SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ બેધામૃત કરવાથી રિદ્ધિસિદ્ધિ પ્રગટે છે અને કેટલાકને સ્વાભાવિકપણે હોય છે. સમ્યગ્દર્શન એ આત્માની પ્રતીતિ છે. રિદ્ધિસિદ્ધિનું માહાસ્ય લાગે તે સમકિત જતું રહે. પછી એને આત્માનું માહાસ્ય ન રહે. સમ્યગ્દર્શન થાય તેથી રિદ્ધિસિદ્ધિઓ પ્રગટે જ એમ નથી. જ્ઞાનીને રિદ્ધિસિદ્ધિઓ પ્રગટી હોય તે તેને રોગ જેવી જાણે. આત્મામાં પ્રવૃત્તિ થાય ત્યારે તો બહારની વસ્તુનું માહાસ્ય રહે નહીં. પણ જ્યારે આત્મામાંથી ચૂકી પ્રમાદમાં આવે ત્યારે રિદ્ધિસિદ્ધિ ફેરવવાનું થાય છે. જેમ જેમ ગુણસ્થાનક વધે છે અને મનની નિર્મળતા થાય છે, તેમ તેમ રિદ્ધિસિદ્ધિઓ વધારે વધારે પ્રગટે છે. પ્રભુશ્રીજી કહેતા કે રિદ્ધિસિદ્ધિમે તો લાત મારીને કાઢી મૂકી છે. જે રિદ્ધિસિદ્ધિ ફેરવવા જાય તે છેઠેથી પડી પહેલે આવી જાય. અગિયારમેથી પડીને પણ પહેલે ગુણસ્થાનકે આવે છે. અહંભાવ હોય ત્યાં સમકિત ન રહે. “અનાદિ સ્વપ્નદશાને લીધે ઉત્પન્ન થયેલે એ જીવને અહંભાવ મમત્વભાવ, તે નિવૃત્ત થવાને અર્થે આ છ પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે.” (૪૯૩). અહંભાવ મમત્વભાવથી રહિત આત્મા છે. એમ જેને થયું છે, તેને સમકિત પ્રાપ્ત થાય છે. સમકિતીને મનવચનકાયાથી કઈ પણ ચમત્કાર કરવાની ઈચ્છા ન થાય. (અહીં ભતૃહરિ અને શુભચંદ્રનું દૃષ્ટાંત આપ્યું હતું). આમ દયાને લીધે કે બીજાના આત્મલાભને અર્થે જ્ઞાની સિદ્ધિ ફેરવે છે, પણ તે સહેજે સ્કૂરે છે. મારે ચમત્કાર દેખાડે છે, એવું જ્ઞાનીને મનમાં ન હોય. એવું હોય તે પહેલે ગુણસ્થાનકે આવતા રહે. જ્ઞાની પુરુષથી સ્વાભાવિક રીતે કેટલાક ચમત્કાર થાય છે. પણ તે ચમત્કારે આત્મા કરતાં ચઢિયાતા કદી ન લાગે. સમ્યગ્દર્શન ન હોય ત્યાં સુધી બધું જ્ઞાન અજ્ઞાનરૂપ છે. આત્મસ્થિરતા વિશેષ થાય તેથી રિદ્ધિસિદ્ધિઓ વધારે પ્રગટે છે. સંઘ વગેરેનું કામ આવી પડે તે જ્ઞાની રિદ્ધિસિદ્ધિઓ ફાવે છે અને તે પણ નીચેની દિશામાં ફેરવવાનું હોય છે. કેવળજ્ઞાન હોય ત્યાં તે રિદ્ધિસિદ્ધિ ફેરવવાનું નથી હોતું. કૃપાળુદેવ કહે છે કે માર્ગાનુસારીપણું એ દશા અમને નથી. અજ્ઞાનગીપણું અમને જન્મથી જ નથી. સમ્યગ્દર્શન અમને છે. હઠયોગ સાધવાથી રિદ્ધિસિદ્ધિઓ પ્રગટે એવી ઈચ્છા પણ અમને નથી. આત્માની નિર્મળતા થાય ત્યારે એ પ્રગટે છે. તમને આ પત્ર લખે ત્યારે અમને અમારામાં રિદ્ધિસિદ્ધિઓ છે કે નહીં એમ તપાસવું પડયું. તપાસતાં એમ લાગ્યું કે છે તે ખરી. તમે પિતાને દુઃખી માને છે પણ દુઃખી નથી. રામના વનવાસના એક દિવસ જેટલું, પાંડના તેર વર્ષની એક ઘડી જેટલું કે ગજસુકુમારની વેદનાની એક પળ જેટલું પણ તમને દુઃખ નથી. મુમુક્ષુએ ધીરજ રાખીને બધું સહન કરવાનું છે. જે થાય તે જોયા કરવું. ગમે તેટલી મુશ્કેલી આવે તે પણ ધીરજ રાખવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy