________________
બધામૃત હું સમકિત વગર દેહ છોડું તે ઠીક નહીં. મારે મનુષ્યભવ નકામે ન જાય એવું કંઈકે કરે. તેના ઉત્તરમાં કૃપાળુદેવે એ છ પદને પત્ર લખી મેકલ્યા હતા. પછીથી સોભાગભાઈએ કૃપાળુદેવને જણાવેલું કે એ પત્ર મેઢે થે મુશ્કેલ પડે છે માટે ગાવાનું હોય તે. ઠીક પડે. ત્યારે કૃપાળુદેવે આત્મસિદ્ધિ શાસ્ત્ર લખ્યું હતું. એમાં છ પદને વિસ્તાર કરેલ છે.
૩૭ શ્રીમદ્ રા. આ. અગાસ, આસે વદ ૨, ૨૦૦૭ એક ભાઈ– મારે ચોથું વ્રત બ્રહ્મચર્ય લેવું છે.
પૂજ્યશ્રી–આત્માને માટે કરવાનું છે. નિશ્ચય છે ને? પ્રભુશ્રીજી કહેતા કે એક હાથમાં ઝેર અને એક હાથમાં કટાર લે. મરી જવું, પણ વત ભંગ ન કરવું.
૩૮ શ્રીમદ્ રા. આ. અગાસ, આસો વદ ૩, ૨૦૦૭ આત્મસિદ્ધિશાસ્ત્ર વિચારવા એગ્ય છે. કંઈક સંસારમાં દુઃખ લાગે તે વિચાર પણ આવે. પહેલી ગાથામાં જ કે વૈરાગ્ય છે !
જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત.” અનંત દુઃખ પામે છે, માટે જ્ઞાની પુરુષે વચનવડે જાગૃત કરે છે. જેમ ચંદ્ર ઘણે દૂર છે, તે પણ તે ચંદ્રની સામે આંગળી કરીને આપણને બતાવે ત્યારે ચંદ્ર આપણને દેખાય છે. તેમ આત્મા તે અરૂપી પદાર્થ છે, આંખથી દેખાય નહીં. કઈ પણ ઈન્દ્રિયથી તે જણાતું નથી. તે પણ પુરુષને વચનમાં ચમત્કાર હોય છે તેથી આત્માનું ભાન થાય છે. એ આત્માનું સ્વરૂપ સમજવા માટે આખી આત્મસિદ્ધિ લખી છે. પોતે તે સ્વરૂપ થઈને કહ્યું છે. સંસારમાં રહ્યા છતાં પણ તે સ્વરૂપને ન ભૂલ્યા. અનુભવજનિત વચમાં ચમત્કાર છે. જેણે તે સ્વરૂપ સમજાવ્યું તે સદ્ગુરુદેવને નમસ્કાર.
જગતમાં બ્રાંતિ વધારનાર અસદ્દગુરુ છે. માટે સદ્ગુરુ જીવને ચેતાવે છે કે ક્રિયાજડ થઈશ નહીં, શુષ્કજ્ઞાની થઈશ નહીં. જે ક્રિયાજડ હોય છે તે માત્ર કિયામાં જ રાચી રહ્યા છે. ક્રિયા શા માટે કરવી છે? એથી આત્માનું કલ્યાણ થાય છે કે નહીં? એ વિચાર્યા વિના માત્ર બાહ્ય ક્રિયા કરે અને જ્ઞાનને નિષેધે છે કે જ્ઞાનનું આપણે શું કામ છે? જ્ઞાનનું ફળ વિરતિ છે, તે તે આપણને આવી ગઈ છે. “લઘું સ્વરૂપ ન વૃત્તિનું, ગ્રહ્યું વ્રતઅભિમાન.” એમ માત્ર ક્રિયામાં જ રાચી રહે છે, તે ક્રિયાજડ છે. -
કેટલાક શુષ્કજ્ઞાનીઓ છે. તે કહે છે કે આત્મા બંધાયેલ નથી, તેથી તેને મેક્ષ પણ નથી. આત્માને કંઈ કર્મ બંધાતાં નથી, સિદ્ધ જેવો છે. માટે કંઈ કરવું નહીં. એમ કહે અને વર્તે પાછા મેહમાં. તે નરકે પણ જાય. જે ક્રિયાજડ છે તે તે કંઈક પુણ્ય બાંધે; પણ શુષ્કજ્ઞાની તે પાપ જ બાંધે છે.
માટે જ્ઞાની પુરુષે ચેતાવે છે કે “જ્યાં જ્યાં જે જે છે, તહાં સમજવું તે; ત્યાં ત્યાં તે તે આચરે.” પહેલાં ત્યાગ વૈરાગ્યની જરૂર છે. જેના ચિત્તમાં એ નથી તેને જ્ઞાન થતું નથી. શુષ્કજ્ઞાન છૂટવાને કેઈ ઉપાય હશે ?
મુમુક્ષુ-જ્ઞાનીપુરુષના ગે છૂટે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org