________________
૩૪૭
રહેવું પડે તે પણ “મારે ભગવાનરૂપ થવું છે એ ભાવ રાખે તે થવાય. ઘણું શ્રાવાચાર પુસ્તકમાં આવે છે કે શ્રાવકનાં વ્રત પાળવાથી શ્રાવક ન કહેવાય, પણ તે સાથે જેને મુનિ થવાની ભાવના છે તે શ્રાવક છે.
સમજણની બલિહારી છે. મારું નહીં એમ થયું તે પછી દેહ પણ મારે નથી એમ થાય. કેટલું સુખ હોય છે, છતાં મહાપુરુષે બધું છેડીને મોક્ષે જાય છે!
૩૪ શ્રીમદ્ રા. આ. અગાસ, શ્રાવણ વદ ૩, ૨૦૦૯ આ બધું દેખાય છે તે હું છું એ વિકલ્પ છે. દેહાદિને હું માને તે વિકલ્પ છે. આ મારું છે એ સંકલ્પ છે. હું ને મારું જાય ત્યારે સમ્યગ્દર્શન થાય. વિકલ્પ એ ભૂલ છે. એને લીધે જ સંકલ્પ થાય છે. “અનાદિ સ્વપ્નદશાને લીધે ઉત્પન્ન થયેલે એ જીવનો અહંભાવ મમત્વભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ છ પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે.” (૪૩)
૩૫ શ્રીમદ્ રા. આ. અગાસ, શ્રાવણ વદ ૪, ૨૦૦૯ શુદ્ધતાને લક્ષ કરાવનાર નિશ્ચયનય છે. આત્મામાં તે નય જ નથી. નિશ્ચયનય પણ આત્મામાં નથી. પણ આત્મા નિશ્ચયનયથી કહેવાય છે. વ્યવહારનયને લક્ષ અશુદ્ધ આત્મા છે. નિશ્ચયનયને લક્ષ શુદ્ધ આત્મા છે. શુદ્ધ આત્મા થાય ત્યારે મેક્ષ થાય. જ્ઞાની નયમાં ઉદાસીન રહે છે. શુદ્ધભાવમાં મેક્ષ છે. નચે છે એ તે દષ્ટિએ છે. શુદ્ધનયની શુદ્ધદષ્ટિ છે. વ્યવહારનયની અશુદ્ધદષ્ટિ છે.
૩૬ શ્રીમદ્ રા. આ. અગાસ, શ્રાવણ વદ ૭, ૨૦૦૯ પ્રશ્ન—દેહને અશાંતિ હોય તે વખતે આત્માને શાંતિ હોય ? ઉત્તર–દેહને અશાંતિ હોય ત્યારે આત્માને શાંતિ હોય છે, એમ ગજસુકુમાર કહે છે. પ્રશ્ન–રાગદ્વેષના નિમિત્તે રાગદ્વેષ થાય જ?
ઉત્તર–નિમિત્ત મળતાં કર્મને ઉદય થાય, પણ ઉદય વખતે સમજણ હોય તે નવાં કર્મ ન બંધાય-રાગદ્વેષ ન થાય. રાગદ્વેષ મૂકવા માટે બધું કરવાનું છે.
૩૭ શ્રીમદ્ રા. આ. અગાસ, શ્રવણ વદ ૧૦, ૨૦૦૯ સંપૂર્ણ શુદ્ધભાવ તે ૧૩મે ગુણસ્થાનકે છે. શરૂઆત થેથી થાય. જ્યાં સુધી સંપૂર્ણ શુદ્ધતા આવી નથી ત્યાં સુધી એને શુદ્ધભાવ વખતે અબુદ્ધિપૂર્વક શ્રુત પ્રત્યે રાગભાવ છે, તેથી એને પુણ્ય બંધાય છે એ ભગવાન જ જાણે છે, એને ખબર નથી. શુભભાવ હોય ત્યાં પાપની નિર્જરા થાય છે અને જ્યાં શુદ્ધભાવ છે ત્યાં પુણ્ય પાપ બનેની નિર્જરા થાય છે. પુણ્યબંધનું કારણ શુભ રાગભાવ છે.
૩૮ શ્રીમદ્ રા. આ. અગાસ, શ્રાવણ વદ ૧૧, ૨૦૦૯ જ્ઞાને દર્શન ચરિત્ર એ ત્રણેની પૂર્ણતા થાય ત્યારે મેક્ષ થાય. સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન થયું હોય, પણ સમ્મચારિત્ર ન આવે ત્યાં સુધી મેક્ષ ન થાય. આત્મામાં સ્થિર રહેવું તે ચારિત્ર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org