SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૪ બધામૃત રહી સંપૂર્ણ જ્ઞાનવાળાને પણ પરિણામ સ્થિર રાખવા કઠણ પડે છે. કંઈ વૈરાગ્ય હાય, ઉપશમભાવ હેય, તેય એ છે થઈ જાય; કારણ કે કષાયનાં નિમિત્ત હોય છે, તેમાં વૈરાગ્યનાં પરિણામ એાછાં થઈ જાય છે. આપણું પરિણામ તપાસવાને આ કહ્યું કે આ જીવને આર્તધ્યાન થાય છે કે ધર્મધ્યાન ? આત્મહિત સિવાયની જે વસ્તુની ઈચ્છા થાય, ચિંતા થાય તે બધું આર્તધ્યાન છે. રાગદ્વેષનાં પરિણામ ત્યાં આગળ હોય છે, આત્મપરિણામની સ્વસ્થતા ન રહે. આત્માને ભૂલ્યા કે આર્તધ્યાનમાં જ તણાઈ જાય. પરિગ્રહની ચિંતા રહે, તેમાં રાગ થાય, ત્યાં આર્તધ્યાન છે. ત્યાં આગળ કર્મ બંધાય છે. માટે ઊંચાનીચા પરિ. ણામ થવાનાં કારણે ઓછાં કરવાં. સારાં નિમિત્તે સારા ભાવ થાય છે. જેવાં નિમિત્ત હોય તેવા ભાવ થાય છે, માટે સારાં નિમિત્ત મેળવવાં. સારા નિમિત્તમાં પણ બેટા ભાવ થઈ જાય છે, તે તપાસતા રહેવું. ' નિદાન આદિ બધાં આર્તધ્યાનથી છૂટવાનું છે. આજીવિકા માટે પણ કેમ થશે? શું થશે ? એવી ચિંતાથી આધ્યાન ન થવા દેવું. | મુમુક્ષુ-મારી પાસે સો રૂપિયાની નોટ હોય અને તેની રક્ષા કરવા માટે ચાકુ ખીસ્સામાં રાખું તે એને શું કહેવાય? પૂજ્યશ્રી—એ રૌદ્રધ્યાન કહેવાય; કારણ કે નિર્દયભાવ પિષવા માટે કર્યું. થવાનું હોય તે થાય છે, તેમ છતાં જીવને એવા ભાવ રહે છે. સમ્યક્ત્વીને લાખ રૂપિયા આવે કે જાય તેમાં હર્ષશોક નથી. એવું થાય ત્યારે ધર્મધ્યાન કહેવાય. પરપદાર્થમાં જીવ કે દબાઈ ગયો છે! પરપદાર્થ પર પ્રેમ, વિશ્વાસ છે, એ એને આર્તધ્યાન કરાવે છે. આ ધ્યાન આત્માને ભુલાવે છે. સ્મરણ કરવું મુકાવી બીજા જ વિકલપ કરાવે છે. આધ્યાન છૂટે તે ધર્મધ્યાન થાય. મુમુક્ષુ મિથ્યાત્વ સહિત હોય અને મંત્રનું સ્મરણ કરે તે ધર્મધ્યાન થાય? પૂજ્યશ્રી–હા. કારણ કે એને જ્ઞાની મળ્યા છે, આશ્રિત થયેલ છે. જ્ઞાની અને જ્ઞાનીના આશ્રિત બેય મોક્ષમાર્ગમાં છે, તેથી ધર્મધ્યાન થાય છે. જ્ઞાની પ્રત્યે રુચિ છે ત્યાં આગળ એને ધર્મધ્યાન થાય. પાંડને લાક્ષાગૃહમાં પૂર્યા ત્યારે બધાને ચિંતા થવા લાગી કે હવે બળી જવાશે. પણ ધર્મરાજા તે માળા લઈને બેઠા કે જ્યાં સુધી જીવવાનું છે ત્યાં સુધી માળા તે ફેરવું. પરપદાર્થની ઈચ્છા છે અને તેની ચિંતા છે તે આર્તધ્યાન છે. પિતાનો બધો હિસાબ તપાસીને આ બધું ફેરવી નાખવાનું છે. બેટા નિમિત્તોમાં પણ સારા ભાવ થાય છે, પણ એ અપવાદરૂપ છે. આ સંસારમાં બહુ ચેતવા જેવું છે. કાજળની કોટડી જેવો આ સંસાર છે, એવું જાણીને તીર્થકર જેવા છોડીને ચાલી નીકળ્યા. કાજળની કેટડીમાં ડાઘ લાગ્યા વગર ન રહે. જ્યાં સુધી પરપદાર્થની ઈચ્છા, ચિંતા છે ત્યાંસુધી આર્તધ્યાન છે. મુનિ થયા હોય પણ પરિણતિ ફેરવવી મુશ્કેલ છે. જ્યાં “મારું” થયું ત્યાં ચિંતા ઊભી થાય. મનમાંથી મારાપણું નીકળી જાય, અંતરથી ભેદ પડ્યો હોય તે ચિંતા ન થાય. જ્ઞાનીનાં વચને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy