________________
સગ્રહ ૨
૪૯
છે. સમકિત સિવાયનું બધુ જ્ઞાન તે કુજ્ઞાન છે, ચારિત્ર તે કુચારિત્ર છે અને તપ તે કુતપ છે. જે કંઈ વાંચ્યું હાય તે યાદ રાખવુ. આ જીવને ઘણા વૈરાગ્યની જરૂર છે. એમ તે જ્યારે સુખી હાય ત્યારે તેા કહે કે મને ખાવું ન ગમે, પીવું ન ગમે. મધું કહે, પણ જ્યારે કસેાટીના પ્રસંગ આવે ત્યારે ખબર પડે. જે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય હૈાય તે ટકી રહે. તે જ સાચા વૈરાગ્ય છે. વૈરાગ્યની જરૂર છે. વૈરાગ્ય નથી તેથી કંઈ અસર થતી નથી. સમ્યગ્દષ્ટિ વસ્તુને યથાથ દેખે છે, તેથી તેને સહજે વૈરાગ્ય રહે છે.
૨૪ શ્રીમદ્ રા. આ. અગાસ, ભાદરવા સુદ ૯-૧૦,૨૦૦૭
પના દિવસે જીવને સારા ભાવ થાય છે તે ટકી રહે તે સારું. જ્યારે સારા ભાવ થાય ત્યારે મનમાં વિચારે કે એનાથી પણ સારા ભાવ કરવાના છે. પુરુષાર્થ કરે તેા થાય એમ છે. કંઈક સત્સંગ કરે અને પછી એકાંતમાં જઈને જે સત્સંગમાં વાંચ્યું-સાંભળ્યું હાય તેના વિચાર કરે તે આગળ ચાલે. સાંભળવાના ક્રમ તે ઘણાયે કર્યાં પણ વિચારને ક્રમ સેન્યા નથી.
મેહ બહુ તાફાની છે. તેને મંદ કરવા. કંઈક કષાયની ઉપશાંતતા કરે, મેાક્ષ સિવાય ખીજી કોઈ ઇચ્છા ન રાખે, સૌંસાર ઉપર વૈરાગ્ય આવે, તે રુચિ થાય; અને રુચિ થાય ત્યારે વીય પણ સ્ફુરે. રુચિ જાગવી અહુ કઠણુ છે. મહાપુણ્ય હોય ત્યારે જાગે છે. જેટલી રુચિ જાગે તેટલી આજ્ઞા આરાધાય. અને જેટલી આજ્ઞા આરાધાય તેટલા લાભ થાય. એને મનુષ્યભવની કિ ંમત લાગી નથી. વિચારથી લાગે. જેમ ગાય ચારો ચરીને પછી છાંયડામાં જઈ તેને ખૂબ ચાવે છે, વાગેાળે છે, તેમ સાંભળીને વિચાર કરવાની જરૂર છે.
કોઈ કીમતી ખીજ ઇલાયચી વગેરેનું વાવ્યું હોય તે બહુ લાભ થાય, તેમ સત્પુરુષનુ વચન બહુ કીમતી છે તે જો હૃદયમાં ઉતાર્યુ હાય તે ઘણેા લાભ થાય. સત્સંગમાં બહુ કમાણી થાય છે. સત્સંગમાં જે કંઈ સાંભળ્યું હાય, તેના વિચાર કરવા. વીશ દોહરા, યમનિયમ, ક્ષમાપના, આત્મસિદ્ધિ એ તે સમજાય એવી સરલ ભાષામાં છે. કંઈ ન સમજાય એવું નથી. ભક્તામર” જેવું હોય તે ન સમજાય. હાલતાં ચાલતાં ગમે ત્યારે પણ કરી શકીએ એવુ` છે. પશુ વે કાઢે તે કઈ અસર ન થાય. સારા નિમિત્તની જરૂર છે. સદ્ગુરુની આજ્ઞા આરાધવી. બળાત્તુ ધો” આજ્ઞા એ જ ધર્મ છે.
૨૫ શ્રીમદ્ રા. આ. અગાસ, ભાદરવા સુદ ૧૨,૨૦૦૭ મુમુક્ષુ—આટલું આટલું સાંભળીએ છીએ છતાં કેમ વિચાર આવતા નથી ? પા
સંસારમાં કેમ રાચે છે ?
પૂજ્યશ્રી—વિશ્વાસની ખામી છે. જો વિશ્વાસ હેાય તે કૃપાળુદેવે કહ્યું છે કે, “અ ંતરમાં સુખ છે, ખડાર શેાધવાથી મળશે નહી” (૧૦૮) તે અંતરમાં જ શેાધે, પણ વિશ્વાસ નથી. પ્રેમ આવ્યા સિવાય વિશ્વાસ આવે નહી. પ્રભુશ્રીએ આખી જિંદગી એ જ ઉપદેશ કર્યો છે કે ભક્તિ કરો, કૃપાળુદેવ ઉપર પ્રેમ લાવા. તમે શાસ્ત્રો ભણ્ણા એમ નથી કહ્યું.
७
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org