________________
૩૪૮
બાધામૃત
૩૯ શ્રીમદ્ રા. આ. અગાસ, શ્રાવણ વદ ૧૨, ૨૦૦૯ કંઈ કરવું. દિવસ એમનો એમ જવા ન દે. જ્ઞાનધ્યાનમાં જેટલું બને તેટલું પ્રવર્તવું. વખત મળે ત્યારે કંઈક પુરુષાર્થ કરે. સમરણમાં રહેવું. મરણ એ જ આખર વખતે કામનું છે. સ્મરણ કરતાં દેહ છૂટે એ જ સમાધિમરણનું કારણ છે. પિતાને મરણમાં રાખવા વૈરાગ્યમાં ચિત્ત રાખવું. મહેમાનની પેઠે રહેવું. કૃપાળુદેવની શ્રદ્ધા દઢ કરી લેવી.
ભેદજ્ઞાનના અભ્યાસથી સમ્યગ્દર્શન થાય છે. દેહ ને આત્મા એ બને જુદા છે. લક્ષણોથી ભેદ પડે છે. ભેદજ્ઞાન કરવા પાછળ પડે તે થાય. જ્ઞાની પાસે સાંભળ્યું કે બને ભિન્ન છે તે શ્રદ્ધાથી પણ ભિન્ન માની અભ્યાસ કરે. એટલે પિતાને પુરુષાર્થ હોય, જેટલું વીર્ય હોય તે બધું ભેદજ્ઞાનના અભ્યાસમાં વાપરવાનું છે.
૪૦ શ્રીમદ્ રા. આ. અગાસ, શ્રાવણ વદ ૧૩, ૨૦૦૯ પૂજ્યશ્રી–૦૦૦ભાઈ માંદા છે. તું એમને ત્યાં જાય છે? મુમુક્ષુ યુવક–ના જી.
પૂજ્યશ્રી–ત્યાં જજે. સેવા કરવી એ મુમુક્ષુને ધર્મ છે. ભગવાને પરસ્પર સેવા કરવાનું મુનિઓને પણ કહ્યું છે. એકલું ભણવામાં જ રહે, તેને પછી વ્યવહારની કંઈ ખબર ન રહે. ભણું ભણીને વેદીયા ઢેર જેવા થઈ ન જવું. પરમાર્થને પ્રેરે એવો વ્યવહાર કરવા લાગ્ય છે. તે ભાઈ પાસે જઈએ અને કંઈ કામ હોય તે પૂછવું. શરીર દબાવવું હોય તો દબાવી આપવું.
૪૧ શ્રીમદ્ રા. આ. અગાસ, શ્રાવણ વદ ૦)), ૨૦૦૯ આપણી પાસે પૈસા વગેરે હોય તે ખવાઈ જાય તે ચિંતા થાય, પણ કલાના કલાક જતા રહે એની ફિકર નથી. જ્ઞાનીને મનુષ્યભવની કિંમત લાગે છે. મનુષ્યભવ ક્ષણે ક્ષણે જાય છે. એમાં કંઈક કરવા જેવું છે. જીવને ભાવના પણ સારી કરતાં આવડતી નથી. સંસારની વસ્તુઓની ભાવના કરે છે. મને કેવળજ્ઞાન થાય એવી ભાવના ક્યાંથી થાય? નાશવંત વસ્તુઓની ભાવના કરી મનુષ્યભવ ખેઈ બેસે છે. સાંજ પડે વિચાર કરે કે શું કરવા મનુષ્યભવમાં આવ્યો છું? અને શામાં દહાડે ગાળે? એટલે જે બરાબર વિચાર કરે તે ખરું પ્રતિકમણ થાય.
૪૨ શ્રીમદ્ રા. આ. અગાસ, ભાદરવા સુદ ૪, ૨૦૦૯ આત્માને જેથી હિત થાય, કલ્યાણ થાય તે કરવાનું છે. કળિકાળમાં જે વસ્તુ જ્ઞાનીએ નિષેધ કરી છે તે જ વધારે વપરાય છે. પૂર્વનું વિશેષ પુણ્ય હોય તે સત્સંગ થાય તેવા દેશમાં જન્મે. નહીં તે જીવને કુસંગના સંસ્કાર પડે છે. આવતી કાલે બધાને ઉપવાસ કરવાનો છે. સંવત્સરીને એક ઉપવાસ તો કરે જ. પહેલે દિવસે એકાસણું પછી બીજે દિવસે ઉપવાસ કરે અને પછી ત્રીજે દિવસે એકાસણું કરે ત્યારે ખરે ઉપવાસ કર્યો કહેવાય. દિગંબરોમાં એમ ઉપવાસ કરે છે. આત્મસિદ્ધિ હીરાના હાર કરતાં પણ વધારે કીમતી છે. આત્મસિદ્ધિ તે વારંવાર વાંચવી, વિચારવી, અર્થ કરવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org