________________
૨૦૫
વચનામૃત-વિવેચન કહ્યો નિજ શુદ્ધતા.” મેક્ષ બીજી વસ્તુ નથી. સહજસ્વભાવને જીવ ભૂલ્યા છે, પણ તેથી એ સ્વરૂપ ક્યાંય ગયું છે એમ નથી. ભાન થાય તો સહજ સ્વરૂપે સ્થિતિ થાય. તે માટે સત્સંગની જરૂર છે. - વ ૫૪૪]
૧૮૫ જીવને સ્વભાવ એ છે કે આ કરી નાખું, ફલાણું કરું, પણ એનું ધાર્યું કશું થતું નથી. પાપના ઉદયમાં જે પુરુષાર્થ કરે તેમાં પાછો જ પડે. તે વખતે ભક્તિ કરવાની છે. પાપકર્મને ઉદય ભેગવ્યા વિના છૂટકે નથી. પાપના ઉદયમાં ભક્તિ કરી લેવી એ સારું છે. જ્યારે પાપને ઉદય હોય ત્યારે વધારે વ્યાપાર આદિ કરવામાં દોડ ન કરતાં ભક્તિ કરવી; નહીં તે ગભરામણુમાં વધુ ગભરામણ થાય. જરા ધીરજ રાખીને કામ કરે તે સારું થાય. કામ, માન અને ઉતાવળ એ ત્રણ મેટા દોષ છે. કામમાં જીવ તણાઈ જાય છે. માનમાં અને ઉતાવળમાં પણ જીવ તણાઈ જાય છે. ધીરજ રાખીને કામ કરવું જોઈએ. જીવ ઉતાવળીઓ થાય છે. પાપને ઉદય હોય ત્યારે લાભ થતો નથી. માટે દંડ ન કરતાં ભક્તિ કરવી. પા૫ના ઉદય વખતે બહુ ઝાંવાં ન નાખવાં, ધીરજ રાખવી, એમ કૃપાળુદેવે સેભાગભાઈને લખ્યું છે. કર્મનો ઉદય આવે ત્યારે જીવ ઉછાળા મારે છે. પાપના ઉદયથી તે નુકશાન જ થાય છે. કર્મથી મુઝાશે નહીં. થવાનું હશે તે થશે. મુઝાવાથી કંઈ ન વળે, આર્તધ્યાન થાય. કોઈ પણ પ્રકારે મુમુક્ષુએ આર્તધ્યાન ન કરવું. આજીવિકા સંબંધી કષ્ટ હોય તો પણ પુરુષાર્થ કરીને પૂરૂ કરવું, પણ આર્તધ્યાન થવા ન દેવું. ખરી ખોટ તે એ છે કે અચિંત્ય મહામ્યવાન જે આત્મા છે, તે ભૂલી જવાય છે. હું કરીશ તેમાં તે લાભ જ થશે, એમ જીવને અભિમાન હોય છે. જીવ વ્યાપાર આદિમાં એક લાભનો જ પ્રકાર દેખે છે, પણ ખેટ જશે તો? તે તો તે નથી. જ્ઞાનીનું માહાત્મ્ય છે તે બધું પાંસરું છે. એ જ જીવને લાભકારી છે. એ માહામ્ય ગૌણ ન થાય તે પાપકર્મ તે આવી આવીને જવાનાં છે. પાપના ઉદય વખતે મૌન થઈ જવું. કંઈ ઝાંવાં ન મારવાં. ભક્તિને લાભ ન ચૂકે.
મહાપુરુષનાં વચન સાંભળીને આપણા દેશે કાઢવાના છે. ઠપકો ગણીને આ સંસાર ભાવમાંથી પાછું વળવાનું છે. ક્યાંય ને ક્યાંય જીવ ખળે છે. સત્સાધન મળ્યું છે તોય કરતો નથી. પિતાને કયો દોષ છે, કે જે ખાળે છે? તેને ખસેડે તો કલ્યાણ થાય. એ વિચાર વગર ખબર પડે તેમ નથી. પોતાની વૃત્તિઓ તપાસીને આ મોટો દેષ છે એમ લાગે તો એને કાઢવાનો ઉપાય કરે. ન સમજાય તો જ્ઞાની પુરુષને પૂછે, પણ જીવને જોઈએ તેવું દુઃખ લાગતું નથી. ભાગભાઈને વિચારણા જાગી હતી, તેથી પિતાને જે ન આવડતું તે પૂછતા અને તેથી એમના બધા દેશો ગયા. કેવળજ્ઞાન આ કાળમાં નથી એમ દઢ થઈ ગયું હતું, તે બધુ કૃપાળુદેવે કાઢી નખાવ્યું. છેવટે ભાગભાઈ એ અંબાલાલને એમ જણાવ્યું હતું કે મરતાં મરતાં પણ કેવળજ્ઞાન થશે તે તને કહીશ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org