________________
બેધામૃત ભલે લેકે કહે કે તારે છ ખંડનું રાજ્ય છે, પણ “મારું કંઈ નથી એમ વિચાર્યું.
કૃપાળુદેવે આત્મસિદ્ધિમાં કહ્યું છે કે “સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય.” જ્ઞાનીએ કંઈ પક્ષ રાખ્યું નથી. એકલા જ્ઞાનીઓને માટે જ નહીં પણ સૌ જીવોને માટે કહ્યું કે સર્વ સિદ્ધ સમાન છે, પણ જે સમજે તે થાય. સદ્દગુરુની આજ્ઞા આરાધે તો થાય.
“હું કોણ છું ? ક્યાંથી થયે? શું સ્વરૂપ છે મારું ખરું?
કેને સંબંધે વળગણ છે? રાખું કે એ પરહરું.” એટલે જ વિચાર જે વિવેકપૂર્વક, શાંતભાવે કરવામાં આવે તો બધું એમાં આવી જાય. આત્મા છે, તે નિત્ય છે, તે કર્મને કર્તા છે, ભક્તા છે, મોક્ષ છે અને મેક્ષને ઉપાય છે એટલે વિચાર દઢ કરી લેવાનું છે. જીવને પુરુષના બેધની લાકડી લાગે ત્યારે સમજાય.
૧૬ શ્રીમદ્ રા. આ. અગાસ, ભાદરવા સુદ ૧, ૨૦૦૭
(પર્યુષણને ચોથે દિવસ) શાતા-અશાતા તે બધાને આવે છે, પણ સમભાવે વેદવી જોઈએ. ગરજ જાગવી જોઈએ. ગરજ જાગે તે પુરુષાર્થ થાય. કઈ પણ પ્રકારની ઈચ્છા દુઃખનું કારણ છે.
ક્યા ઇચ્છત ખેવત સબે, હે ઈચ્છા દુઃખમૂલ;
જબ ઈચ્છાકા નાશ તબ, મિટે અનાદિ ભૂલ.” જે વખતે ઈચછા કરે તે વખતે દુઃખી જ થાય છે. ઈચ્છા એક મોક્ષની રાખવી. મેક્ષની ઈચ્છાવાળાને સત્સંગની જરૂર છે. સત્સંગ એ સર્વથી બળવાન સાધન છે. જે એકલો હોય તે આ જીવનું બળ ચાલતું નથી. કેઈ કહે કે હું તે ગુફામાં જઉં, ધ્યાન કરું, એવું જે કહેતે હોય તે સ્વચ્છેદ પોષાય છે. જેને કાઢવાનો છે તેને પોષે તે ક્યાંથી બહાર નીકળે? વિચારની જરૂર છે. તે વિચાર શાથી આવે, તે “આત્મસિદ્ધિ'માં કહ્યું છે –
“કષાયની ઉપશાંતતા, માત્ર એક્ષ-અભિલાષ;
- ભવે ખેદ, પ્રાણદયા, ત્યાં આત્માર્થ-નિવાસ.” એવી દશા જ્યારે આવે ત્યારે સદૂગુરુને બેધ સારે લાગે અને તે બેધથી સુવિચારણા પ્રગટે છે. આખી આત્મસિદ્ધિ લખીને કૃપાળુદેવે કહ્યું છે કે “કર વિચાર તે પામ.”
સમજણની જરૂર છે. સમજણ આવવી બહુ અઘરી છે. તેને માટે જ સત્સંગ કરવાને વારંવાર કહે છે. જે વખતે સત્સંગ ન હોય તે વખતે સત્સંગની ભાવના રાખીને સન્શાસ્ત્રનું વાચન કરવું. સમૂહમાં આ જીવનું વિશેષ બળ હોય છે. સત્સંગ સિવાય બીજું કંઈ પણ કરવા જાય તે સ્વચ્છેદ પોષાય. સત્સંગમાં આત્મા સિવાયની બીજી વાત જ ન હોય. પોતાના દેષ દેખાય અને પછી તેને કાઢવાને પુરુષાર્થ કરે, એ બધું સત્સંગમાં થાય છે. પ્રથમ પુરુષને ઉપદેશ સાંભળે, પછી મનન કરે અને પછી ભાવના કરે અને નિદિધ્યાસન કરે. સાંભળે છે તે ઘણું, પણ મનન અને નિદિધ્યાસ કરે તે કામનું છે.
જગતમાં કોઈ પણ પદાર્થની ઈચ્છા કરવા જેવી નથી. સર્વ દુઃખનું મૂળ ઇચ્છા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org