________________
જs
સંગ્રહ ૧ જે તેમ સમજાવતાં ન માને તે ભક્તિમાં જોડવું. મનમાં બોલતાં બહાર વૃત્તિ જાય તે મેટેથી બોલવું. તેમ છતાં ન માને તે તેનાથી રિસાવું. બહાર જતી વૃત્તિઓ જ્યાં જાય ત્યાં જતી જોયા કરવી તે ધીરજથી મન ઠેકાણે આવી જશે.
૩૩
સુણાવ, તા. ૧–૧–૪૮ જીવે કર્મ જે જે બાંધેલાં હોય તે ભગવ્યે જ છૂટે છે; પણ સમભાવે સમજીને ભેગવાય તે નવાં ન બંધાય. મહાપુરુષો ભાવદયાના દાતાર છે. દેહની દયાને તેમને લક્ષ ન હેય. દેડનું તે પ્રારબ્ધ પ્રમાણે થવાનું છે. જ્ઞાનીને સમાગમ થયે જીવને દેહભાવ મેળ પડે છે. જ્ઞાનીના બધથી દેહના ને આત્માના ધર્મ જીવ જુદા જુદા સમજે છે. દેહ નાશવંત છે એ જેને નિર્ણય થયે છે, તે જીવ આત્માની કાળજી રાખે છે. દેહ સાધન છે એટલે સંભાળે પણ દેહમય પોતાને માનતું નથી.
દેખતભૂલી’ થાય છે, તે ભૂલ છે. દેખનારને જોવાની ભાવના કરવી જોઈએ. જ્ઞાનીની આત્મચેષ્ટા જોવા માટે અંતરમાં ઊતરી પિતાની વૃત્તિ સ્થિર કરે તે ધીરજથી દેખાય. દેખનારને જોવા માટે કષાયની મંદતા જોઈએ. પ્રત્યેકમાં એક આત્માને જેવાને જ અભ્યાસ પાડે છે તે દેખાય એવે છે. અરીસામાં સામે જે જાય ને આવે તેનાં પ્રતિબિંબ પડે છે, તેમ આત્મામાં જેવા ને જાણવાની શક્તિ છે. તેથી તેમાં પરવસ્તુનાં પ્રતિબિંબ પડે છે, તે જોયા ને જાણ્યા કરે ત્યાં તે બંધાતું નથી. પણ પિતાને ભૂલીને જાણ્યા જેવાના વિકલપ કરે તે અજ્ઞાન છે, અને ઈષ્ટ અનિષ્ટ ભાવે કરે તેથી બંધાય છે. જ્ઞાનીઓ નથી બંધાતા, તેઓ પોતાના સ્વભાવમાં રહે છે. સુખદુઃખ એ કર્મ છે, આવે ને જાય છે, તેને જાણવારૂપે રહે તે નેવાં ન બંધાય. દેહથી આત્માને ભિન્ન વિચાર્યા કરે જોઈએ.
પુગલ-રચના કારમી જી, તિહાં જસ ચિત્ત ન લીન” (ચેથી દષ્ટિ)–અસંમેહ અનુઠાન કરનારા મહાત્માઓ સંસારથી વિરામ પામેલા હોવાથી, આકર્ષક છતાં એકાંત દુઃખદાયક એવી પુદ્ગલની રચનામાં તેમનું ચિત્ત લીન થતું નથી. પુદગલમાં આશ્ચર્ય પામવા જેવું નથી. આત્માની અનંત શક્તિમાં ચમત્કાર છે, તેને નિશ્ચય કરે તો જીવને બીજામાં મહત્તા ન લાગે.
સ્વભાવમાં રહેવું અને વિભાવથી મુકાવું.” (ઉપદેશછાયા-૫) ભૂલવણીમાં જીવ પડ્યો છે. અહંકારરહિત, સેકસંજ્ઞાહિત પ્રવૃત્તિ કરવી. સાર સમજાય તે જ્ઞાન. જ્ઞાની આત્મા છે. પિતાનું સ્વરૂપ પિતાથી સમજાય તેમ નથી. જ્ઞાનીના બેધથી વિચારે તે શુદ્ધાત્માને બંધ થાય. દેહ એક ધર્મશાળારૂપ છે. “મારું મારું' કાઢયે જ છૂટકે છે. ભૂલ જણાયે પિતે પિતાને ઠપકો આપે. માન અને પરિગ્રહ ભૂંડું કર્યું છે. દેહ મારે નહીં, એમ સત્ય લાગે તે બીજામાં મેહ ન થાય. સંસાર ન જોઈએ તે મેક્ષ છે.
૩૪.
સુણાવ, તા. ૬-૧-૪૮ ઉપશમ એ જીવને કલ્યાણનું મુખ્ય સાધન છે. પણ તે ઉપશમ આત્માર્થે થો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org