________________
સંગ્રહ ૧ કરવામાં આવે તે યથાર્થ છે. પિતાની બુદ્ધિથી ગમે તેવાં વ્રત–પચ્ચખાણ કરે અથવા અસગુરુને આશ્રયે કરે છે તે સંસાર ઘટાડવાને બદલે વધારનાર થઈ પડે છે. માટે જ્ઞાનીપુરુષ ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખી પુરુષાર્થ કર્યા કરે. જ્ઞાનીપુરુષ મળ્યા પછી બીજે કંઈ શેધવાનું રહેતું નથી. ફકત તેની આજ્ઞાનું આરાધન કરવાનું હોય છે. અને જેટલું આરાધન થાય તેટલે આત્મા ઉજજવળ થઈ આગળ વધે છે, પણ બીજે અહીંતહીં શોધવા જાય તે પિતાને મળેલું પણ ગુમાવી બેસે છે. મંત્રનું મરણ ખૂબ રાખવું, બેસતાં-ઊઠતાં, ખાતાંપીતાં પણ એ જ રટણ રાખવું કે મરણ સમયે તે હાજર થઈ જાય. આટલે ભવ તે જે કૃપાળુદેવે જણાવ્યું છે તેમાં જ વૃત્તિ રહે અને તે શરણ મરણપર્યંત રહે એમ કરી દેવું, તેમાં જરા પણ ખામી આવવા દેવી નહીં.
૫. ઉ. પ્રભુશ્રીજીએ આખર વખતે વીસ દેહરા, યમનિયમ, ક્ષમાપના એ ત્રણ નિત્યનિયમ તરીકે દરરોજ ભાવપૂર્વક બોલવા જણાવ્યું છે. આટલું જે વિશ્વાસ રાખી કરવામાં આવે તે જ્ઞાન પ્રગટ થઈ જાય તેવું છે. કાંઈ શાસ્ત્ર જાણનાર પંડિતને મેક્ષ થાય અને અભણને ન થાય તેવું નથી. શ્રદ્ધાપૂર્વક આજ્ઞાનું આરાધન કરવાથી બધું થાય છે.
આજ્ઞા આરાધનયોગ્ય થવા માટે સદાચરણ સેવવાની જરૂર છે. તે ન હોય તે બધું નકામા જેવું છે. માટે પ્રથમ સાત વ્યસનના ત્યાગની જરૂર છે તથા પાંચ અભક્ષ્ય ફળ અને મધ, માખણ ત્યાગવા ગ્ય છે.
(૧) જુગાર– લેભ મહા ખરાબ છે. જે તે છૂટે તે ઘણે જ લાભ થાય એમ છે. એકદમ પૈસાદાર થઈ જવાની કામના કરી સટ્ટા, લેટરી વગેરે કરવાં નહીં. (૨–૩) માંસ-દારૂ ત્યાગવા યોગ્ય છે. (૪) ચેરી– ચેરી કરીને તુરત પૈસા આવે તે સારું લાગે છે, પણ જેનું પરિણામ ખરાબ આવે તે દુઃખદાયક છે, એમ સમજી કેઈને પૂછ્યા સિવાય શાક જેવી વસ્તુ પણ ન લેવી. લાખ રૂપિઆની કિંમતી ચીજ રસ્તામાં પડી હોય તે પણ લેવી નહીં. “એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં. જેનું પરિણામ દુઃખદાયક છે તે કામ કદી કરવું નહીં, એમ કૃપાળુદેવે કહ્યું છે. (૫) શિકાર- કેઈ પણ જીવને ઈરાદાપૂર્વક મારે નહીં. ઘણું માણસને એવી ટેવ હોય છે કે માકડ, મચ્છર, ચાંચડ વગેરેને ઈરાદાપૂર્વક મારી નાખે છે, પણ તેમ કરવું નહીં. ચૂલે સળગાવતાં પણ લાકડાં ખંખેરીને નાખવાં જેથી જીવ હોય તે મરી જાય નહીં. જૂ-લીખ મારવી નહીં. (૬) પરસ્ત્રી અને (૭) વેશ્યાગમન–આ વ્યસનેથી આ લેક અને પરલેક અને બગડે છે, માટે તેમનું સેવન કરવું નહીં. લેકેમાં પણ તે નિંઘ છે માટે તેને ત્યાગ કરે.
બ્રહ્મચર્યવ્રત લેવું તે ઘણું ઉત્તમ છે. તે લેતા અગાઉ વરસ બે વરસ અખતરો કર અને પૂર્ણ ભરેસે પડે કે હવે પાળી શકાશે તે લેવું. ત્રત લઈને ભાંગવું નહીં, તે ભાગે તે મહાદોષ લાગે. વ્રત લઈને ભાંગવામાં તે ન લીધું હોય તેના કરતાં વધુ દોષ છે. લીધા પછી સાધુના જીવન મુજબ જિંદગી સુધી વખત પસાર કર. ત્રત ભંગ ન થવા દેવું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org