________________
બધામૃત જોઈએ. આત્મત્વ-પ્રાપ્ત પુરુષના બોધ સિવાય જીવમાં ઉપશમ આવે નહીં. યથાર્થ ઉપશમે સમજાયા વિના અને તેને આદર કર્યા વિના કેઈ જીવ યથાર્થ સુખી થયે નથી, થતું નથી અને થશે પણ નહીં. માટે ઉપશમભાવને પામેલા એવા આત્મત્વ પ્રાપ્ત પુરુષથી તે ઉપશમને જાણું, મેળવી, આદરી આ મનુષ્યભવનું સાર્થક કરી લેવું. આ મનુષ્યપણું જ તે ભાવ સાધવા માટે સાધન છે. મનુષ્ય જન્મ એ આપણુ પાસે સત્ય મૂડી છે. જ્ઞાનીએ એક આત્મભાવ જ કરવા કહ્યો છે. આત્મવિચારકર્તાવ્યરૂપ ધર્મ છે. જાણનાર તે હં, આ દેખાય તે હું નહીં, શરીર તે હું નહીં. આ બીજજ્ઞાન છે. આત્માની કાળજી રાખે તો સુખી થાય. જ્ઞાની સંસારની વાત ન કરે. આત્મા પરમાનંદરૂપ છે. સમભાવ આરાધવાયેગ્ય છે. તે મોક્ષની વાનગી છે. માટે જીવે સર્વ પ્રકારના મતમતાંતરને, કુળધર્મન, લેકસંજ્ઞારૂપ ધર્મને, એ ઘસંજ્ઞારૂપ ધર્મને ઉદાસભાવ ભજી એક આત્મવિચારકર્તવ્યરૂપ ધર્મ ભજો યોગ્ય છે” (૩૭૫). સુખ નથી ત્યાં સુખ શોધે છે તે ક્યાંથી સુખી થવાય ? વૈરાગ્યભવે સંસાર દુઃખરૂપ લાગે, બેય મળે તે મીઠો લાગે, વત્સ્વભાવને ઓળખી જેમ છે તેમ સમજે તે દુઃખનું કારણ ન રહે. માટે દુઃખ-નાશનો ઉપાય સાચી સમજણ છે. વગર કામનું અહેમમત્વ કરી દુઃખ વહોરી લે છે.
|
શ્રીમદ્ રા. આ. અગાસ, તા. ૧૩-૪-૪૮
વૃત્તિ સ્થિર થવા સ્વાધ્યાય કરે છે. શરીરપ્રકૃતિ નરમ હોય ત્યારે “પંચાસ્તિકાય” (પત્રાંક ૭૬૬)નું અધ્યયન થાય તે વૃત્તિની સ્થિરતા થઈ આનંદ આવે. વૃત્તિ બહાર જતી રહેતાં વાર લાગતી નથી અને ફરી પાછી લાવતાં બહુ અઘરું થઈ પડે છે. તેથી તેને નિરંતર ઉપયોગ રાખવે. આ જીવ પ્રમાદી થઈ ગયું છે. ઊભો હોય તે બેસી જાય ને બેઠો હોય તે સૂઈ જાય તેવે છે. માટે જાગૃતિ રાખવી. ભાવનાનું ફળ પરિણામ છે, કર્મને નાશ કરવાનું તે સાધન છે. ઉલ્લાસિત ભાવ થતાં ઘણાં કર્મોને નાશ થઈ શકે છે. પૂજ્ય પ્રભુશ્રીજી ભાવ ઉપર દષ્ટાંત આપતા હતા. “એને આ પ્રેમ ને મારે છે કેમ ?
પાંચસો શ્લોકને સ્વાધ્યાય થાય તે એક ઉપવાસ જેટલું તપ થાય છે, એટલે આત્મસિદ્ધિ ચાર વાર બોલવાથી એક ઉપવાસ જેટલું તપ થાય છે. વૈરાગ્યદશા ગુપ્ત રાખી શકાતી નથી. એક છોકરું પણ જે તેને આંગળી આપી પાછી ખેંચી લઈએ તે તે સમજી જાય છે, તે ઘરનાં માણસ કેમ ન જાણે? અવકાશે ઘરમાં પણ વાચન કરવું અને બધાને સમજણ પાડવી. પરમકૃપાળુદેવે એવું વ્રત લીધું હતું કે સંસારમાં ગમે તેવાં કલેશનાં કારણે આવી પડે તે પણ અસમાધિ થવા ન દેવી. તે વ્રત જીવનપર્યત પાવ્યું હતું. સંયમ એટલે સર્વભાવથી વિરામ પામવું તે. “સ્મરણ એટલે વિસ્મરણ ન કરવું તે.
એક એક પળ પણ જેને પગમાં લેવી હોય તેને માટે સ્મરણ છે. મંત્રને ઘણો અભ્યાસ રાખ. પરમકૃપાળુદેવના ચિત્રપટનાં દર્શન કરવાથી તેઓશ્રીના આત્મસ્વરૂપને લક્ષ થાય.
જ જુઓ પ્રભુશ્રીજીનું ઉપદેશામૃત' પૃ. ૨૦૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org