________________
સંગ્રહ ૨ નિરૂપણ કરી છે, તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે, જે ભક્તિને પ્રાપ્ત થવાથી સદ્ગુરુના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દષ્ટિગોચર થઈ અન્ય સ્વચ્છેદ મટે, અને સડજે આત્મબોધ થાય”—એવી ભક્તિ સત્સંગમાં હોય છે, માટે સત્સંગ કરે. આખી જિંદગી સુધી જે સત્સંગદિ સાધને કરવાં છે, તે એક સમાધિમરણ થાય તે માટે કરવાં છે. જેમ કેઈ ભણીને બાર મહિને પરીક્ષા આપે છે, તેમાં પાસ થાય તે તેનું ભણેલું સફળ છે, તેમ આખી જિંદગી સુધી સત્સંગ આદિ સાધન કરી સમાધિમરણ કરવાની જરૂર છે. અને તેને માટે જ બધાં સાધન છે. જેમ બધાં કામે છે તેમ સમાધિમરણ પણ એક જરૂરનું કામ છે. બીજા કામ તે ન કરે તો પણ ચાલે, પણ મરણ તે અવશ્ય આવવાનું છે. આપણે કઈ ગામ જવું હોય તો એકબે દિવસ રેકોઈને પણ જઈએ, પણ મરણ કંઈ રોકી શકાતું નથી. માટે સમાધિમરણની તૈયારી કરી રાખવી.
છૂટવાની જિજ્ઞાસા જાગી નથી. જ્યારે સંસાર બંધનરૂપ લાગે ત્યારે છૂટવાની ઇચ્છા જાગે. જીવ દેહરૂપી પાશથી બંધાય છે. જગતમાં જોઈએ તો મુખ્ય બે પદાર્થ છે : એક જડ અને બીજું ચેતન. જડમાંથી આત્મબુદ્ધિ છૂટીને ચેતનમાં આત્મબુદ્ધિ થાય તો જન્મમરણ ટળે. આ મનુષ્યભવ મળ્યો છે તે હારી જવા જેવો નથી; આત્માનું કલ્યાણ કરી લેવું.
આત્મા છે, તે નિત્ય છે, તે કર્મને કર્યા છે, તે કર્મને ભકતા છે, જીવન મેક્ષ છે અને મોક્ષને ઉપાય પણ છે. એટલી વાતને મોક્ષને માટે દઢ નિશ્ચય કરવાનું છે. મેક્ષસુખની કઈ જાત જ જુદી છે. મેક્ષનું સુખ નિરુપાધિક છે અને સંસારનું સુખ ઉપાધિવાળું છે. બે માર્ગ છે. જેને નિરુપાધિક સુખ જોઈતું હોય તે મોક્ષ ભણી વળે અને જેને ઔપાધિક સુખ જોઈતું હોય તે સંસાર ભણી વળે.
અભિમન્યુ જ્યારે પિતાની માતાના ગર્ભમાં હતો ત્યારે તેણે છે કેઠાને કેમ જીતવા તે શીખી લીધું. તેને જન્મ થયે પછી તે મોટો થયે ત્યારે ચક્રવૂહ યુદ્ધ જીતવા તૈયાર થયો. તે છે કેઠા તે ગર્ભમાં હતો ત્યારે જ કેમ જીતવા તે શીખેલે, એટલે જીતી ગયો. સાતમે છાણમાટીને કઠે રહી ગયેલે. પણ તે કહે કે એમાં શું જીતવું છે? એવું મનમાં ધારીને પ્રમાદમાં રહેલે, શીખેલે નહીં, તેથી હારી ગયા અને તેને મરવું પડયું. તેમ આ મનુષ્યદેહ છાણમાટીના કેઠા જેવો છે, તેને મેહ જિતા નથી. તેને જીતે તે જીતી જાય, નહીં તે હારી જાય.
૨૭ શ્રીમદ્ રા. આ. અગાસ, ભાદરવા સુદ ૧૪, ૨૦૦૭ સત્પષની આજ્ઞા એ જ ખરે માર્ગ છે. નાગને પાર્શ્વનાથ ભગવાને સ્મરણ. મંત્ર સંભળાવ્યા તેથી તે ધરણેન્દ્ર થયે, નહીં તે નાગ તે નરકે જાય. ભલે એક “મારે કાગડાનું માંસ નથી ખાવું” એટલી જ આજ્ઞા આરાધી, જેથી મરીને તે દેવ થયે, પછી શ્રેણિક રાજા થશે, અનાથીમુનિ મળ્યા ત્યારે સમકિત પામ્ય અને મહાવીર ભગવાન મળ્યા ત્યારે ક્ષાયિક સમક્તિ થયું અને તીર્થકરગેત્ર બાંધ્યું. સારા ભાવની જરૂર છે. વીસ હરામાં પહેલી જ પ્રાર્થના કરી છે કે “શુદ્ધ ભાવ મુજમાં નથી.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org