SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ આધામૃત [વ. પ૪૦] . ૧૮૨ શ્રીરાત્રે આ અગાસ, ભાદ્રપદ વદ ૧૩, ૨૦૦૯ જ્ઞાનીને આ સંસારનું સ્વરૂપ કેવું લાગ્યું છે ? તે કે એમાં સમભાવ રાખવો બહુ મુશ્કેલ છે. રાગ ને દ્વેષ થયા કરે છે. સંસારને ક્ષય કરવા માટે એવા વિષમ સંસારને છોડીને ચાલી નીકળ્યા તેમને અનંત પ્રણામ છે. સંસારભાવ જેને દુર થયેલ છે, સંસાર ભાવ હવે વધારે નથી એ જેને નિશ્ચય થયો છે, તે સમ્યગ્દર્શની છે. “ઊપજે મેહ વિકલ્પથી, સમસ્ત આ સંસાર.” મેહના વિકલ્પથી સંસાર ઊભો થયો છે. એ સંસારને છોડીને જેઓ ચાલી નીકળ્યા, તેઓ સત્પરુષે છે. જે પુરુષ અવિષમ ભાવે રહે છે, તે પુરુષે મોહને ક્ષય કરે છે. કૃપાળુદેવ સહજે સહજે જે થાય તે જ કરે છે. કંઈ ચિંતા ફિકર કરતા નથી. બહેનનું લગ્ન હોય અને ઘેર ન આવે તે કુટુંબીઓને લાગે કે આ તે આવતા જ નથી. અંતરાયકર્મના ઉદયે જે કરે તેમાં નિરાશા આવે. પાપના ઉદયે જીવ ઝાંવા નાખે તેય લાભ થતું નથી. કૃપાળુદેવને વૈરાગ્ય એટલે બધે છે કે કર્મના ઉદયે કામ કરવું પડે તેમાં પણ ચિત્ત ચોંટતું નથી. આંખથી રેતી ઉપાડવા જેવું વ્યાપારથી તેમને થાય છે, અસંગપણને જે ભાવ, તે વારંવાર ફ્રે છે. તેથી વચ્ચે બીજી પ્રવૃત્તિ આવે તે ગમતી નથી. અસંગ થવું, અસંગ થવું એમ થયા કરે છે. આર્તધ્યાન મુમુક્ષુએ કરવાગ્ય નથી. કૃપાળુદેવે, સંસારમાં રહ્યા પણ અસંગભાવ કેટલે સાચવ્યા છે ! નહીં તે ઘેર વિવાહ હેય તે આ કામ કરું ને ફલાણું કામ કરું, એમ થાય. સંસાર વિષમ છે. તેને છેડીને જે ચાલી નીકળ્યા તેમને નમસ્કાર કરીએ છીએ. આ વાક્ય મથાળે લખ્યું છે, તે પછી વિવાહનાં કામ કરવાના ભાવ ક્યાંથી થાય ? [વ. ૫૪૨] . ૧૮૩ શ્રી રા. આઅગાસ, ભ૦ વદ ૧૨, ૨૦૦૯ ઠાણાંગસૂત્રમાં ચભંગી કહી છે તે વિષે કૃપાળુદેવ ઉપદેશછાયામાં લખે છે કે “શાસ્ત્રમાં અભવ્યના તાર્યા તરે એમ કહ્યું નથી, ભંગીમાં એમ અર્થ નથી. ઢિયાના ધરમશી નામના મુનિએ એની ટીકા કરી છે. પિતે તર્યા નથી ને બીજાને તારે છે એને અર્થ આંધળો માર્ગ બતાવે તે છે. અસદ્દગુરુએ આવાં છેટાં અવલંબન દે છે.” (ઉ. છા. ૧૦, પૃષ્ઠ ૭૨૦). ભગવાનનાં વચન કેઈ મેઢે બોલે ત્યારે કે પૂર્વને સંસ્કારી હોય તેને લાગે કે આ ઉપદેશ કરે છે તે પોતે જાણતો નથી. એનાથી માર્ગ કઈ બીજે હે જઈ એ. એમ વિચાર થાય તેથી પૂર્વ સંસ્કાર જાગૃત થાય, તેથી સમ્યગ્દર્શન થાય છે. તેથી ટીકા કરતાં આચાર્યે નિમિત્તની દષ્ટિએ એમ લખ્યું છે કે અભવ્યના તાર્યા તરે. જે કે એનાથી તરે નહીં, પણ એ ભગવાનનાં વચનો શીખી જઈ ઉપદેશ કરે તે સાંભળી સામા છવને પૂર્વ સંસ્કાર જાગૃત થાય અને તેથી તરે છે. તે પરથી એમ કહે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy