SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ બેધામૃત દેહ મને મદદરૂપ છે, તેથી ઉપચાર કરું છું. દેહ આત્માને કામ આવે તેથી ઉપચાર કરું છું. તે એનું ફળ સમભાવ આવે. દેહ છેડતી વખતે “દેહ છૂટી જશે, ભોગ કેમ ભેગ વાશે?” એવું આર્તધ્યાન ન કરવું, પણ જ્ઞાનીએ જે કહ્યું છે તે છેલ્લે સુધી લક્ષમાં રાખવું. દેહને લક્ષ રહ્યા કરે તે આર્તધ્યાન છે. તે મૂકી છેવટ સુધી આત્માના વિચારમાં લીન રહેવું. જ્ઞાનીનું શરણ રાખવું. જ્ઞાનીથી મારું કલ્યાણ થશે એમ શ્રદ્ધા રાખી ભય ન રાખવો. ખેદ પણ ન કરો એવી આજ્ઞા શ્રી તીર્થકર જેવાએ કરી છે. દેહ એ નવી વસ્તુ નથી, છોડવા જેવી છે. મરણથી ગભરાવું નહીં. જે કંઈ મનમાં હોય તે જ્ઞાનીને કહી દેવું. આત્મા અનંત સુખનું ધામ છે એ લક્ષ રાખ. મહાવીરે કહ્યું છે કે સંસારમાં બધું નાશવંત છે, રહેવાનું નથી તે એને માટે આત્માને શા માટે દુઃખી કરે છે ? જ્ઞાનીનાં વચનને વિચાર ન કરે તે અવિચાર છે. હું આત્મા છું એમ ન જાણવું તે અજ્ઞાન છે. હું નિત્ય છું, અભેદ્ય છું, અદ્ય છું, જન્મ જરા મરણથી રહિત છું, એવી ભાવના કરવી. જ્ઞાની પુરુષના કહ્યામાં વૃત્તિ ન રહે તે મેહ છે. આત્મવિચાર આત્મગતિનું કારણ છે. પ્રશ્ન-સદ્દવિચાર કેમ આવે? - પૂજ્યશ્રી–જ્ઞાનીનાં વચનનું મહાઓ લાગે, મારે એ જ આધાર છે, એ જ તારનાર છે, જ્ઞાનીની આજ્ઞા છે તે અપૂર્વ છે એમ લાગે, તે તેના વિચાર આવે. પછી સહેજે બીજી ઈચ્છા ન રહે. [વ. ૪૬૧] ૧૪૭ શ્રી રા. આ. અગાસ, આસો સુદ ૧૨, ૨૦૦૯ કૃપાળુદેવ સોભાગભાઈને વડીલ માને છે તેથી “આપની કૃપાથી અત્રે કુશળક્ષેમ છે” એમ લખે છે. કૃપાળુદેવને જ્યાં લોકોને વધારે પરિચય થાય ત્યાં જવું નથી એમ એમને વિચાર છે. આ સાલ પર્યુષણમાં તદ્દન ગુપ્ત જેવા રહ્યા છે. ઘણુંખરું વડોદરા પયુંષણ કર્યા છે ત્યાં શ્રી સૌભાગભાઈ વગેરે થોડા જણ આવ્યા હશે. પયુષણ પછી પેટલાદ ખંભાત થઈ મુંબઈ ગયા છે. પ્રભુશ્રીજીનું ચોમાસું મુંબઈ છે. પર્યુષણ પહેલાં કૃપાળુદેવ સોભાગભાઈને લખે છે કે મુમુક્ષુ જીવ હોય તેને મોહના કારણથી મૂઝવણ થાય છે તે પછી જ્ઞાનીને એ કેમ ગમે? ઈછા નથી છતાં ઉપાધિ યેગમાં જ્ઞાની પુરુષને પ્રવર્તવું પડે છે. કર્મને ઉદય એટલે બધે છે કે જેને બહુ લાભ હોય તે પણ એવી પ્રવૃત્તિ ન કરે. તદ્દન નિઃસ્પૃહ છે, છતાં રાતદિવસ ઉપાધિની પ્રવૃત્તિ કરે છે. એ કામ કરવું પડે છે તેથી કંટાળીએ છીએ એમ નથી, પણ ઉપાધિને યોગે સત્સંગ અને નિવૃત્તિને વિયેગ રહે છે, તેથી ખેદ થાય છે. જે સદા ભજવાયેગ્ય છે, તેને વિચગ રહે છે. એાળખાણ થયા પછી આત્મા વેદાય છે. આત્મજ્ઞાન રહ્યા કરે છે. આત્મજ્ઞાન થયા પછી ચાલુ જ રહે. આત્મા સંબંધી વાત કરવી કે લખવું, એવું ઉપાધિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy