________________
સંગ્રહ ૧
વાતેમાં અનુદાન આપવું નહીં. તેમ કરવાથી જહું બેલવાને પ્રસંગ આવે છે. સંતેષ એ ઘણી ઉત્તમ વસ્તુ છે. સંતોષી માણસ સાચું બેલી શકે છે, તેથી માણસની મહત્તાને પાર નથી.
૧૪ શ્રીમદ્ રા. આ. અગાસ, તા. ૨૮-૯-૪૪ જ્યારે આત્મા જાગૃત થઈ જાય અને પિતાના આત્માનું જ કલ્યાણ કરવું છે એ અંતરને નિશ્ચય થઈ જાય ત્યારે બળવીર્ય સ્કુરે, કર્મનું જોર ચાલે નહીં, ત્યારે જ જ્ઞાની પુરુષોને જે કહેવું છે તે સમજાય તેમ છે. નહીં તે, આ કાને સાંભળ્યું અને બીજા કાને થઈ ચાલ્યું જાય તેથી શું લાભ? માટે રુચિ જાગૃત કરવાની પ્રથમ જરૂર છે. પછી તે તેની જ્ઞાની પુરુષ આગળ વધવા માટે જે ઉપાય બતાવે અને પ્રતીતિમાં આવે તેમ આત્મા બળવાન થઈ આગળ વધ્યે જ જાય છે. પછી પ્રમાદનું પણ કંઈ જેર ચાલતું નથી. પરમકૃપાળુદેવ સૂતા હોય ત્યારે પણ કંઈ ને કંઈ બોલતા. શરીરને તે જ્યારે ચાલે નહીં ત્યારે જ આરામ આપવો. બાકીના વખતમાં પુરુષાર્થ કર્યા કરે. ઊંઘ ન આવતી હોય ત્યારે પરાણે લાવવાની કેશિશ નહીં કરતાં સવળી સમજણ કરી લેવી કે સારું થયું, ઊંઘ નથી આવતી તે પુરુષાર્થ કરાય છે. તેમ લક્ષ રાખે. દેહ હોય તેની આખરની પળ પણ ઉપયોગમાં લેવી હોય તે પણ લઈ શકાય છે. સારું શરીર હોય ત્યારે સ્મરણને અભ્યાસ એટલે બંધ કરી દે કે મરણપ્રસંગે આવીને કામ કરે. બેટાં કર્મોનું ફળ આવીને ઊભું રહે છે, તે આ તે સત્ય વસ્તુ છે તે કેમ નહીં હાજર થાય? આ જીવ એટલે મેહાધીન છે કે વખતની કિંમત જરા પણ નથી. જે વિચાર કરે તે એક પળ અમૂલ્ય રત્નચિંતામણિ કરતાં વિશેષ મૂલ્યવાન છે.
Vશરીરપ્રકૃતિ નરમ રહેતી હોય ત્યારે તેમાં એકાકાર વૃત્તિ થવા દેવી નહીં. તાવ આવ્યું હોય ત્યારે આપણે તે એ વિચાર રાખ કે દેહ ગરમ થયે છે, તે તાવ ગયે ઠડે થઈ જશે. ફક્ત જેનાર તરીકે રહેવું જેથી સમતા રહે. મરણ આવે તે પણ આત્મા કયાં મરે છે ? તે તે ત્રણે કાળ નિત્ય છે. “મારું” માન્યું કે દુઃખ આવ્યું જ સમજવું. માટે મારાપણું કાઢી નાખવું. જે થાય છે તે દેહને થાય છે તેમ જોયા કરવું. જેમ કપડું જૂનું થયે બદલી નાખીએ છીએ તેમ મરણ થયે એક દેહ છોડી દેતાં બીજે દેહ મળે છે; કંઈ આત્મા મરતે નથી. રેગ આવ્યે દવા વગેરે કરવી પડે તે કરવી, પણ લક્ષ ચૂકવે નહીં. જે થાય તે ઠીક થાય છે, સારા માટે થાય છે, એવી સવળી સમજણ કરતાં શીખવું, જેથી દુ:ખભાલમ પડશે નહીં. નેમિનાથ ભગવાન પાસે જઈ ગજસુકુમારે કહ્યું કે મને મેક્ષ આ ભવે મળે તેવું બતાવે ત્યારે ભગવાને જણાવ્યું કે સ્મશાનમાં જઈ કાઉસગ્ગ કરે. તે પ્રમાણે તેમણે કર્યું, તેથી ગજસુકુમારના સસરાને ક્રોધ થવાથી તેણે ચીકણી માટી લઈ માથા ઉપર જ્યારી કરી ધગધગતા અંગારા ભર્યા. ત્યારે તેમણે ક્રોધ જરા પણ કર્યો નહીં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org