SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ २४७ વચનામૃત-વિવેચન કૃપાળુદેવ એક દષ્ટાંત આપી સમજાવે છે. જ્ઞાનને સવભાવ સ્વપરપ્રકાશક છે. જ્યાં આત્મા છે ત્યાં જ્ઞાન છે અને જ્ઞાન જ્યાં હોય ત્યાં સ્વપરપ્રકાશક રહે છે. ગમે ત્યાં જ્ઞાન હોય, ત્યાં સ્વપરપ્રકાશક છે. “પ્રથમપદઆત્મા છે. જેમ ઘટપટ આદિ પદાર્થો છે તેમ આત્મા પણ છે. અમુક ગુણ હોવાને લીધે જેમ ઘટપટ આદિ હવાનું પ્રમાણ છે તેમ સ્વપરપ્રકાશક એવી ચૈતન્યસત્તાનો પ્રત્યક્ષ ગુણ જેને વિષે છે એવો આત્મા હોવાનું પ્રમાણ છે.” (૪૯૩) સ્વ પર પ્રકાશતા એ ચૈતન્યને પ્રત્યક્ષ ગુણ છે, એમ કહ્યું છે. જ્ઞાન પિતા સંબંધી પણ જાણે છે અને પરને પણ જાણે છે. એ જ્ઞાનગુણ જીવને પ્રત્યક્ષ છે. પદાર્થને જાણે તે જ્ઞાન કહેવાય, ન જાણે તે જ્ઞાન શાનું? દીવાથી પદાર્થો દેખાય છે અને આત્માથી દ્રવ્ય ભાવ બને દેખાય છે, જણાય છે. જ્ઞાનથી તે અંતરની પણ બધી વસ્તુઓ જણાય છે. જે જ્ઞાનમાં બધા પદાર્થો સંપૂર્ણ પણે જણાય તે જ્ઞાનને કેવળજ્ઞાન કહ્યું છે. કેવળ નિજ સ્વભાવનું, અખંડ વર્તે જ્ઞાન; કહીએ કેવળજ્ઞાન તે, દેહ છતાં નિર્વાણુ.” પરમાર્થથી તે પોતે પિતાને અનુભવે છે. પણ આત્માની એવી નિર્મળતા છે કે બીજા પદાર્થો પણ એમાં ઝળકે છે. [વ. પ૯૨] ૨૦૪ શ્રીરાત્રે આ અગાસ, ભાદ્ર. સુદ ૯, ૨૦૦૯ સોભાગભાઈએ પૂછાવ્યું હશે કે અંબાલાલને કંઈ સુધારસ સંબંધી જણાવું? કૃપાળુદેવે જણાવ્યું કે હા, તમારે અંબાલાલને વાત કરવી હોય તો કરશે. મરણ વખતે સભાગભાઈને વાત જણાવી હતી, પણ અંબાલાલ મોડા આવ્યા તેથી સોભાગભાઈ એ વાત ન કરી અને કહ્યું કે હવે મને વખત નથી.. દેહનું સ્વરૂપ જેણે જાણ્યું છે તેને વૈરાગ્ય રહે એ છે. જગત અને દેહના સ્વરૂપમાં મોહ છે તે અજ્ઞાન છે. જાજરા જે ગંધાતે દેહ છે. એને જીવને પરિચય થઈ ગયો છે તેથી એને મોહ થાય છે. તે વિપરીત પણું છે. આ દેહ ક્ષણભંગુર છે. પાણીના પરપોટાની જેમ ફૂટી જાય એ આ દેહ છે. જે ફૂલ સવારમાં ખીલેલું હોય તે તાપ પડતાં કરમાઈ જાય છે, તેમ ગમે તેવું સુંદર શરીર દેખાતું હોય અને જે વ્યાધિ આવી તે બીજું થઈ જાય, ઊલટી અને ઝાડા થતા હોય તો પાસે પણ ઊભું ન રહેવાય એવું થઈ જાય. દેહમાં પ્રીતિ કરવાથી કંઈ નીકળે એવું નથી. આખું જગત દેહના મેહમાં પડયું છે. જ્ઞાની એને બોજ ગણે છે. વેઠિયાને માથે બેજો મૂક્યો હોય તેમ જ્ઞાનીને આ શરીર લાગે છે. વધારેમાં વધારે પ્રીતિ દેહમાં છે એ સુખનું કારણ નથી, તો પછી ધન, સ્ત્રી વગેરે બીજા પદાર્થો કેમ કરી સુખ આપે ? જીવ વિચાર કરે તો દેહના કરતાં કંઈ ચઢિયાતું લાગતું નથી. કૃપાળુદેવે “મુનિસમાગમને Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy