SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ધથનામૃત-વિવેચન ૧૬૩ આ છ પદ જેમને અનુભવથી સિદ્ધ થયાં છે એવા પરમ પુરુષનાં વચન સાંભળી જેમણે આત્માનો નિશ્ચય કર્યો ને પુરુષાર્થ કરી પોતાના આત્માને સાક્ષાત્કાર કર્યો તે પુરુષે પરિણામે સંસારના સંગ જે આધિ વ્યાધિ ઉપાધિરૂપ છે તેથી મુક્ત થયા છે, થાય છે અને થશે. જ્ઞાનીનાં વચન સાંભળ્યાં, શ્રદ્ધયાં અને અનુભવરૂપ નિશ્ચયસમકિત પણ થયું તે મેક્ષ અવશ્ય થશે. [ જે પુરુષોએ જન્મ, જરા મરણનો નાશ કરવાવાળો, સ્વસ્વરૂપમાં સહજ અવસ્થાન થવાને ઉપદેશ કહ્યો છે, તે પુરુષોને અત્યંત ભક્તિથી નમસ્કાર છે. તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ આત્મસ્વભાવ પ્રગટે છે. એવા સર્વ પુરુષ, તેનાં ચરણારવિંદ સદાય હૃદયને સ્થાપન રહો !] હવે પુરુષનો ઉપકાર કહે છે કે તેમણે આત્મસ્વરૂપમાં સહજ સ્થિતિ કરતાને ઉપદેશ કર્યો. જે પ્રમાણે વર્તવાથી ફળ શું? તે કે જન્મ જરા મરણાદિ નાશ થાય. આ અનંત દુઃખરૂપ સંસારમાંથી અનંતસુખરૂપ મોક્ષ પ્રાપ્ત કરાવવારૂપ મહાન ઉપકાર સપુરુષે બેધથી કર્યો છે. તેમાં તેમણે આપણી પાસે કંઈ બદલાની સ્પૃહા રાખી નથી. તેઓનું તે સર્વ કાર્ય પૂર્ણ થયું છે તેથી તેમને બદલે વાળી શકાય એવું આપણે કંઈ કરી શકીએ નહિ. તેમને સર્વ જીવ પ્રત્યે નિષ્કાર કરુણારૂપ ગુણ છે. તેમને આપણા પર કેટલે ઉપકાર છે એ વિચારતાં પણ પુરુષ પર પરમ પ્રીતિ પ્રગટે અને તેમના ઉપકારને નિરંતર સંભારતાં તેમના ગુણગ્રામ કરવાથી કર્મ ઘર થતાં આત્મસવભાવ-સમકિત પ્રગટે છે. આવા જે સત્પષે તેમનાં ચરણારવિંદ એટલે ૧. પગ, ૨. આચરણ, ૩. વચન (કવિતાના ભાગ ચરણ અથવા પદ કહેવાય છે), સદાય હૃદયમાં બહુમાનપણે પૂજ્યભાવે સ્થિર રહે. તે પદ કૃપાળુદેવે વર્ણવ્યું છે : સુખધામ અનંત સુસંત ચહી, દિન રાત્ર રહે તદ્દ ધ્યાન મહીં; પર શાન્તિ અનંત સુધામય જે, પ્રણમું પદ તે વર તે જય તે.” અનંત સુખનું ધામ એવું જે આત્મસ્વરૂપ તેને સંત નિરંતર ઈચ્છે છે અને રાતદિવસ તેના જ ધ્યાનમાં વર્તે છે. તેઓ પરમ શાંત અનંત સુખમય દશાને અનભવે છે એવું જે સપુરુષનું પદ, દશા તેને હું નમસ્કાર કરું છું. આવી રીતે કૃપાળુદેવે નમસ્કાર કરવામાં સર્વત્ર મર્મ બતાવ્યું છે. પરમ સુખસ્વરૂપ, પરમત્કૃષ્ટ શાંત, શુદ્ધચૈતન્યસ્વરૂપ સમાધિને સર્વકાળને માટે પામ્યા તે ભગવંતને નમસ્કાર. તે પદમાં નિરંતર લક્ષરૂપ પ્રવાહ છે જેને તે પુરુષને નમસ્કાર.” જે છ પદથી સિદ્ધ છે એવું આત્મસ્વરૂપ તે જેના વચનને અંગીકાર કર્યો સહજમાં પ્રગટે છે. જે આત્મસ્વરૂપ પ્રગટવાથી સર્વ કાળ જીવ સંપૂર્ણ આનંદને પ્રાપ્ત થઈ નિર્ભય થાય છે, તે વચનના કહેનાર એવા પુરુષના ગુણની વ્યાખ્યા કરવાને અશક્તિ છે; કેમકે જેને પ્રત્યુપકાર ન થઈ શકે એવો પરમાત્મભાવ તે જે કંઈ પણ ઈચ્છા વિના માત્ર નિષ્કારણ કરૂણાશીલતાથી આપે, એમ છતાં પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy