SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ બધામૃત એ કેઈક વાર સાંભળ્યાથી ન થાય, પણ વારંવાર એને વિચાર કરે, પ્રસંગે પ્રસંગે એને વિચાર કરે. એમ કરતાં કરતાં એ વિરોધ ટળે, ત્યારે આશ્રયભક્તિ થાય. જાગતા રહેવાની જરૂર છે. બધું સ્વપ્ના જેવું છે. તેને સાચું માનવાનો અભ્યાસ થઈ ગયા છે. વિ. ૫૭૩] પૂજ્યશ્રી–આ સંસાર જન્મ, મરણ અને વૃદ્ધાવસ્થા. એ દુઃખેથી ભરેલો છે, કેઈ બચાવે એમ નથી. કેઈ કાળે સંસારમાં સુખ નથી. સંસારનું સ્વરૂપ દુઃખ જ છે, એમ લાગે ત્યારે છુટાય છે. સંસારથી છૂટવા શું કરવું ? તો કે સંસારમાં સુખની શ્રદ્ધા છે તે કાઢી નાખવી, તેમાં સુખ છે જ નહીં, તે કયાંથી મળે? એની આસ્થા છૂટશે ત્યારે સુખને માર્ગ હાથ આવે તેવો છે. છૂટવાને રસ્તે આત્મજ્ઞાન છે. “સર્વ કલેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાને ઉપાય એક આત્મજ્ઞાન છે.” (પ૬૯). સંસારનાં સાધનોને વિચાર કરે તે સંસારભાવ છૂટે. જ્યાં સુધી સંગને મોહ છે, ત્યાં સુધી આત્માને વિચાર નથી આવતો. સંગ છે તે મને બાધારૂપ છે, એમ જીવને નથી લાગતું. જ્યાં સુધી સંસારભાવ છે ત્યાં સુધી સંસાર જ છે. “મારું” માન્યું છે તેથી જીવને દુઃખ નથી લાગતું. સંસારની આશા છૂટી નથી. સંસારમાં સુખની આસ્થા છે. એ આસ્થા છેડવાનું જ્ઞાનીઓ કહે છે. સંસારનું સ્વરૂપ વિચાર્યું નથી, જીવ પરાધીન પડ્યો છે, તેથી છૂટવાને વિચાર આવતું નથી. નથી ધર્યો દેહ વિષય વધારવા; નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા.” (૧૫) પરિગ્રહ છે તે મમતા છે. એક પરમાણુ માત્રમાં પણ જ્યાં સુધી મારાપણું હોય ત્યાં સુધી મેક્ષે ન જવાય. [વ. ૫૭૬] ૧૯૭ શ્રીરાવ આ૦ અગાસ, ભાદરવા સુદ ૧૨, ૨૦૦૯ - પૂજ્યશ્રી–કૃપાળુદેવનું ચિત્ત જગતની વસ્તુઓમાં પ્રવેશ કરતું નથી. જેને સાચું તે સાચું અને બેટું તે ખેટું લાગ્યું કે બેટામાં ખોટી ન થાય. કલ્પિત એટલે જે વસ્તુ નાશવંત છે, એ વસ્તુનું માહાતમ્ય લાગે છે તે કલ્પનાથી છે. કલ્પનાના આધારે બધાં કાકા, મામા આદિ નામ પડે છે. છે તે પુદ્ગલ અને જીવન સંયોગ. કોલસો ને હીરે બને પુદ્ગલ છે. જગતનું સ્વરૂપ એવું છે કે આજે છે તે કાલે નહીં. બાળક છે તે બાળકરૂપે ન રહે; મનુષ્ય છે તે મનુષ્યરૂપે ન રહે. યુવાન છે તે યુવાનરૂપે ન રહે. બધું મૂકીને જવાનું છે. ગમે તેટલી કીર્તિ હેય પણ મરે ત્યારે બધી અહીં જ રહે. ચક્રવતી છ ખંડ જીતી જાય, ત્યારે ઋષભકૂટ પર્વત ઉપર પિતાનું નામ લખવા જાય છે. પણ ત્યાં એટલાં બધાં ચક્રવતીઓનાં નામ કોતરેલાં હોય છે કે એને પિતાનું નામ લખવાની જગ્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy