________________
સંગ્રહ ૧
ચમત્કૃતિ હોય છે કે જે જીવોએ તેમને આશ્રય સ્વીકાર્યો છે, બહુમાનપણે તે વચનનું જે નિરંતર શ્રવણ-મનન કરે છે તેમને તેવા દે ઉત્પન્ન થતા નથી.
ર૨ શ્રીમદ્ રા. આ. અગાસ, તા. ૩૦–૮–૪૫ જવલબેન–પરમકૃપાળુદેવના થઈ ગયા પછી પચાસ વર્ષે ધર્મની ઉન્નતિ કે શું કરનાર છે? અને તેમને પ્રગટમાં કેણ લાવનાર છે?
પૂજ્યશ્રી–જે પરમકૃપાળુદેવને ઈશ્વરતુલ્ય માની તેમની ભક્તિમાં જોડાયા છે. બાકીના બધા તે તેમને પ્રગટમાં લાવનાર ન કહેવાય, પણ ઢાંકનાર કહેવાય. પરમકૃપાળુદેવે જણાવ્યું છે કે અમે મહાવીર સ્વામીનું હૃદય શું હતું તે જાણીએ છીએ, તેમ કૃપાળુદેવનાં વચને ઉપરથી ગમે તે અર્થ કેરી વાત થતી હોય, પણ કૃપાળુદેવનું હૃદય શું હતું તે જે જાણે તે જ તેમને પ્રગટમાં લાવી શકે તેમ છે.
મુમુક્ષુ–પરમકૃપાળુદેવ ક્યાં હશે?
પૂજ્યશ્રી–તેવી કલ્પનાઓ તથા વાતે ઉપર લક્ષ નહીં દેતાં એમ સમજવું કે તે તે પિતાનું કામ કરી ચાલ્યા ગયા, પણ આપણે હવે આપણું કામ તેમના આશ્રયે કરી લેવાનું છે.
પરમકૃપાળુદેવના દેહોત્સર્ગ પછી મુમુક્ષુઓમાં ઘણા મતભેદ પડી ગયા એટલે પ્રભુશ્રીજીને મનમાં એમ થયું કે આવા મતભેદ અને આગ્રહમાં રહ્યા કરતાં જંગલમાં જઈદેહ પાડી દે સારે, એમ કરી જંગલમાં ચાલ્યા ગયા. પણ પાછળથી સર્વેના પુણ્યના મેગે તેઓશ્રીનું અત્રે આવવું થયું અને તેથી આ આશ્રમ આપણા જોવામાં આવે છે.
[પછી પત્રાંક ૬૮૦ તે વખતે અપ્રગટ હતા તે વાંચી સંભળાવ્યો, “જેની મેક્ષ સિવાય કોઈપણ વસ્તુની ઈચ્છા કે સ્પૃહા નહોતી.. આ હૃદય ચિતાર પ્રદર્શિત કરવાની પ્રેરણા કરે છે. ૩૪ શ્રી મહાવીર (અંગત)”]
ર૩ શ્રીમદ્ રા. આ. અગાસ, તા. ૧૬-૧૧-૫ “સ્મરણ એ અદ્ભુત વસ્તુ છે. સ્વરૂપ પ્રાપ્તિ કરાવનાર તથા સ્વરૂપમાં સ્થિરતા કરાવનાર છે. આ દિવસ તેનું ટણ કરવામાં આવતું હોય તો પણ નિત્યનિયમની માળા ગણવાની ચૂકવી નહીં. જેને અમૂલ્ય સમયની ક્ષણ પણ નકામી ન જેવા દેવી હોય તેને માટે “મરણ” એ અપૂર્વ વસ્તુ છે. કૂવામાં પડેલા ડૂબતા માણસના હાથમાં દોરડું આવે તે તે ડૂબે નહીં, તેમ “સ્મરણ એ સંસાર સમુદ્રમાંથી તારનાર વસ્તુ છે.
ર૪ શ્રીમદ્ રા. આ. અગાસ, તા. ૧૬-૮-૪૬ વિશુદ્ધભાવ એટલે ચિત્તપ્રસન્નતા અથવા મનની સ્થિરતા. કષાયની મંદતામાં ચિત્તક્ષોભ હેય નહીં, તેથી આનંદ આવે છે. આત્મા આનંદરૂપ છે. તેવા સમયમાં (ચિત્ત
૧. પરમકૃપાળુદેવનાં દીકરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org