________________
સંગ્રહ ૬
કેટ ૪૩ શ્રીમદ્ રા. આ. અગાસ, ભાદરવા સુદ ૫, ૦૭૯ વ્રત નિયમ ઘણું કર્યા પણ કંઈ ન થયું. સમ્યગ્દર્શન સહિત કરે તે બધું સવળું છે, નહીં તે પુણ્ય બાંધે. સમ્યક્ત્વીને તપથી નિર્જરા થાય છે અને બીજાને બંધન થાય છે. સમ્યક્ત્વ થયા પછી બધું તમાસા જેવું લાગે. આત્માનું કામ કરવાનું છે.
૪૪ શ્રીમદ્ રા. આ. અગાસ, ભાદરવા સુદ ૯, ૨૦૦૯ દરેકને સમકિત કરવું હોય તો મિથ્યાત્વ તે મૂકવું પડશે. એ મૂકવાને કંઈ રસ્તે છે?
પ્રભુશ્રીજીએ પોતાની વાત એક વખતે કરી હતી કે “કૃપાળુદેવે મને કહ્યું: મુનિ હવે તમારે શું છે? હવે તમારું શું છે? તમારે આત્મા.” તે તરત પ્રભુશ્રીજીને બેસી ગયું. ત્યાગ વૈરાગ્ય એ મુખ્ય વસ્તુ છે. એની એમને તૈયારી હતી, તેથી પકડ થઈ ગઈ. બધું છોડીને બેઠા હતા. એક પુરુષના વચનની ખામી હતી. તે આવ્યું તે ચોંટી ગયું. છીપ મોઢું ફાડીને બેડી હોય અને વરસાદ પડે તે તરત મોતી બની જાય. તેમ પ્રભુશ્રીજીને ત્યાગ-વૈરાગ્યની યેગ્યતા હતી, તે કૃપાળુદેવનું વચન માન્ય થઈ ગયું. વાત છે માન્યાની. માનવું કોના હાથમાં છે ! પિતાના હાથમાં જ છે. મનાય તો કામ થયું. આપણું ડહાપણું બધું ગાંડપણ છે.
૪૫ શ્રીમદ્ રા. આ. અગાસ, ભાદરવા સુદ ૧૧, ૨૦૦૯ પ્રશ્ન-પ્રભુશ્રીજીના બોધમાં આવે છે: “ખીચડીમાં ઘી ઢળે તે લેખામાં.” એટલે શું ? ઉત્તર—આત્મામાં ભાવ જાય એ કામને છે, એમ કહેવું છે.
૪૬ શ્રીમદ્ રા આ. અગાસ, ભાદરવા સુદ ૧૩, ૨૦૦૯ પાવાપુરી, સમેતશિખર, ચંપાપુરી બધે જઈ આવ્યા, પણ ક્યાંયે સત્સંગ ન મળે. બધી ખાવાપીવાની વાતે. બીજી વેપારાદિની પ્રવૃત્તિ થાય છે તેવી આ પણ એક ધર્મની પ્રવૃત્તિ છે. ક્યાંય શાંતિ નથી.
" મહાપુણ્યને ઉદય હોય ત્યારે પુરુષને વેગ થાય છે. હું સમક્તિ નથી પામે એમ થતું નથી. આ મનુષ્યભવ પામીને મારે સમકિત કરવું છે એમ નથી લાગતું. જીવને ધીંગધણીની ઓળખાણ નથી. ધીંગ ધણી માથે હેય તે નિર્ભય હેય.
૪૭ શ્રીમદ્ રા. આ. અગાસ, ભાદરવા સુદ ૧૪, ૨૦૦૯ કઈ વસ્તુ સમજવા માટે કહેવું તે નય છે. નય એટલે કહેવાની રીત, સામાને કહેવાને અભિપ્રાય લક્ષમાં લેવાનો છે. જેમકે આત્મા નિત્ય છે એમ કોઈ કહે અને કઈ કહે કે આત્મા અનિત્ય છે, તે તે બન્ને સત્ય છે. દ્રવ્યની અપેક્ષાએ નિત્ય છે અને પર્યાયની અપેક્ષાએ અનિત્ય છે. એમ અપેક્ષા રાખી બેલાય તે સત્ય છે. વસ્તુને સંપૂર્ણ પણે કહે તે પ્રમાણ છે અને વસ્તુને અંશે કહે તે નય છે.
૪૮ શ્રીમદ્ રા. આ. અગાસ ભાદરવા સુદ ૧૫, ૨૦૦૯ પ્રશ્ન–પ્રભુશ્રીજીના બેધમાં આવે છે કે એણે કહી તે શ્રદ્ધા કરી તે તાલી એટલે શું? ઉત્તર—કામ થઈ જાય. દેખાય તેમાં ઉપગ જાય છે. તે મટી ભગવાનની દશામાં
-
A
+
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org