SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૯ વચનામૃત-વિવેચન શકાય છે, એ તે પ્રત્યક્ષ અનુભવની વાત છે, તો પછી તેને સર્વથા ક્ષય પણ થઈ શકે એટલે કે મોક્ષપદની, કષાય હિત અથવા કર્મબંધરહિત દશાની ખાત્રી થાય છે. છઠું પદ : તે મેક્ષને ઉપાય છે જે કદી કર્મબંધ માત્ર થયા કરે એમ જ હોય તો તેની નિવૃત્તિ કેાઈ કાળે સંભાવે નહીં; પણ કર્મબંધથી વિપરીત સ્વભાવવાળાં એવાં જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય, ભકત્યાદિ સાધન પ્રત્યક્ષ છે. જે સાધનના બળે કર્મબંધ શિથિલ થાય છે. ઉપશમ પામે છે, ક્ષીણ થાય છે. માટે તે જ્ઞાન, દર્શન, સંયમાદિ એક્ષપદના ઉપાય છે. ] છઠું પદ તે મોક્ષને ઉપાય છે –આસવ એટલે કર્મ આવવાનાં કારણ, કષાય વગેરે બતાવ્યાં, તેથી વિરુદ્ધ સ્વભાવવાળાં સંવરનાં કારણે બતાવે છે. જેથી કમ આવતાં અટકે અને જૂનાં કર્મ ખરી જાય તે સંવર અને નિરારૂપ મોક્ષને ઉપાય છે. જ્ઞાન–આત્મજ્ઞાન. પરને જાણી રહ્યો છે તેથી પાછું વળીને આત્મસ્વરૂપને જેમ છે તેમ જાણે તે કર્મ બંધાતાં અટકે. દર્શન –સમ્યક્દર્શન છવાજવાદિ પદાર્થોનું સ્વરૂપ જેમ ભગવાને કહ્યું છે તેમ શ્રદ્ધ અને આત્મસ્વરૂપને સાક્ષાત્કાર કરે તેથી કર્મ આવતાં રેકાય. સમાધિ–સમ્યક્રચારિત્ર. આત્મસ્વરૂપમાં સ્થિરતા કરવા ગની ક્રિયાને રેકે તેથી કર્મ નિર્જરે ને નવાં ન બંધાય. “આત્મપરિણામની સ્વસ્થતાને શ્રી તીકર સમાધિ કહે છે.” વૈરાગ્ય –ાગ નહિ તે. સંસારમાં દેહાદિમાં આસક્તિ છે તેથી કમ આવે છે. તે દેહાદિ, આત્માને અનુભવ થતાં તેને નીરસ લાગે, તે જ્ઞાન ગતિ વૈરાગ્ય છે. તેથી કમ નિજરે અને નવા ભવ ઊભા ન થાય. ભક્તિ –શુદ્ધાત્મા પ્રત્યે ભાવ, પ્રશસ્ત રાગ, શુદ્ધ સ્વરૂપને લક્ષ અને તે પ્રાપ્ત કરવા આત્મસ્વરૂપમાં તન્મયતા, પ્રેમ એથી પરવસ્તુને મોહ ટળે ને પુરુષની આજ્ઞાએ વર્તતાં પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરે. ભક્તિથી પોતાના દે, ઉણપ જાણી દુર કરે. પરમાત્મસ્વરૂપને ભજતાં પરમાત્માના ગુણે પ્રગટે. એમ આ બધાં સાધનો લૌકિક અર્થમાં નહિ પરંતુ ખરેખર શુદ્ધાત્મસ્વરૂની પ્રાપ્તિ માટે કરે તે મોક્ષનો ઉપાય છે. મોક્ષનાં આ સાધનામાં પ્રથમ જ્ઞાન એટલે સમ્યકજ્ઞાન કહ્યું છે. સમ્યજ્ઞાન તે આત્મા છે. તે શાથી પ્રાપ્ત થાય? ધ્યાન અને સ્વાધ્યાયથી. સ્વાધ્યાય એટલે આત્માને લક્ષ થવા અર્થે જે શીખવું ભણવું વિચારવું તે, જ્ઞાન આરાધના. તે સ્વાધ્યાય પાંચ પ્રકારે છે : (૧) વાચના એટલે ગુરુ પાસે કંઈ શીખવાની આજ્ઞા મળવી અથવા ગુરુ શિષ્યને વિધિપૂર્વક વાચના એટલે પાઠ આપે તે. (૨) પૃચ્છના એટલે પોતાની કે પરની શંકા દૂર કરવા વિનયપૂર્વક પૂછવું ને કહે તે અવધારવું તે. (૩) પરાવર્તન એટલે ફેરવવું, એક વખત વાંચેલું, મેઢે કરેલું ફરી ફરી વાંચવું, ફેરવવું, ધૂન લગાવવી. એથી ચિત્ત રોકાય છે અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy