SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ વચનામૃત-વિવેચન ૧૭ “ બાહ્યભાવ રેચક ઈલાં છે, પૂર અંતર ભાવ; કુંભક થિરતા ગુણે કરી છે, પ્રાણાયામ સ્વભાવ.” (ચોથી દષ્ટિ) કેટલાકને શ્વાસ રોકે તેથી રિદ્ધિસિદ્ધિઓ પ્રગટે છે, તેથી જીવ અવળે રસ્તે ચઢી જાય. જ્ઞાનીની દોરવણી જે ન હોય તે કયાંય ને ક્યાંય માથું ભરાઈ જાય. જ્ઞાનીને આધારે બધા ચોગ સાધવાના હોય છે. નહીં તે ક્યાંય તણાઈ જાય. શ્વાસોશ્વાસ સ્થિર થવાથી મન સ્થિર થાય છે. તેથી ઇન્દ્રિયો પણ પ્રબળ થાય છે. અને તેથી બે ચાર ગાઉ દૂરની વાત પણ સાંભળી શકે. તેથી જીવને એમ થાય કે જુઓ! મને આત્મા પ્રાપ્ત થયે, એમ માની બેસે તેથી અવળે રસ્તે ચડી જાય. શ્વાસ રેકે પણ જ્ઞાની વગર મહ ડરતા નથી. જ્ઞાનીના બધા સિવાય મેહ જવાનો રસ્તો નથી. અજ્ઞાની દ્વારા કંઈ સાધન કલ્યાણરૂપ થતું નથી. જ્ઞની દ્વારા એ સાધન મળ્યું હોય તે કલ્યાણરૂપ થાય. શુદ્ધાત્માને પુદ્ગલની સાથે કશી લેવાદેવા નથી, પણ જ્યાં સુધી સંસારમાં છે ત્યાં સુધી જીવને પુદ્ગલની સાથે સંબંધ છે. યંસુધી વિભાવ આત્મા છે, ત્યાંસુધી કઈક કોઈક પુદ્ગલે નિકટ સંબંધના છે. કઈ કઈ પુદ્ગલમાં આત્માની વિશેષ છાયા હોય છે, કેટલાક પરમાણુ એવાં હોય છે કે તેથી આત્મા ઝટ પ્રાપ્ત થાય. જ્ઞાનીએ કહ્યું હોય કે “આનું તું ધ્યાન કરજે' તે ત્યાં આગળ આત્મા પ્રગટે. વિ. ૪૭૩] ૧૫ર શ્રી રા. આ. અગાસ, આસો સુદ ૮, ૨૦૦૯ જેવા પ્રસંગ મળે તેવો જીવ થઈ જાય છે. અનેક પ્રકારે વિકલ્પ જીવને થયા કરે છે. મનને નવરું ન રહેવા દેવું. કંઈક કામ સોંપવું. વાંચવાનું, સ્મરણનું ગમે તે કામ એને આપવું. નહીં તો કેવા કર્મ બાંધે તેનું કશું કહેવાય નહીં. જ્ઞાનીનાં વચનમાં ચિત્ત રહે તે ધર્મધ્યાન થાય, નહીં તે આર્તધ્યાન થયા કરે, તેથી કર્મ બંધાય. નવરે પડે ત્યારે બીજા વિકલ્પો આવે છે. કામ હાથમાં હોય તો તેમાં ચિત્ત રહે છે. મન બહુ તોફાની છે. એને કંઈ કામ જોઈએ. મનરૂપી બાબરાભૂતને જ્ઞાનીની આજ્ઞારૂપી વાંસ ઉપર ચઢઉતર કરાવે તે વશ થાય એવું છે. મનને થકવી નાખવાનું છે. કમના ધક્કા વખતે આ મને એગ્ય છે કે અયોગ્ય છે એને વિચાર રહેતું નથી. બહુ ઉત્તમ શિખામણ છે. જીવ મૂંઝવણ વગર રહેતું નથી. તેથી સમયે સમયે કર્મ બાંધે છે. મુઝાવાની જરૂર નથી. મનને વાંચવા, વિચારવા, શેખવા, લખવામાં રાખવું. કામ હોય ત્યાં સુધી મન ઠીક રહે, પણ નવરુ પડયું પાણીના રેલાની પેઠે નીચી દશાએ જાય. તેથી ઘણાં કર્મ બંધાય છે. મનને ન ગમતું હોય તે જ કામ કરાવવું છે. જીવને પિતાને ગમતું હોય ત્યારે લહેર પડે અને ન ગમે એવું હોય ત્યારે મુઝાય. મનને એકાગ્ર કરવાનું છે. “અજ્ઞામાં જ એકતાન થયા વિના પરમાર્થના માર્ગની પ્રાપ્તિ બહુ જ અસુલભ છે.” (૧૪૭) આજ્ઞામાં રહેવું એ સિવાય મનને વશ કરવાનો બીજો રસ્તો નથી. પહેલાં પોતે કમ બાંધ્યાં છે તે ભોગવવાં પડે. એવે ને એ તીવ્ર ઉદય હંમેશાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy