________________
સંગ્રહ ૨
૪૫
અહંકાર જાય ત્યારથી ધર્મ છે. હું સમજું છું, મારે કંઈ જાણવું રહ્યું નથી, એનું નામ સ્વછંદ છે. આપણે જ “આત્મસિદ્ધિ બેલીએ છીએ તે સમજવા માટે એલીએ છીએ એ લક્ષ રહેવું જોઈએ. જે એમ માની લે કે મને સમજાઈ ગયું છે તે અહંકાર છે. સમજાયું ક્યાં છે? જ્ઞાની પુરુષના એક એક શબ્દમાં અનંત આગમ રહ્યાં છે. સમજવું ઘણું બાકી છે. ગ્યતાની જરૂર છે. ગૌતમસ્વામીને ભગવાન મહાવીરે ત્રણ શબ્દો કહ્યા હતા– ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્ય. તે ઉપરથી ગૌતમસ્વામીએ આખી દ્વાદશાંગીની રચના કરી. બંધ દેવાવાળે પુરુષ પણ સાચું હતું અને ભૂમિકા પણ યોગ્ય હતી. યોગ્યતા લાવવા “આત્મસિદ્ધિમાં કહ્યું છેઃ
“કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ-અભિલાષ; ભવે ખેદ, પ્રાણીદયા, ત્યાં આસાર્થ-નિવાસ.” ૧૭ શ્રીમદ્ રા. આ. અગાસ, ભાદરવા સુદ ૨, ૨૦૦૭
( પર્યુષણને પાંચ દિવસ) દિવસમાં થડે પણ જ્ઞાનપ્રકાશ વધાર. જ્ઞાન આત્માનું મૂળ ધન છે. પૈસાટકા કંઈ સાથે આવવાના નથી. દિવસમાં થોડેઘણો પણ રાન-અભ્યાસ કર. સાંભળવું, વાંચવું, વિચારવું. જીવને દેહ ઉપર મેડ છે, તેથી કર્મ બંધાય છે અને તેથી પરિભ્રમણ થાય છે. અનાદિકાળથી જીવ સ્વછંદે ચાલ્યો છે.
“રેકે જીવ સ્વછંદ તે, પામે અવશ્ય મોક્ષ;
પામ્યા એમ અનંત છે, ભાખ્યું જિન નિર્દોષ.” એ સ્વછંદ જાય તે મોક્ષ થાય. એ સ્વછંદ પિતાની મેળે નહીં જાય. પ્રત્યક્ષ સદ્દગુરુને વેગ હોય તે જ જાય. પિતાની મેળે સામાયિક, પ્રતિક્રમણ વગેરે કરે, તેમાં સ્વછંદ જ પોષાય.
મુમુક્ષુ- પ્રત્યક્ષ અને પરોક્ષ કોને કહેવાય?
પૂજ્યશ્રી–જે સત્પરુષ હાજર છે તે પ્રત્યક્ષ ગ છે અને સશાસ્ત્રાદિ છે તે પક્ષ છે. જે પ્રત્યક્ષ સગુરુને વેગ હોય તો પિતાના દોષ સરુના બોધથી દેખાય, સદૂગુરુ પણ તેને કહે કે તારામાં આ દોષ છે, એટલે તે દેષ નીકળે. જે શાસ્ત્રાદિ પક્ષ યોગ છે તેમાં તે શંકા કરવી હોય તે થાય, જેમ પિતાનું માનવું હોય તેમ માને. સિદ્ધભગવાન તેને કંઈ કહેવા નથી આવતા કે તારામાં આ દોષ છે, છતાં તેઓની ભક્તિ તે કરવી અવશ્યની છે; કારણ કે તેઓની ભક્તિ કરતાં તેઓના અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર અને અનંતવીર્ય આદિ ગુણે સાંભરી આવે. તેથી આપણને તેઓના ગુણની ભાવના થાય.
પ્રત્યક્ષ યેગની જરૂર છે, એથતા લાવવાની જરૂર છે. તે યોગ્યતા સત્સંગે આવે છે. જેટલો જીવ પરવૃત્તિમાં જાય છે તેટલે જ દુઃખી થાય છે.
૧૮ શ્રીમદ્ રા. આ. અગાસ, ભાદરવા સુદ ૩, ૨૦૦૭
(પર્યુષણને છઠ્ઠો દિવસ) મુમુક્ષુ-જ્ઞાન અને ક્રિયા અને એગ કહેવાય?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org