________________
સંગ્રહ ૨
વસ્તુની પ્રાપ્તિ થાય તો કોઈ વખત અનિષ્ટ મળી આવે. માટે પહેલેથી એવી ટેવ પાડી લેવી કે ગમે તે આવે, પણ બધાં કર્મ છે; મારે તે આત્મા તરફ દષ્ટિ રાખવી છે. એ તે બધું જવા આવે છે, તેમાં ઈષ્ટ–અનિષ્ટપણું કર્તવ્ય નથી.
૧૧ શ્રીમદ્ રા. આ. અગાસ, શ્રાવણ વદ ૧૧, ૨૦૦૭ વિશ દેહરા રાજ બોલવા. જે પિતાને બેલતાં ન આવડતું હોય તે બીજાની પાસે સાંભળવા. બીજાને સંભળાવવા કહેવું. જેમ આપણે ઘેર કુટુંબીઓને વ્યવહારનું કામ ભળાવીએ છીએ તેવી રીતે એ પણ એક આત્મહિતનું કામ છે. અભ્યાસની જરૂર છે. સત્સંગની જરૂર છે. જેમ જેમ સત્સંગ અને સન્શાસ્ત્રને પરિચય વધે તેમ તેમ પિતાના દોષ જોવામાં આવે. જ્યારે દેષ જોવામાં આવે ત્યારે લાગે કે મારામાં આટલા બધા દેષ ભરેલા છે ! ત્યાર પછી તે દેને કાઢવાની ભાવના જાગે. દેને કાઢવાની ભાવના એ જ ખરી મુમુક્ષતા છે.
મુમુક્ષુ–સંકલ્પ-વિકલ્પ બહુ આવે છે, એનું શું કારણ?
પૂજ્યશ્રી–જીવને જે વસ્તુનું માહાત્ય લાગ્યું હોય તેના વિચારો આવે. પૈસા કમાવાનું જે માહાસ્ય જાગ્યું તે તેના વિકલ્પ આવે. નિરંતર સ્મરણમાં ચિત્ત રાખે તે સંકલ્પ-વિકલ્પ ઓછા થાય.
સર્વ દુઃખનું મૂળ ઇચ્છા છે. જ્યારે ઇચ્છાને નાશ થાય ત્યારે અનાદિકાળની ભૂલ મટે. ભક્તિ સર્વોત્કટ સાધન છે. ઘણાં શાસ્ત્રો ભણે, સમજે અને તેમાંથી સાર કાઢે એવી જીવની શક્તિ નથી. કૃપાળુદેવે લખ્યું છેઃ
“જિન પ્રવચન દુર્ગમ્યતા, થાકે અતિ મતિમાન;
અવલંબન શ્રી સદ્ગુરુ, સુગમ અને સુખખાણ.” પિતે ભક્તિ વગેરે કરતે હોય અને સ્વચ્છંદ ન હોય તે સફળ થાય. છ પદના પત્રમાં કહ્યું છે જે સત્પરુએ સદ્ગુરુની ભક્તિ નિરૂપણ કરી છે તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે. જે વ્યક્તિને પ્રાપ્ત થવાથી સદ્ગુરુના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દષ્ટિગોચર થઈ અન્ય સ્વછંદ મટે અને સહેજે આત્મબોધ થાય.”
જેટલી પુરુષમાં લીનતા થાય તેટલે આનંદ અનુભવાય છે. આ જીવને જે વસ્તુ ગમે, તેના વિચાર કરે. ભક્તિ વગેરે ધર્મક્રિયા કરતે હોય ત્યારે કડવાશ લાગે તે ભર્યો લાગે, પણ મારે તે એ જ કરવું છે અને એનાથી જ મારું હિત થશે એમ માને તે ધીમે ધીમે અભ્યાસ પડે ત્યારે તેમાં આનંદ આવવા લાગે. પુરુષાર્થની જરૂર છે. પ્રભુશ્રીજી એક દષ્ટાંત આપતા –
એક નાને છોકરે હતું. તેની મા તેને ખાવાનું આપીને કહેવા લાગી કે તું ખાજે હું આવું છું. તે છોકરે કહ્યું, કૂતરા આવશે તે તેની માએ એક લાકડી આપી અને કહ્યું કે કૂતરા આવે ત્યારે લાકડી ઉગામજે એટલે નાસી જશે. તે ખાવા બેઠો અને તેની મા બહાર ગઈ. થોડીક વારમાં કૂતરા આવ્યા અને છોકરાની થાળીમાંથી ખાવા લાગ્યા. તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org