________________
સંગ્રહ ૨
૫૫ છે; કારણ કે સાપ કરડવાથી તે એક જ વાર મરણ થાય, પણ સ્ત્રીને સંસર્ગ કરવાથી, કામવિકાર થવાથી ભભવ જન્મમરણ કરવાં પડે છે. મહાદેવજી કાળકૂટ વિષને પિતાના ગળામાં રાખીને ફરતા હતા, પણ કામવાસનાને જીતી ન શક્યા. એ કાળક્ટ વિષ કરતાં પણ અતિ દુષ્કર છે.
જે મનુષ્ય ઊંચી ભૂમિકામાં રહી નીચી પ્રવૃત્તિ કરે તેને તે કલંકરૂપ છે. ચંદ્ર સાવ સફેદ હોય છે, તેમાં ડીક કાળાશને લીધે મનુષ્ય તે તરફ આંગળી કરે છે. તેમ ઊંચી ભૂમિકામાં નીચ કામ કરે તે કલંકરૂપ છે. મુમુક્ષુને છાજે તેવું આચરણ રાખવું જોઈએ. નહીં તે પછી પુરુષને કલંક ચઢાવે. કેમકે લોકે તે મુમુક્ષુ હોય અને સારું આચરણ ન રાખતું હોય, તે કહે કે પુરુષ એને એવું જ કહેતા હશે. કૃપાળુદેવ મુમુક્ષુઓને ઠપકો આપતા કે સમાગમ કરતાં પાંચ પાંચ વર્ષ થયાં છે, છતાં હજુ કેમ કશું કરતા નથી! પુરુષને વેગ થયા પછી તો દેહને ભૂલી જ જાય. ખાવાપીવાનું કશું ગમે નહીં. દેહ મારે નથી તે દેડને ગમે તે થાય તેમાં મારું કશુંયે બગડવાનું નથી. મુમુક્ષુની ભૂમિકા ઊંચી છે, બહુ યેગ્યતા આવી જાય છે. માથું આપવાનું કહે તો માથું પણ દે. એક મેક્ષ સિવાય બીજી કઈ અભિલાષા રહે નહીં. મારે મેક્ષ માટે જ જીવવું છે, એવી જ્યારે ઈચ્છા જાગે ત્યારે મુમુક્ષતા આવી ગણાય.
મનને જેનું માહાસ્ય લાગે છે તેમાં વૃતિ જાય છે. પરમાર્થનું માહાસ્ય લાગ્યું હોય તે ત્યાં વૃત્તિ જાય અને ત્યારે જ ખરે સુખી કહેવાય. મનને એ ગમે તે એની ભાવના સહેજે થાય. પછી એને બીજું કંઈ સારું લાગે નહીં. શુદ્ધ આત્મા છે તે જ હું છું, એવું થઈ જાય.
પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડવો ન સદગુરુપાય;
દીઠા નહીં નિજ દોષ તે, તરિકે કોણ ઉપાય ?” પિતાના દેશ જેવાના છે. “પ્રભુ પ્રભુની રટના નથી લાગી, તે લગાવવી છે.
કૃપાળદેવ લખે છે કે મુમુક્ષુના અમે દાસ છીએ. નીરાંત કેળ, ભેજે ભગત જેવા પુરુષોની સેવા મળે તે સારું એમ કૃપાળુદેવ ઈચ્છતા. પ્રભુશ્રીજી કહેતા કે યોગ્યતાવાળો કેઈ જીવ જતો હોય તે તેને લાવીને પણ આપી દઈએ.
રાતદિવસ આ દેહની ફિકર કરે છે, આત્માને તે કદી સંભારતો પણ નથી. દેડભાવ છૂટે તે બધું છૂટે. દેહને લઈને બધે મેહ અને રાગદ્વેષ થાય છે.
પહેલું એક લેકસંબંધી બંધન છે. તે છૂટે ત્યાં તે બીજું સ્વજન-કુટુમ્બ-બંધન એ આવીને ઊભું રહે. એ બંધન ટળી જાય તે દેહાભિમાનરૂપ બંધન નડે; અને કદાચ એ પણ ટળી જાય તે પાછું સંકલ્પ-વિકલ્પરૂપ બંધન નડે. એ ન ટળે તે ધ્યાનમાં હોય તે પણ એને ક્યાં ક્યાંય લઈ જાય. મન જીતવું બહુ કઠણ છે. જેણે મનને જીત્યું તેણે બધું જીત્યું.
મેક્ષની ઇચ્છા જ નથી જાગી. મોઢાથી કહે તે પણ મનમાં બીજું રાખે. જ્ઞાની પુરુષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org