________________
૩૪
બેધામૃત છૂટા કરું ?” પછી રાજાને કહ્યું, “તમે શાસ્ત્રીને છુટા કરો.” રાજાએ કહ્યું, ‘એ તે કેમ બને ?” ત્યારે મહારાજે કહ્યું, “બને સમજી ગયા ને?” રાજાએ કહ્યું, “ખુલ્લા શબ્દોમાં કહો જેથી અમને ખબર પડે.” આચાર્ય મહારાજે કહ્યું, “ભાઈ, બંધાયેલ કેમ કરી છોડાવે? પણ છૂટો હોય તે છેડાવી શકે. તેમ જ, મેક્ષ થવા માટે જે મેક્ષ ભણું જવા મંડ્યા છે, જે સંસારના પરિગ્રહથી અને રાગદ્વેષરૂપ કષાયથી છૂટા થયા છે એવા સત્પરુષે મોક્ષે જવાના રસ્તે બતાવી શકે અને પછી જે જીવ તેના કહ્યા પ્રમાણે આજ્ઞા આરાધે તે અવશ્ય મેક્ષ થાય, પણ વાત કરવાથી થાય નહીં.”
૩ શ્રીમદ્ રા. આ. અગાસ, ચૈત્ર સુદ ૧૧, ૨૦૦૭ - વિનય એ ધર્મનું મૂળ છે. બધાને યથાયોગ્ય વિનય કર. વિનય એક વશીકરણ મંત્ર છે.
બધાનું કહેવું સાંભળવું. સાંભળ સાંભળ કરવું, બોલ બેલ નહીં કરવું. આ
જ્યારે વણિક આખા શહેરમાં ફરીને પછી ભરતજીની સન્મુખ નમસ્કાર કરી ઊભે રહ્યો ત્યારે ભરતજીએ કહ્યું કે તને તારું જીવન કેટલું પ્રિય છે! તને મરણને ભય કેટલે છે કે શેરીમાં શું થાય છે તેને ય તને ખ્યાલ ન રહ્યો; તેમ જ અનંત ભવનાં દુઃખ અને તેથી થતો અનંત ભય મારા અંતરમાં વ્યાપી રહ્યો છે, તેથી જગતમાં શું થાય છે અને શું જીત્યું છે તેને મને ખ્યાલ નથી. માત્ર મારે ઉપગ ઝષભદેવના બધમાં જ રમી રહ્યો છે.
૪ શ્રીમદ્ રા.આ. અગાસ, ચૈત્ર સુદ ૧૩, ૨૦૦૭(શ્રીમદ્
રાજચંદ્ર અર્ધ શતાબ્દી-અઠ્ઠાઈ મહેત્સવ પ્રારંભ) મુમુક્ષુ-જીવ ધ્રુવ છે કે ઉત્પન્ન થયે છે અને નાશ પામવાને છે?
પૂજ્યશ્રી–જીવનો કેઈ કાળે નાશ થતો નથી તેથી ધ્રુવ છે. જીવ એક દેહ છેડી બીજા દેહમાં જાય છે એ અપેક્ષાએ જીવ ઉત્પન્ન પણ થાય છે અને આ દેહને છોડે છે એ અપેક્ષાએ નાશ પણ પામે છે.
જીવને સ્વભાવ આનંદસ્વરૂપ છે, અનંત સુખરૂપ છે, છતાં આ બાહ્ય ઉપયોગથી તે તરફ દષ્ટિ થતી નથી. બાહ્ય રૂપ-રસ–ગંધ-સ્પર્શમાં ઉપગ પરવાઈ જવાથી તે સુખ જાણવામાં આવતું નથી. માટે બધા જગતથી ઉપયોગ ખેંચી એક પુરુષ પ્રત્યે લાવ, કારણ, સપુરુષ આત્મસ્વરૂપ છે અને પિતાનું સ્વરૂપ પણ તે જ છે. ત્યાગવૈરાગ્ય હોય તે જગતમાંથી ઉપગ સહજે આત્મા તરફ વળે છે. માટે આત્માથે ત્યાગરાગ્ય વધારવાની જરૂર છે.
આત્મા દેખાતું નથી, તેથી છે કે નથી? અને છે તે દેહ તે જ આત્મા છે કે ઈન્દ્રિય છે તે આત્મા છે કે ધાસ છે તે? સદ્દગુરુ ઉત્તર આપે છે કે આત્મા દેહથી ભિન્ન છે, પ્રત્યક્ષ જુદો છે. જેમ તરવાર અને મ્યાન એક દેખાય છે, પણ બન્ને પ્રત્યક્ષ જુદાં જુદાં છે, તેવી જ રીતે દેહ અને આત્મા પણ પ્રત્યક્ષ પિતપોતાનાં લક્ષણે ભિન્ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org