SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ બેધામૃત એક વખતે કૃપાળુદેવ દાતણ કરતા હતા તે વખતે એમણે પિતાનાં માતુશ્રીને કહ્યું કે “આજે બે દેવેની વાત સાંભળી હતી. તેમાં એક દેવ ઉગ્ર હતો અને બીજો શાંત હતે. ઉગ્ર દેવે કહ્યું કે “એ તે દીક્ષા લઈશું, લઈશું એમ કરતા હતા, પણ કંઈ દીક્ષા લેતા નથી. માટે આપણે એમને હેરાન હેરાન કરી નાખવા. ત્યારે શાંત દેવ બોલે કે “ના એમ તે ન કરવું, આપણું ઉપકારી છે માટે હેરાન ન કરવા માટે મને હવે દીક્ષા લેવાની આજ્ઞા આપે.” માતુશ્રીએ કહ્યું “તમને આ રોગ છે તે મટશે ત્યારે આજ્ઞા આપશું. એ રીતે એમણે આજ્ઞા લઈ લીધી હતી. એવું શંકરાચાર્યના જીવનમાં પણ આવે છે કે શંકરાચાર્યને સંન્યાસ લેવાની ઈચ્છા હતી પણ એમનાં માતા ના પાડે. તેથી શંકરાચાર્યે એક તળાવમાં આઘે પાણીમાં જઈને જોરથી બૂમ પાડી કે મને મગર પકડયો છે. મારી મા આવીને ભાવના કરે કે “મારા છોકરાને મગર છોડી દે તો દીક્ષા લેવા દઉં ” તે મને એ મગર છડે. પછી છોકરાઓ ત્યાંથી ગયા અને તેમની માને કહ્યું ત્યારે ત્યાં માએ આવીને કહ્યું કે “દીક્ષા લેવા દઈશ, છેડી દે!” પછી શંકરાચાર્ય બહાર આવ્યા અને પછી દીક્ષા લીધી. કૃપાળુદેવને નાની ઉમરથી દીક્ષા લેવાના જ ભાવ હતા પણ માતુશ્રીની આજ્ઞા નહીં. પછી છેવટે આજ્ઞા આપી પણ રોગ મટયો નહીં અને આયુષ્ય પૂરું થયું. [વ. પર૨ ]. ૧૭૦ બેજવાડા, પિષ સુદ ૫, ૨૦૦૮ સંસારમાં રઝળવાનાં કારણ અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ, એ ચાર કષાય છે. આ ચાર કષાયો જીવનું કલ્યાણ થવામાં આડે આવે છે. એ કેમ ઓછા થાય? તે કહે છે, જ્ઞાની પુરુષનું ઓળખાણ જેમ જેમ જીવને થાય છે, તેમ તેમ અનંતાનુબંધી મંદ પડવા લાગે છે. અનંતાનુબંધી મંદ પડયા તે બધા કષાયો મંદ પડવા લાગે. જ્ઞાની. પુરુષનું યથાર્થ ઓળખાણ જેને થાય, તેને સંસારમાં વધારે રઝળવાનું ન થાય, એાછું થાય. સંસારી જીવ અવળી સમજણને લીધે રઝળી રહ્યા છે. જ્યાં સુધી જીવ મતમતાંતરમાં હોય ત્યાંસુધી આગ્રહ રહે છે. જ્ઞાની પુરુષનું ઓળખાણ થયે મતાગ્રહ, દુરાગ્રહાદિ ભાવેની મંદતા થાય. બીજાના દેશો જેતે હતો તેને બદલે પિતાના દેષ જેવા લાગે છે. મારે ચોકખું થવું છે એ જ ભાવના હોય છે. જ્ઞાની પુરુષને યોગ થાય ત્યાંથી ધર્મની શરૂઆત થાય છે. જ્ઞાનીને એગ થયે પોતાના દેષ જોવાની ટેવ પડે છે. બીજાના દોષ ન જુએ, પિતાના દોષ જેવા લાગે તો મુમુક્ષુતા પ્રગટે. જીવ પોતાનું સ્વરૂપ ભૂલીને બાહ્ય વસ્તુ એમાં બેટી થાય છે. જ્ઞાની પુરુષને વેગ થયા પછી બીજી વસ્તુઓમાં ખોટી થવું એને સારું ન લાગે. તેથી છેટી ન થાય. વિકથા ચાર પ્રકારે : રાજકથા, ભક્ત(જન)કથા, સ્ત્રીકથા, દેશકથા. એ બધી વિકથાઓમાં એને નીરસપણું લાગે છે. મનમાં એમ લાગે કે આ વિકથા મને બંધનું કારણ છે. પુરુષને ગ થયા પછી નજીવી વસ્તુઓમાં બેટી ન થાય. સારા વાચન વિચારમાં જ રહે. મારું કલ્યાણ શાથી થાય ? એવી ભાવના જાગે. જ્ઞાનીના મુખથી સાંભળ્યું કે જગત બધું નાશવંત છે, બધા સંજોગે મળી આવ્યા છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy