું જોઈએ. સત્સંગ દુર્લભ છે, અલભ્ય છે, પણ મને કશી અસર થતી નથી એનું કારણ હોવું જોઈએ. જેથી સત્સંગ નિષ્ફળ. થયો છે તે ચાર કારણે હવે કહે છે – ૧૦. (૧) મિથ્યાગ્રહ-હું સમજું છું, મને બધું આવડે છે, મને સારું લાગે તેવું કહે તે માનું એમ ધર્મની મિથ્યા માન્યતાઓ કરી હોય, તે સાથે લઈને સત્સંગમાં જાય અને આગ્રહ મૂકે નહીં તેથી સત્સંગ નિષ્ફળ જાય. (૨) સ્વછંદ–પિતાની ઈચ્છાએ વર્તે, જ્ઞાની કહે તેમ ન કરે. એમ કરવાથી પણ સત્સંગ નિષ્ફળ જાય છે. સ્વછંદ રોકીને આજ્ઞાનું આરાધન કરે તે કલ્યાણ થઈ જાય. પિતાને સારું લાગે તે કરે છે. જ્ઞાનીને સારું લાગે તે કરે તો મોક્ષ થાય. (૩) પ્રમાદ–સત્સંગનો પેગ થયો હોય, આગ્રહ મકીને આજ્ઞા આરાધવી હેય પણ પછી પ્રમાદ કરે, કે અનુકૂળતા મળશે ત્યારે થોડા દિવસ પછી કરીશું. એમ કરતાં કરતાં દેહ છૂટી જાય તે સત્સંગ નિષ્ફળ થાય છે. (૪) ઇન્દ્રિયેના વિષયતે પ્રત્યે ઉપેક્ષા ન કરે તો સત્સંગ નિષ્ફળ થાય. ઉપેક્ષા ન કરવી એટલે કે વિષયોમાં આસક્તિ કરવી. પાંચ ઇન્દ્રિયના વિષયો જીવને અનાદિકાળથી છેતરે છે. સસંગ ફળવાન ન થવા દે એવા છે. એમાં આસક્તિ હોય ત્યાંસુધી સત્સંગ કુળવાન ન થાય. ઈન્દ્રિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy