________________
સંગ્રહ ૧
૧૯ જેમકે, ચિત્રપટ વગેરેમાં ચિત્ત રાખવું તે ઝાડના મૂળને પિષણ આપવા બરાબર છે, પછી વચનમાં ચિત્ત જાય તે છોડ મોટો થવા બરાબર છે; તેમાં વિશેષ પ્રકારે તલ્લીનતા આવતી જાય તે ફૂલ થવા બરાબર છે અને પરિણમન થઈ આત્મપ્રાપ્તિ થાય તે ફળ ખાવા બરાબર છે. પુરુષોને ઉપદેશ એક જ વાત સમજાવવા માટે જુદા જુદા પ્રકારે હોય છે. જીવને યેગ્યતા આવે તેમ તેમ તે સમજાતું જાય છે. જે જે પુરુષાથી છે અને આગળ વધવાના ક્રમમાં હોય છે તેમને દરરોજ કંઈ ને કંઈ નવું જ માલૂમ પડે છે. આત્મા બધું જાણું શકે છે, તે પિતાની વાત કેમ ન જાણે? વૃત્તિઓ જેમ જેમ શાંત થતી જાય છે, તેમ તેમ પિતાને વિશેષ પ્રકારે સમજાતું જાય છે. આત્મજ્ઞાન થતા અગાઉ જીવને ઘણી ભૂમિકાઓ પસાર કરવાની હોય છે. જેમ જેમ જીવ ઊંચી ભૂમિકાએ આવતે જાય છે, તેમ તેમ તેને આનંદ આવે છે.
“વીતરાગને કહેલે પરમ શાંતરસમય ધર્મ પૂર્ણ સત્ય છે, એ નિશ્ચય રાખવે.” (૫૫) પરમ શાંત થવું તે જ ધર્મ છે અને તેને જ નિશ્ચય દઢપણે રાખી તેવા થવાને પુરુષાર્થ કર્યા કરે. પ્રભુશ્રીજીના ઉપદેશમાં પણ એમ આવ્યું કે પિતાને શું હિતકર્તા છે અને શું નડે છે, તે પ્રથમ શેધી કાઢવું અને જીવન પર્યત પુરુષાર્થ કર્યા કરે. આ મનુષ્યભવમાં પિતાને શું કરવું છે, તેને લક્ષ કરી લેવાનું છે. પ્રભુશ્રીજી કહેતા કે “મત ચૂક ચૌહાણ!” એમ તેઓશ્રી આપણને હરઘડી જાગૃત થઈ જવા કેટલે ઉપદેશ આપતા !
ભરત ચેત! ભરત ચેત !” એમ વારંવાર કહેતા, એક માણસ ઊંઘતે હોય અને તેને જગાડ હેય તે બેત્રણ વાર બોલાવ્યું છેવટે જાગી જાય છે, તેમ પુરુષને ઉપદેશ વારંવાર જીવના સાંભળવામાં આવે તે જાગૃતિ આવતી જાય તેવું છે. માટે સત્સંગ કર્યા કરે તે જરૂર લાભ થશે.
જ્ઞાની પુરુષના માહાભ્યને જીવને જ્યાંસુધી લક્ષ ન થાય ત્યાં સુધી આત્મામાં પ્રફુલ્લિતપણું આવતું નથી–
અચિન્ય તુજ માહાભ્યને, નથી પ્રફુલ્લિત ભાવ;
અંશ ને એકે સ્નેહનો, ન મળે પરમ પ્રભાવ.” જેમ જેમ જ્ઞાની પુરુષનું જીવને ઓળખાણ થતું જાય છે તેમ તેમ આત્મા તે રૂપે થતું જાય છે. પાણીના નળની માફક, એક પાઈપને બીજી પાઈપનું જોડાણ થાય અને પાણી એક પાઈપમાંથી બીજી પાઈપમાં જવા લાગે તેમ આત્માને પ્રવાહ તે રૂપે થવા માંડે છે. ફક્ત જોડાણ થવાની જરૂર છે.
- આ જીવ બાહ્ય દષ્ટિવાળે હોય ત્યાં સુધી જે જે પદાર્થો જુએ તે તે સાચા માની લે છે, પરંતુ જે જેના દેહમાં રહ્યો છે તેને લક્ષ થતું નથી. જે દેખાય છે તે તે પુદગલ છે. તેનું આવવું અને જવું નિરંતર આ દેહમાં થાય છે, પણ આપણને ક્યાં માલુમ પડે છે? બાળપણમાં જે પરમાણુઓનું શરીર હતું તેમાંના અત્યારે કઈ પણ હાય નહીં, પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org