________________
સંગ્રહ ૨
ઊપજે મહ-વિકલ્પથી, સમસ્ત આ સંસાર;
અંતરમુખ અવલેકતાં, વિલય થતાં નહિ વાર.” (૯૫૪) આત્મા ભણું વળે તે મારું મારું” થાય નહીં. મારું મારું” એ ભૂલવાનું છે. બધું દેખાય છે તે સ્વપ્ના જેવું છે. મેળામાં ઘણા પ્રકારની દુકાને હોય છે. ત્યાં કઈ મેટરમાં બેસે છે, કઈ ઘોડે ચડે છે, અને ડીવારમાં બધા વિખરાઈ જાય છે તેમ મરણ થાય ત્યારે બધું વિખરાઈ જાય છે. આત્માની સંભાળ અને તેની જ કાળજી રાખવાની છે. જેટલે વિકાસ કરે તેટલે શેડે છે, કેમકે આત્મા અનંત જ્ઞાનવાળે છે.
જ્ઞાની પુરુષોએ કહ્યું છે તે ભૂલવા જેવું નથી. પોતાની મેળે બહુ કર્યું છે. “વહ સાધન બાર અનંત કિયે, તદપિ કછુ હાથ હજુ ન પર્યો.” “રકે જીવ સ્વછંદ તે, પામે અવશ્ય મોક્ષ.” જ્ઞાની સિવાય થાય નહીં. “સત્સાધન સમયે નહીં, ત્યાં બંધન શું જાય?”
પિતાથી બને તેટલું કરવું. ન થતું હોય તે ભાવના કરવી. આત્માને ઓળખે તે સુખી થાય; નથી ઓળખે તે પુરુષાર્થ કર. શ્રેણિક રાજાને અનાથીમુનિએ કહ્યું: આત્મા છે, તે જ કર્મને કર્યા છે, તે જ કર્મને ભક્તા છે અને કર્મને ટાળનાર પણ તે જ છે. રાજાને શ્રદ્ધા થઈ ગઈ તેથી ફર્યા નહીં, પછી તીર્થંકર નામકર્મ બાંધ્યું. બળ કરવાની જરૂર છે. બળિયે થાય ત્યારે થાય. પણ પાછો થાકી જાય છે. જેને માથે ધણી છે તેને શી ફિકર છે? “ધિંગ ધણું માથે કિયા રે, કુણ ગંજે નર બેટ, વિમલ જિન, દીઠાં લેયણ આજ.” મુમુક્ષુ–સમરણ કરતી વખતે કેવા ભાવ રાખવા? પૂજ્યશ્રી–સમભાવ રાખ. સમજણ સારી કરવાની છે. જે સ્મરણ મળ્યું છે તે આત્મા
જ આપે છે. માટે જેટલી બને તેટલી જ્ઞાનીની આજ્ઞા આરાધવી. મુમુક્ષુ–“મુક્તિ સંસાર બિહુ સમ ગણે” એટલે શું? પૂજ્યશ્રી“મેક્ષ કહ્યો નિજ શુદ્ધતા.” જેટલો સમભાવ હોય તેટલે મેક્ષ થયો કહેવાય
છે. જ્ઞાનીને તે સિદ્ધશિલા પર હોય તેય સમભાવ છે અને પ્રારબ્ધના ઉદયથી ઘરમાં રહેતા હોય તો પણ સમભાવ છે.
૪૧ શ્રીમદ્ રા. આ. અગાસ, કાર્તિક સુદ ૧, ૨૦૦૮ મહાપુરુએ જે જે કહ્યું છે તે બધું આત્માના હિત માટે કહ્યું છે. માટે મનમાં નિશ્ચય રાખ કે એ જ મારે કામનું છે. જ્ઞાનીને જે ગમે તે જે આપણને ગમે તે સમકિત છે. જ્ઞાનીને આત્મા ગમે છે, જે આપણને આત્મા ગમે તે સમક્તિ છે. આત્મા સિવાય બધી વસ્તુઓ વિનાશી છે. આત્મા ઈન્દ્રિયોથી જાણી શકાતો નથી કે કેઈના હાથમાં આવે તેવો નથી. ઉપગ ઉપગમાં જોડાય ત્યારે આત્મા હાથમાં આવે. આત્મા ઉપગથી ઓળખાય છે. “છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપગી સદા અવિનાશ.” ઉપયોગ વિના પકડાય એ નથી. મહાપુરુષોએ બધેથી ઉપગ રેકી એક આત્મામાં ઉપયોગ જેડ્યો છે.
અંદરથી ઈચ્છાઓને રેકવી એ તપ છે. મેટી ભૂલ એ છે કે જીવ ઇચ્છાઓ કરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org