SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ બધામૃત અંતર ચાખું થતું નથી. સંસાર એને મૂક નથી. જીવ પોતાપણું મૂકશે ત્યારે ભગવાન ભગવાનનું સંભાળશે. એટલે નિશ્ચય થાય તે પછી બસ. “ધિંગ ધણી માથે કિયા રે, કુણ ગંજે નર બેટ?” એવું થાય તે “જ વિધ રાખે રામ, તા વિધ રહિયે.” એમ રહે અહંભાવ મમત્વભાવ એ બે જ સંસારનાં કારણ છે. એ હેય ત્યાં સુધી સમ્યકત્વન થાય. જીવનું ચિત્ત સંસારમાં રહે છે, જ્ઞાનમાં રહેતું નથી. ખાસ જ્ઞાન તે એ કે હું દેહાદિથી ભિન્ન આત્મા છું. આત્મા જ્ઞાનદર્શન ઉપગવાળો અવિનાશી છે, એવું સદ્દગુરુ પાસે સાંભળી દઢ થયું તે ખરું જ્ઞાન છે. એવી કંઈક જ્ઞાનવાર્તા લખશો. એમ કૃપાળુદેવ સભાગભાઈને લખે છે. વિ. પ૩૧] ૧૭૫ પૂજ્યશ્રી–આ કાળમાં મુમુક્ષુતા પણ પ્રાપ્ત થવી દુર્લભ છે. જ્ઞાનીનું હૃદય વિશાળ અને દયાવાળું હોય છે. પણ જેનું ફળ ખરાબ આવે એવું કાર્ય મુમુક્ષુ કરે તે એમને ત્રાસ છૂટે. આ સંસારમાં ક્ષણવાર પણ ઊભું નથી રહેવું એ જેણે નિશ્ચય કર્યો છે તેવાને બીજી વાત જરા પણ ગમતી નથી. કર્મ પ્રમાણે જે થવાનું હોય તે થાય છે. પરમાર્થની ઈચ્છા હોય તે સંસારની ઈચ્છા ભૂલવી પડે છે. કોઈ પણ સંસારી ઈચ્છા સત્યરુષ પ્રત્યે ન રાખવી, નિર્મૂળ કરી નાખવી. એ રહે તે જ્ઞાનીની અપૂર્વતા ન રહે. સાંસારિક ઈરછાને ભાર હોય તે ઊંચે આવે નહીં. ઉપસર્ગના પ્રસંગે તો સહનશીલતા એ જ હિતકારી છે. પરિષહના વખતમાં મુનિ કાઉસગ્નમાં ઊભા રહે, તેમ કરે તે કર્મ નવાં ન બંધાય, નહીં તો બંધાય. આત્મા મરવાને જ નથી એ શ્રદ્ધા પરમ દુર્લભ છે. આત્મા છે, નિત્ય છે, કર્તા છે, જોક્તા છે, મોક્ષ છે અને મોક્ષને ઉપાય છે–એટલું આવી ગયું તે એ કર્મ કાપવાની તરવાર થઈ. મુનિપણું એ ખરું શૂરવીરપણું છે. સાંસારિક ઈચ્છા જેમાં હોય તેવાનાં સ્વપ્ન પણ દર્શન ન એવી વૃત્તિ કૃપાળુદેવને રહે છે. સત્યુ રુષને બધા પ્રત્યે સમભાવ છે. એ તે આખા જગતના શિષ્ય થઈને રહે છે. અમે મોટા તમે નાના એવી જુદાઈ એમને નથી. વિષયકષાય છેદ્યા વિના મોક્ષે જવાય નહીં. વિષયકષાય એ સંસારનું મૂળ છે. ૧૭૬ [વ. ૫૩૨] મુમુક્ષુ-પત્ર બહુ અઘરા છે. પૂજ્યશ્રી–પ્રભુશ્રીજી કહેતા કે બાળભેળાનું કામ છે, માન્યતા થાય તો કામ થઈ જાય. વાત છે માન્યાની. કૃપાળુદેવ સેભાગભાઈને લખે છે કે જેમ રવજીભાઈના કુટુંબને માટે કરીએ છીએ તેમ તમારા માટે વ્યવસાય કરીએ તેય અમને તે કંઈ નુકસાન નથી, પણ તમને નુકસાન છે. આત્મભાવ તે ભુલાસે નથી, એ વૃત્તિ અમારે ગૌણ કરવી નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy