________________
બોધામૃત (૨૫) કસાઈને ધંધો હોય તે પરભવમાં તારા જીવના સુખને વિચાર કરજે.
(૨૬) તને કંઈ સમજણ આવી હોય તે વિદ્યા શીખ અને ગુરુની, મા-બાપની આજ્ઞા માન્ય કર.
(૨૭) યુવાન છે તે નવો ન રહે. ધર્મનાં કામ શીખ અને બ્રહ્મચર્ય ભણી દષ્ટિ કર. બ્રહ્મચર્યથી જીવન સફળ થાય અને ધર્મમાં ઉદ્યમ કરે તો પાપ ન બંધાય.
(૩૧) કૃપણ છે તે કંઈ કહેવું જ નથી. કૃપણ સારી ગતિમાં જાય જ નહીં. એને શિખામણ આપે તોય માને નહીં. પૈસા આપે તો રાજી થાય.
(૫૪) મન દોરંગી થતું જાળવવાને મોક્ષમાળાને શિક્ષા પાઠ ૧૦૦ વિચારે. જેના મનનું ઠેકાણું નથી તેને કંઈ કહેવું નથી. જ્ઞાનીની શિખામણ લેવી હોય તે મન વશ કરવું.
(૫૫) વચન સત્ય, શૌચ, શાંત, મધુર, કમળ બેલવું. આત્માથીને કષાયની ઉપશાંતતા હોય છે. સત્ય જગતને આધાર છે. જેવું હોય તેવું બોલવું એ ઉત્તમ ગુણ છે. ક્રોધથી, માનથી, માયાથી, લોભથી વચન બોલીશ નહીં. કષાયરહિત વચન બોલવું. મધુરતા એ આત્માને ગુણ છે. આત્મા ભણી વૃત્તિ રહે તો મીઠાશ રહે, શાંતિ રહે. ભગવાનનાં વચન મીઠાં લાગે છે. અંદરથી માન સહિત બોલે તે સાંભળનારને કાંટો વાગે તેવું લાગે. કમળ વચન બોલવું. સત્યને લઈને વિશ્વાસે વહાણ ચાલે છે. કર્મ ન બંધાય એ લક્ષ રાખી બોલવું પડે તો બોલવું.
(૬) આત્માનું હિત થતું હોય તો બીજી વસ્તુમાં ચિત્ત રાખીશ નહીં. બીજી વસ્તુઓ તો ઘણી વાર મળી છે, પણ આમહિત થયું નથી. ભલે દેહ છૂટી જાય પણ આત્મહિત કરવું. સમ્યગ્દષ્ટિને નિષ્કાંક્ષિત ગુણ પ્રગટે છે, તેથી એને બીજી વસ્તુઓની ઇચ્છા રહેતી નથી.
(૭૮) અભિમાન કરવા માટે દાન વગેરે કરવાનું નથી. તપાસે ને અભિમાન ન થવા છે તે ન થાય, નહીં તે અભિમાન થયા વિના ન રહે. મેં દાન દીધું તે સારું કર્યું એમ માનવું, પણ હું દાન દેનાર છું એમ અભિમાન ન કરવું.
(મનુષ્ય માત્ર ભૂલને પાત્ર છે. એ ભૂલો જે તપાસે છે તે ટાળી શકે છે. એ દેષ ફરી ન કરે તે અટકી જાય, નહીં તે વ્યસન પડી જાય.
(૮) હવે ફરી જન્મવું ન પડે એમ કરવું. આવી પડયા તે આવી પડ્યા પણ હવે ફરીથી ન જન્મવું પડે એમ કરવું. નિવૃત્તિમાં મોક્ષના વિચાર કરવા.
(૮૧) “પુષ્પમાળા’ વાંચવાનું કારણ શું? એ વાંચીને એ પ્રમાણે વર્તવું તો આનંદ આવે. આખી જિંદગી જ્ઞાનીનાં વચન પ્રમાણે વર્તવું છે, એ વિચાર કરી બને તેટલું કરવું.
(૮૨) ભગવાનનાં વચને સમજવામાં, શ્રદ્ધવામાં જેટલે કાળ ગમે તેટલું મનુષ્યભવનું સફળપણું થયું. (૮૩) વિદુરનીતિ વિષે પાઠ ૩૮મો “પ્રવેશિકા'માં છે. ૯૮) સમજીને સહનશીલતા રાખે તે ઘણે લાભ થાય. મનમાં ઊંચુંનીચું થયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org