SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ વચનામૃત-વિવેચન ૧૭૩ બધો વધી જશે, એનું કશું કહેવાય નહીં. પ્રમાદમાં પડ્યો તે ચૌદપૂર્વ ભર્યું હોય પણ સમકિત ન થયું તો પાછું અનંતકાળ સુધી રખડવું પડશે.' પ્રશ્ન-ચૌદપૂવ ધારી એટલે બધે ભણેલે છતાં કેમ પડી જતું હશે? - પૂજ્યશ્રી–મોહને લઈને પડે છે. અભ્યાસ જુદી વસ્તુ છે અને મોહ જુદો છે. છે. સમ્યગ્દર્શન ન હોય તેથી પડે છે. સમ્યગ્દર્શન હોય તે તે અને ચેતાવે છે. એના વિના બધું નિષ્ફળ છે. રુચિ બધાને આધાર છે. એકલું જ્ઞાન કંઈ બચાવે નહીં. સાથે મોહની મંદતા જોઈએ. સંસારથી ભય પામવું જોઈએ. મોહ છે એ જ સંસારનું મૂળ છે. મેહ છે ત્યાં સંસાર છે. સંસાર દુઃખરૂપ છે એવું લાગતું નથી. ભાવ ફેરવવાને છે. જ્ઞાનીના આશ્રયે ચાલે તે ભાવ ફરે. ધર્મનું મૂળ શ્રદ્ધા છે. જ્ઞાનીપુરુષે કહ્યું તે મોક્ષને માગે છે. શ્રદ્ધા કેના ઉપર કરવી તે બેસતું નથી. અા અને આંધળો બરાબર છે. અજ્ઞાનદશામાં ખબર પડે એવું નથી. સદાચાર અને ત્યાગવૈરાગ્ય સેવવાં. પુણ્યના યાને સદ્દગુરુ મળી આવશે. પુણ્ય જોઈએ. સપુરુષના ગે શાંતિ થાય છે. જ્યાં સુધી આત્મા જાગૃત નહી થાય, ત્યાં સુધી બધે ભય છે. સદ્દગુરુને ઓળખવામાં ભૂલ આવી તો બધામાં ભૂલ આવશે. ધમ સદ્દગુરથી શરૂ થાય છે, માટે એમ કહ્યું કે “બીજું કાંઈ શેધ મા. માત્ર એક સપુરુષને શોધીને તેનાં ચરણકમળમાં સર્વ ભાવ અર્પણ કરી દઈ વર્ચી જા” (૭૬). જેમ જેમ મુમુક્ષુતા આવશે, તેમ તેમ માર્ગ સમજાશે. છૂટવાની ભાવના મળી ન પડવા દેવી. “ ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય.” વૈરાગ્ય હશે તે આળખાણ થશે. મુમુક્ષુતા વધશે તેમ તેમ એળખાશે મુમુક્ષુ તે છે કે જે મેહથી મુઝાય છે. પુણ્ય અને ત્યાગવૈરાગ્ય હોય તે પુરુષની ઓળખાણ પડે. અનાદિકાળથી મહમાં પડયો છે. એના માટે તે રસ્તે બીજે જોઈ એ. “ઘણુંય ખાધું, ઘણું પીધું, પણ હવે છૂટવું છે” એવું થાય ત્યારે છુટાય. જ્યાં સુધી મોહ છે ત્યાં સુધી સપુરુષ ન ઓળખાય. જે આત્મજ્ઞાન થયું છે એવા પુરુષને પણ ચેતતા રહેવાનું જ્ઞાની પુરુષોએ કહ્યું છે, તે પછી જેને માર્ગાનુસારપણું પણ નથી તેણે તો કેટલી જાગૃતિ રાખ. વાની જરૂર છે! વિશેષ ભય રાખવાની જરૂર છે. જ્ઞાની પુરુષના ગે સમજણ આવે છે. ગ્યતા હશે તે સમજણ આવતાં વાર નહીં લાગે. વૈરાગ્ય ન હોય તેને જ્ઞાની પુરુષ ગમે તેવું કહે, પણ એ તેને સારું ન લાગે. એને તે મેહની વાત કરે તો ગમે, બીજુ ગમે નહીં. “ સમય જોયમ માં જમા ” ઘણુંવાર જીવ વાંચે છે, સાંભળે છે, પણ આ મને કહ્યું છે એમ લાગતું નથી. આ તે ગૌતમસ્વામીને કહ્યું છે, આપણને ક્યાં કહ્યું છે, એમ એને લાગે છે. જેમ જેમ ઉપદેશની સફળતા લાગશે, તેમ તેમ ઉપદેશ પરિણમશે. કૃપાળુ દેવ મને જ કહે છે એમ જાણ સાંભળવું, વિચારવું. “આત્મા નિત્ય છે” એમ જીવ કહે છે અને પાછે ભય પામે છે તેનું કારણ ઉપદેશબંધ થયેલ નથી. અથવા સાંભળે તે ગ્રહણ કર્યો નથી, સિદ્ધાંત પરિણામ પામતા નથી. બંધ બે પ્રકારે છે : એક ઉપદેશબોધ અને બીજો સિદ્ધાંતબેધ. ત્યાગવૈરાગ્યની ભૂમિકા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy