________________
બોધામૃત
છે. આત્માનું સુખ ઈચ્છાઓ કરવાથી જતું રહે છે. ઈચ્છાઓનો નાશ કર્યા વગર સુખ ન મળે. બધા ય વગર આત્મા રહી શકે છે. સિદ્ધભગવાનને શરીર નથી, આહાર નથી, તે પણ રહે છે ને ? રહી શકે છે. એક પરમાણુ માત્ર ગ્રહણ કરવું એ સર્વ સુખને નાશ છે.
જ્યારે પરવસ્તુની ઇચ્છા કરે છે, ત્યારે સુખ જતું રહે છે. “ક્યા ઇચ્છત ખેવત સબે, હૈ. ઈચ્છા દુઃખ મૂલ” બહુ વિચારવા જેવી વાત છે. જ્ઞાનીની કહેલી એક વાત પણ જે ગ્રહણ કરી તે બસ.
મિથ્યા મંદ થાય ત્યારે ખરો ધર્મ પ્રગટે. એ મિથ્યાત્વ નાશ કરવાનું છે. જ્યાં સુધી મિથ્યાત્વ છે ત્યાં સુધી ચેતવા જેવું છે. કેણ જાણે કેવું કર્મ ઉદયમાં આવે અને ક્યાં લઈ જાય.
૪૨ શ્રીમદ્ રા. આ. અગાસ, કાર્તિક સુદ ૨, ૨૦૦૮ એક ભાઈ-ક્રોધ ન થાય એને ઉપાય છે ?
પૂજ્યશ્રી–સમજણ આવે પછી ક્રોધ મંદ પડે છે. ક્રોધ આવે ત્યારે વિચારે કે ક્રોધ કરું છું પણ એ તે ઝેર છે. મને આથી નુકસાન થાય છે, માટે મારે નથી કરે. “પ્રત્યક્ષ કષાયાદિનું તીવ્રપણું હોય, પણ તેના અનાસથી, તેના અપરિચયથી, તેને ઉપશમ કરવાથી તેનું મંદપણું દેખાય છે” (૪૯૩), એ ઉપાય છે. જેમ જેમ દોષ દેખાય તેમ તેમ દોષને કાઢવાનો ઉપયોગ રાખે તે નીકળે.
એક ભાઈ – ભક્તિ કરવી ત્યારે મૌનપણે કરવી કે મોટેથી બેલીને કરવી ?
પૂજ્યશ્રી—આપણું ચિત્ત જે વિક્ષેપવાળું હોય તે મોટેથી બેલવું. જેનું ચિત્ત થોડું બીજું સાંભળતાં ત્યાં જતું રહે એવું વિક્ષેપવાળું હોય, તેણે મોટેથી ભક્તિ કરવી, જેથી તેનું ચિત્ત બહાર ન જાય. આપણે સ્મરણ બેલીએ છીએ ત્યારે એક જણ આગળ બેલે અને પછી બધા ય લે છે. એમ બેલવાથી ચિત્ત સ્થિર રહે છે. જે આપણું ચિત્ત વિક્ષેપરહિત હોય તે ભક્તિ મૌનપણે કરવી. અથવા હઠ ફરકાવ્યા વિના કાર્યોત્સર્ગરૂપે કરે તે મેટેથી બોલે તેના કરતાં દશ ગણે લાભ થાય. પણ–“જ્યાં જ્યાં જે જે યેગ્ય છે, તહાં સમજવું તેહ.” સ્યાદ્વાદ માર્ગ છે. માટે સમજીને પિતાની ભૂમિકા તપાસીને કરવું. ચિત્ત વિક્ષેપવાળું હોય અને કાર્યોત્સર્ગમાં ઊભું રહી ભક્તિ કરે તે પ્રસન્નચંદ્ર રાજર્ષિની જેમ લડાઈ કરવા લાગે. માટે સમજીને કરવું.
૪૩ શ્રીમદ્ રા. આ. અગાસ, કાર્તિક સુદ ૮, ૨૦૦૮ ગમે ત્યાં જઈએ તે પણ ભક્તિ, વાચન, વિચાર કરવાનું રાખવું. એક ભાઈ_વૈરાગ્ય શાથી થાય ?
પૂજ્યશ્રી—વિચારથી, શરીરને વિચાર કરે કે આ શરીર ઉપરથી સારું દેખાય છે, પણ એની અંદર શું ભરેલું છે ? એનું સ્વરૂપ કેવું છે ? એમ જે વિચાર કરે તે વૈરાગ્ય થાય. વૈરાગ્યની જરૂર છે. પ્રથમ “હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કેઈપણ મારાં નથી,” એમ કહ્યું. એટલું થાય તે મનાય કે “શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એ
o.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org