SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ બેધામૃત કષાય ન હોય તેથી સમાધિ છે. શિલેશીકરણે પૂર્ણ સમાધિ હોય છે. જેટલા કષાય મંદ પડ્યા હોય તેટલી સમાધિ હેય છે. જ્યાં સુધી આત્મા ન જાણે હોય ત્યાં સુધી સમાધિ ન હોય. સમ્યગ્દર્શન થયા પછી સમાધિ આવે છે. જ્યાં સુધી વસ્તુનો નિર્ણય ન હોય ત્યાં સુધી ચિત્તમાં કલ્પિત સમતા હોય છે, એમ કેવળજ્ઞાનીએ કહ્યું છે. બહારથી સંસારની પ્રવૃત્તિ હોય અને અંતરમાં સમાધિ રાખવી, એ બહુ મુશ્કેલ છે. સંસારની ઉપાધિ છે તે આત્મપરિણામને સ્વસ્થ કરવામાં વિન્ન કરે છે, વિક્ષેપ કરે છે. સમાધિ હોય તે આર્તધ્યાન ન હોય. પરંપદાર્થની ઈચછા હોય ત્યાં આર્તધ્યાન છે, સમાધિ નથી. ભગવાને જે જે શબ્દ કહ્યા છે તે બરાબર સમજવા. દરેકને પિતાનાં પરિણામ તપાસવાનાં છે. તીર્થકર જેવા દઢ વૈરાગ્યધારીને પણ પ્રવૃત્તિમાં સ્થિર ન રહેવાય ત્યાં બીજાનું તે શું કહેવું? સંસારની ઈચ્છા હોય ત્યાં સુધી આત્મજ્ઞાન થાય નહીં. સારવસ્તુ તે આત્મા છે. આત્માથી સૌ હીન.” આત્માથે જીવવું છે. જ્યાં સુધી જીવ બીજી વસ્તુઓથી રંજાયમાન થાય છે, ત્યાં સુધી ખામી છે. જડને જડ પરિણામ અને ચેતનને ચેતન પરિણામ હોય છે. પિતાની શક્તિ વિભાવમાં પરિણમે તેથી કર્મ આવે છે અને એ જ શક્તિ ને સ્વભાવમાં પરિણમે તે મોક્ષ થાય. - આત્મસ્વરૂપ જ્ઞાનીએ કેવું અનુભવ્યું છે, એને નિર્ણય કરે. અનાદિકાળથી આત્માનો નિર્ણય કરવામાં ભૂલ થતી આવી છે. આત્માનું સ્વરૂપ અને અન્ય પદાર્થનું સ્વરૂપ એમ બેયનું સ્વરૂપ જ્ઞાનીએ યથાતથ્ય જાણીને કહ્યું છે. જીવ જે જે કરે છે તે પિતાના બળથી કરે છે. તરતાં ન આવડતું હોય તે જે તર્યા છે તેનો આશ્રય કરે. બે પ્રકારના જ મોક્ષમાર્ગમાં હોય છેએક જ્ઞાની પુરુષ અને બીજા જ્ઞાની પુરુષના આશ્રિત. જ્ઞાની પુરુષને જ્ઞાનસ્વરૂપે ઓળખે તે મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ થાય. દેહદૃષ્ટિ છે ત્યાં સુધી અંતરવિચાર ઊગે નહીં. શ્રવણ, મનન અને નિદિધ્યાસન કરવાં. સદ્ગુરુ મુખે આત્મા પ્રથમ સાંભળવાયેગ્ય છે, પછી મનન કરવાગ્ય છે અને પછી ભાવના કરવાયોગ્ય છે. અસંગ થવાની ભાવના જ્ઞાનીઓ રાખે છે. [વ. ૫૫૧] ૧૮૯ શ્રીરાવ આ૦ અગાસ, ભાદરવા વદ ૮, ૨૦૦૯ પૂજ્યશ્રી-કૃપાળુદેવનાં વચને એવાં છે કે આ ખાદ્ય વસ્તુઓથી ઉઠાવી આત્માના વિચારમાં પ્રેરે છે. એનું માહાસ્ય લાગે તેટલું અંતરમાં ઉતરે એક શબ્દ પણ સત્ય પરિણામ પામ્યું નથી. અને “મેં બે વખત વાંચ્યું છે,’ એમ છવ ગણત્રી કરે છે. સમાધિ માટે જગતમાં જે કહેવાતું હોય તે બધું એમણે તપાસી જોયું. ઈન્દ્રિયેના, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy