SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ બધામૃત સ્વરૂપ માની બેસે છે. સહજસ્વરૂપનું ભાન તે જ સહજ સ્વરૂપે સ્થિતિ છે. સંસારમાં જોઈએ તે ખરું સ્વરૂપ દેખાય નહીં. અનાદિકાળથી જીવને ભાન નથી. ભગવાન કે જેમણે આત્મા પ્રગટ કર્યો છે, કર્મો દૂર કર્યા છે, એવું જ આત્માનું સ્વરૂપ છે. આત્મસ્વરૂપ જેણે પ્રગટ કર્યું છે, એનાથી આત્મા જણાય છે. ૩. સંગના ગે પોતાના સ્વરૂપને ભૂલ્યા છે. સંગ દૂર થાય ત્યારે સહજસ્વરૂપ રહે છે. એથી મુકાવું તે મેક્ષ છે. ગ્રહણ કરવું અઘરું છે અને મૂકવું સહેલું છે પણ એને ગ્રહણ કરવું સહેલું લાગે છે અને મૂકવું અઘરું લાગે છે. કમને સંગ છે, તે પિત થઈ ગયો છે. બીજી વસ્તુઓને સંગ છે, તે અન્ય છે. એક પરમાણું માત્રનું ગ્રહણ તે સર્વ સુખને નાશ કરવા જેવું છે. ગ્રહણ કરીને સુખ માને છે એ જ સંસાર છે. જે પરવસ્તુ છે તે બધાંથી મુક્ત થવું તે મોક્ષ છે. પિતાનું જે સ્વરૂપ છે, તે ક્યાંય ગયું નથી. સમ્યગ્દર્શન, ચારિત્ર, કેવળજ્ઞાન બધુંય આત્મામાં છે, પણ એને પ્રગટ કરવાનું છે. મિથ્યાત્વ છૂટે તે સમ્યક્ત્વ થાય, અવિરતિ છૂટે તે સ્વભાવમાં આવે અને અજ્ઞાન જાય તે કેવળજ્ઞાન થાય. બધાય ગુણ એની પાસે છે, પણ સંગના ગે મૂલ્ય છે. એની પાસે ધન છે. પણ ભાન નથી. ઘરમાં ધન છતાં ભિખારી જે છે. ભાન થવું તે જ સહજસ્વરૂપે સ્થિતિ છે. જીવ બેભાન છે. હું જાણું છું, સમજુ છું એમ માને છે, પણ જ્ઞાની એને બેભાન કહે છે. ભાન વગરને, જંગલના રેઝ જે છે. માત્ર અભિમાન કરે છે. ભાન થાય તે સહજસ્વરૂપે સ્થિતિ થાય. ૪. સહજ સ્વરૂપ ભૂલવાનું કારણ સંગ છે. જેમ ફિટિકને જે રોગ થાય, તે દેખાય; તેમ આત્માને જેવો સંગ મળે તેવો થઈ ગયો છે. જે સંગ થયે એ રંગ લાગ્યો છે. માન્યતા થઈ ગઈ છે. કર્મને સંગ છે તેવો પિત થઈ ગયેલ છે. સંગ દૂર થાય ત્યારે સહજસ્વરૂપ રહે છે. એક પછી એક સંકલનાબદ્ધ આ વચન છે. ખરેખરૂં જીવનું મુક્ત સ્વરૂપ છે, પણ એને ભાન નથી. બધા ગુણે પાસે જ છે. ભાન થાય તે સુખી થાય. ભાન નથી. પરવસ્તુને સંગ થયો છે. એથી પિતાની સહજ સ્થિતિને ભૂલ્યો છે. હવે સંગથી નિવૃત્ત થવું. સંગથી નિવૃત્ત થાય તે સહજ સ્વરૂપ જેવું છે તેવું દેખાય. મક્ષ પાસે છે. મોક્ષ એટલે સર્વ સંગથી છૂટવું. એથી જ્ઞાનીએ પિકારી પિકારીને કહ્યું કે અસંગ થાઓ, અસંગ થાઓ. બધું કરીને ભક્તિ, સ્વાધ્યાય કરીને એક અસંગપણું કરવાનું છે. એ જ તીર્થકરને ઉપદેશ છે. ૫. એ અસંગપણું થવા માટે શાસ્ત્રો કહ્યાં છે. આખા ચૌદપૂર્વ કે દ્વાદશાંગીને સાર અસંગપણું છે. એક પરમાણુથી માંડી ચૌદ રાજલકનું વર્ણન કર્યું તે અસંગ થવા માટે છે. તે થવા બધે ઉપદેશ કર્યો છે. ક્રિયા બે પ્રકારની છે. ૧. ભણવું શીખવું વગેરે પ્રવૃત્તિરૂપ ક્રિયા છે. ૨. કાઉસગ્નમાં રહેવું ઈત્યાદિ નિવૃત્તિરૂપ ક્રિયા છે. બને છૂટવાની ક્રિયા છે. જ્ઞાન અને ક્રિયા બને ૯ ક્ષ અસંગપણું છે. સંગ બે પ્રકારના છે—દ્રવ્યસંગ અને ભાવસંગ. શેલેશીકરણ ૧૪મા ગુણસ્થાને થાય છે. તે નિવૃત્તિરૂપ છે. શીલ+ઈશ. શીલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy