SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ છે. દેહને સ્વભાવ જડ છે, જાણવા–જેવાને નથી; અને આત્માને સ્વભાવ ચેતનપણું છે, એટલે જાણે પણ છે અને જુએ પણ છે. ઈન્દ્રિયેથી આત્મા ગ્રહણ થાય તેમ નથી. માટે ઈન્દ્રિરૂપી બારીએથી જોવાનું બંધ કરી ઉપયોગને અંતરમાં વાળે તે અનુભવમાં આવે તેવી વસ્તુ છે. જાણવાપણું એ ગુણ આત્માને છે, તે કઈ કાળે નાશ પામતે નથી, સદા જાણ્યા જ કરે છે, માટે નિત્ય છે. ૫ શ્રીમદ્ રા. આ. અગાસ, ચૈત્ર સુદ ૧૪, ૨૦૦૭ Vદેહ તે જ હું, દેડનાં સંબંધી તે મારા સંબંધી. દેડ રેગી થાય ત્યારે હું માંદો છું અને જે દેહની ક્રિયા થાય તે મારી જ ક્રિયા થાય છે –એને જ જ્ઞાની પુરુષોએ ખરું મિથ્યાત્વ કહ્યું છે. હવે જે સમકિત કરવું હોય તે એથી ઊલટે પાઠ ભણાય કે હું તો આત્મા છું, દેહ નહીં; દેહનાં સંબંધી તે મારાં નહીં, દેડના રેગથી મને રેગ નથી, દેહ સડે, પડે કે નાશ થાય તેથી મારે નાશ થવાને નથી. એ અભ્યાસ જ્યારે એકતાન થઈને સમયે સમયે કરે ત્યારે સમતિ થાય. પ્રબળ પુરુષાર્થ કર્યા વિના અને જગત પ્રત્યેથી પ્રેમ છોડ્યા વિના એ અભ્યાસ ટક મુશ્કેલ છે. એ જે વિવેક તે માત્ર મનુષ્ય દેહમાં જ થાય છે. બીજા કેઈદેહમાં એવી ભેદબુદ્ધિ કરવાને વિવેક આવતા નથી. માટે આ મનુષ્યદેહ છે ત્યાં સુધી એ વિવેકરૂપી ભેદજ્ઞાન કરી લેવાય તે પછી પસ્તાવું ન પડે. ૬ શ્રીમદ્ રા. આ. અગાસ, ચૈત્ર સુદ ૧૫, ૨૦૦૭ જેટલાં તૃષ્ણ અને મેહ વધારે તેટલો જીવ દુઃખી પણ વધારે. જેટલાં તૃષ્ણ અને મેહ ઓછાં તેટલે દુઃખી છે. દુર્વ માન્ હતુ મહાકુમ્ જેટલે આત્માને સુખી કર હોય તેટલે જ આત્મદષ્ટિએ દેહને દુઃખી કરવામાં આવે તે આત્મા સુખી થાય. જેટલા રાગદ્વેષ ઓછા એટલે જ ધર્મ પરિણમે છે; અને રાગદ્વેષ ઓછા કરવા એ તે પિતાથી બની શકે છે. ક્રોધ આવ્યું હોય અને નથી કર એમ જે ધારે તે કદી પણ ક્રોધ આપોઆપ થતું નથી. અને ક્રોધ ન થાય તે પિતાને સુખ અનુભવાય છે. કોઈ કરે ત્યારે પ્રથમ તે પોતાના અંતરમાં સાક્ષાત્ દુઃખ થાય અને પછી ક્રોધ દેખાય છે, તેમ જ દરેક કષાય કરતાં પહેલાં પિતાને દુઃખ થાય છે. માટે પ્રત્યક્ષ પિતાને દુઃખી કરનાર એવા જે કષાયભાવે તેને જે જીવ વિચાર કરે તે તે શત્રુઓને પછી પિતાના અંતરરૂપી ઘરમાં કેમ પ્રવેશ કરવા દે? પણ વિચાર જ આવતું નથી. વિચાર કેમ આવે? સર્વનું કારણ સત્સંગ છે. જે જીવ આત્માને અર્થે સત્સંગમાં અપ્રમાદી બની ટકી રહે તે અવશ્ય વિચાર ઉત્પન્ન થાય, અને શું કરવું તે ધ્યાનમાં આવે. ૭ શ્રીમદ્ રા. આ. અગાસ, ચૈત્ર વદ ૧, ૨૦૦૭ ભગવાન મહાવીર જ્યારે દીક્ષા ને મુનિ થયા, સર્વ આરંભ–પરિગ્રહને ત્યાગ કર્યો અને સાડાબાર વર્ષ મૌનપણે, અનિદ્રાપણે વિચર્યા, આહાર પણ બહુ જ થોડે, બે ચાર મહિનામાં એક વખત લેતા એટલે સાવ નવરા, તે શું કરતા હશે? કંઈ પણ કામ નહીં, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004636
Book TitleBodhamrut Part 1
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1977
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy