SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ E બોધામૃત ભાવના છોડવી પડે. કલ્યાણ કરવું હોય અને બહારની વસ્તુઓને વિશ્વાસ રાખે તે થાય નહીં. જ્યાં આગળ છોડવાનાં છે ત્યાં કર્મ બાંધે તો ક્યાં છે? પ્રભુશ્રીજીના બેધમાં આવે છે કે “શું કરવા આવ્યો છું અને શું કરું છું ?' એ વારંવાર તપાસવાનું છે. અહીં આવીને પણ છવ કર્મ બાંધવા હોય તે બાંધે. બહારથી સારું સારું જોઈ વિશ્વાસ રાખવા જેવો નથી. અવિષમભાવ અને જ્ઞાનનો યોગ હોય તો દુષમકાળનું બળ ન ચાલે. સમભાવ કેમ આવે? એ જ્ઞાનીથી જાણી લેવું જોઈએ. અવિષમભાવ અને જ્ઞાનનો યોગ હોય ત્યાં જવા ધર્મ પામે; કેમકે, પિતે આશ્રિત થયેલ છે અને જ્ઞાનનો એને યોગ છે. અનાદિકાળથી જીવ કંઈને કંઈ ધર્મ તે સેવે છે પણ ઊંધું કરે છે. પ્રભુશ્રીજી કહેતા કે “તારી વારે વાર.” તેવું કૃપાળુદેવ લખે છે. વિ. ૩૭૭] જ્ઞાની પુરુષે આત્મા ઓળખવા અસંખ્ય ગ કહ્યા છે. છ પદ, આઠ દષ્ટિ, નવ તત્ત્વ એમ અનેક વેગ કહ્યા છે, તેમ આ નવ પદ પણ એક યોગ છે. મુક્ત ભાવમાં મોક્ષ છે. સંસારમાં જ્ઞાની શું કરે છે? અવળાનું સવળું કરે છે. કષાય થાય ત્યારે નિ: દષિાય ભાવ કરે. કેઈ ગાળ ભાંડે, તો સારું થયું એમ માને, તેથી કમ છૂટે છે. ભક્તિમાન છે તેને જ્ઞાનીનું અવલંબન છે. જ્ઞાનીને પિતાની સમજણનું અવલંબન છે. એ પોતાની પરિણતિ જ સુધારે છે. એ અંતરાત્મા થયા તેથી પરમાત્માપણું એમને સમજાયું છે. તેથી એને લક્ષ રહે છે. એવી દશા જેમને થઈ છે તેમને પરના અવલંબનની જરૂર નથી. એ પિતાની પરિણતિ સુધરે એમ કરે છે. જ્ઞાની સુખદુઃખમાં અવિષમ રહે છે. પિતાની પરિણતિ સંસાર ભણુ ન વળે એ સાચવે છે. બીજું તે શું કરે? પ્રારબ્ધ તો ભોગવવું પડે. જ્ઞાનીનું પ્રારબ્ધ છના કલ્યાણ માટે છે. “કમંદદય જિનરાજનો, ભવિજન ધર્મ સહાય પ્રભુજી.” (કે. વિ. ૩). મારે આ ઉદય નથી જોઈતો અને આ જોઈએ છે એમ કરે તો પાછાં નવાં કર્મ બંધાય છે. જ્ઞાનીનું કામ તો સમભાવ રાખવાનું છે. [વ. ૩૭૮]. ૧૦૫ શ્રીરા. આ૦ અગાસ, કારતક સુદ ૬, ૨૦૧૦ ઇશ્વર છે કે કેમ? એમ સોભાગભાઈએ પૂછ્યું હશે. કૃપાળુદેવે લખ્યું કે એ વિચાર પડી મૂકી “સમયસારનું વાચન કરશે તે ખબર પડશે. ઈશ્વર પ્રત્યે ભક્તિ હોય ત્યાં સુધી જગતમાં ગમે તેટલું દુઃખ આવે તોય સહન કરે; અને ઈશ્વરને આધાર નથી, મારા ઉપર જ આધાર છે એમ હોય તે દુઃખ વધારે લાગે. - કર્તા પદમાં જ આવે છે કે “કર્તા ઈશ્વર કેઈ નહીં, ઈશ્વર શુદ્ધ સ્વભાવ.” જ્ઞાની દ્વારા જેમ છે તેમ સમજાશે, એ લક્ષ રાખી બને તેટલું “સમયસારનું વાચન કરી વિચા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy