________________
સંગ્રહ ૨ પૂજ્યશ્રી–જ્ઞાની પુરુષને વેગ હોય તે શુષ્કજ્ઞાનીપણું અને ક્રિયાપણું પણ ન આવે. તે જ્ઞાની-સદ્ગુરુનાં લક્ષણ હવે કહે છે –
આત્મજ્ઞાન, સમદર્શિતા, વિચરે ઉદયપ્રગ;
અપૂર્વ વાણી, પરમ શ્રુત, સદ્ગલક્ષણ .” પિતાના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન હોય, શત્રુ મિત્ર પ્રત્યે પણ સમભાવ હોય. એવી દશા છતાં સંસારમાં કેમ વર્તવું પડ્યું ? તે કે પૂર્વે જે કર્મ બાંધ્યાં છે તે નિવર્તવાને માટે, તેને અનુસાર વર્તે છે. પુરુષનું એાળખાણ તેમની વાણીથી થાય છે.
ગૌતમસ્વામીને પણ આત્માની જ શંકા હતી. પછી ગૌતમ જ્યારે મહાવીર પાસે ગયા કે તરત સમાધાન થઈ ગયું.
જીવ જ્યારે ગૂરણથી શેલતે હોય ત્યારે એવો એગ મળે તે સમાધાન થઈ જાય. આત્મજ્ઞાની પુરુષે આત્માને જાગૃત કરે છે. નહીં તે જીવ પાંચ ઇન્દ્રિયના વિષયમાં જ આસક્ત રહે છે. તેમાં દુઃખ છે અને આ જીવ સુખ માને છે. કૃપાળુદેવે ઉપદેશછાયામાં કહ્યું છે કે સિદ્ધ ભગવાનના એક પ્રદેશનું સુખ અને આખા લેકનું સુખ એ બેમાં સિદ્ધના એક પ્રદેશનું સુખ અનંતગણું ચઢી જાય છે. છતાં જીવ કેમ નથી પ્રાપ્ત કરતો ? | સરુષને વેગ નથી થ; અને એગ થયો તે અધિકારીપણું નથી આવ્યું. એટલે કે વૈરાગ્ય–ઉપશમ એની સાથે નથી આવ્યા, સ્વછંદ નથી ગયે. એક મળ્યું તે બીજું નથી મળ્યું, એટલે રખડ્યો. બધી જોગવાઈ મળે ત્યારે બને. | દુઃખ લાગ્યું નથી. કેટલાય જન્મમરણ કર્યા, છતાં હજુ સુધી દુઃખ લાગ્યું નથી. જ્ઞાનીના વચનથી લાગે છે. જે સપુરુષને એગ ન હોય તે સત્સંગ કરે, સશાસ્ત્રનું વાચન કરવું. તેથી પુણ્ય બંધાય તો જ્ઞાની પુરુષને વેગ થાય, અને જેમ પુણ્ય વધે તેમ આજ્ઞાનું આરાધન થાય. પુરુષને ગ મ હોય અને સ્વછંદ ન ગયે હોય તે કંઈ થાય નહીં. માનાદિકને રેકે ત્યારે થાય એમ છે. મતાથીપણું જાય તે બોધ પરિણામ પામે. માર્ગને મૂળ હેતુ વિનય છે. એ વિનયગુણ પ્રગટે ત્યારે બને.
૩૯ શ્રીમદ્ રા. આ. અગાસ, આસો વદ ૪, ૨૦૦૭ મનુષ્યભવ પામીને આત્માનું હિત કરવાનું છે. સત્સંગની જરૂર છે. નિમિત્તાધીન જીવ છે. જેવા નિમિત્ત મળે તેવા ભાવ થઈ જાય છે. સ્ટેશન પર જઈએ તે ત્યાંની વાત સાંભળવાના ભાવ થશે, દવાખાનામાં જાય છે તેવા ભાવ થાય, અને ધર્મના સ્થાનમાં જઈએ તે ધર્મના ભાવ થાય. માટે સારાં નિમિત્તની જરૂર છે. મનુષ્યભવ પામીને આટલી વાતોને વિચાર કરવાને છે –
હું કોણ છું? કયાંથી થયે ? શું સ્વરૂપ છે મારું ખરું ?
કેના સંબંધે વળગણ છે, રાખું કે એ પરહરું ?” મુમુક્ષુ-વળગણ એટલે શું? પૂજ્યશ્રી– ઘર કુટુંબ, માબાપ, ભાઈ, બહેન એ બધા સંબંધે છે તે વળગણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org