________________
ઉ૩૨
બેધામૃત અહીં રહીને કષાયની ઉપશાંતતા વગેરે ગુણે પ્રગટાવવાના છે. આત્માના હિતને માટે અહીં રહ્યા છીએ એ લક્ષ રાખવે. આ તે વચ્ચે વખત મળે તેમાં બીજું વાંચવા જાણવાનું છે. એમ સંતેષ ન માનવે કે આટલું ભણી ગયા, હવે બસ. થોડું શિખાય તે કંઈ નહીં, પણ વિચાર કરતાં શીખવાનું છે. ઇન્દ્રિયોને નુકસાન ન થાય અને ઇન્દ્રિયે વધારે લુપી પણ ન થાય તેનું નામ સંયમ છે. બહુ ઉતાવળ કરવાની નથી. શક્તિ હોય તેટલું તપ વગેરે કરવાનું છે. શરીરને પણ નુકસાન ન થાય અને પ્રમાદ પણ ન થાય તેમ કરવાનું છે, નહીં તે શરીર બગડી જાય તે પછી કંઈ ન થાય. ગાંધીજી શરીરને ગધેડું કહેતા, વધારે ખાઈ જાય ત્યારે ગધેડું વધારે ખાઈ ગયું એમ કહેતા.
૮૧ શ્રીમદ્ રા. આ. અગાસ, કારતક સુદ ૨, ૨૦૧૦ જીવને બોધ કેમ પરિણામ પામતે નથી? તેનું કારણ જ્ઞાનીએ શેધી કાઢ્યું. જવે જે બધી પ્રવૃત્તિ કરે છે તે આંધળાની જેમ કરે છે. કર્મ બંધાય એવી પ્રવૃત્તિથી દૂર રહેવું. પ્રમાદરહિત થઈ સાવચેતીથી જાગૃતિથી વર્તવાનું છે. ભાવનિદ્રા એટલે અજ્ઞાન. સાપના કરતાં અજ્ઞાન વિશેષ ભયંકર છે. અનાદિકાળથી જીવને અહંભાવ મમત્વભાવ છે. બધું કરીને મિથ્યાત્વ છોડવાનું છે, પ્રતિબંધ છોડવાના છે. નથી છેડતે એ મારે જ વાંક છે, એમ વિચારવું. ધર્મને લેપ થાય છે ત્યાં આત્માને લેપ થાય છે. પિતાને વાંક જે. પિતાને વાંક જોશે તે પોતાના દે નીકળશે. જ્ઞાનીને બેધ પરિણમ ઘણે દુર્લભ છે. માથું જાય તે પણ જ્ઞાનીને બોધ ન મૂકે એવી ગ્યતા આવે ત્યારે બેધ ગ્રહણ થાય. અનાદિકાળના ભાવે છે તે એકી નાખે તે બધા ટકે. નહીં તે બોધ રહે ક્યાં? મુમુક્ષુ એટલે સંસારભાવથી જેને છૂટવું છે તે. જે કર્મ બાંધ બાંધ કરે છે, તે મુમુક્ષુ શાને ? કેદખાનામાં નાખે હેય તેવું મુમુક્ષુને સંસારમાં લાગે. જેથી વૈરાગ્ય વધે તેવું ગમે તે વાચન હોય તે કરવું. કંઈક વૈરાગ્ય હોય છતાં શિથિલતા ખસતી નથી. માર્ગ શૂરવીરને છે. અને આ કાયર થઈને બેઠે છે. મને દુઃખ છે એમ લાગ્યું નથી. શૂરવીર થયા વિના છૂટકે નથી. કંઈક બળ કરે તે આગળ વધે. પુરુષાર્થ કરશે ત્યારે પાર આવશે. વીર્ય ગોપવવાનું નથી. બળ વીર્ય ફેરવીને જેટલું બને તેટલે પુરુષાર્થ કરવાને છે.
“જે ઈ છો પરમાર્થ તો, કર સત્ય પુરુષાર્થ.” સપુરુષને વેગ થયે ભાવ આવે છે, તે ટકે તે ઝટ મિક્ષ થઈ જાય. પણ જીવ પાછો ઢીલું પડી જાય છે.
૮૨ શ્રીમદ્ રા. આ. અગાસ, કારતક સુદ ૩, ૨૦૧૦ ભક્તિમાં સ્વછંદ છે નહીં. જ્ઞાનીની આજ્ઞામાં જ એનું ચિત્ત ચુંટી જાય છે, તેથી બીજે ભટકે નહીં. ભક્તિ એ ઉત્તમ વસ્તુ છે, પણ નિષ્કામ ભક્તિ થવી જોઈએ. દેહાધ્યાસ છોડવા માટે આ ભક્તિ છે. ભગવાનમાં ચિત્તને લીન કરવું એ અહીં કહેવું છે. જ્ઞાનમાર્ગ કરતાં ભક્તિમાર્ગ સુલભ છે. જ્ઞાનમાર્ગમાં અ૫ જ્ઞાન હોય તે તે અનેક દોષને ઉત્પન્ન કરે છે. અલ્પજ્ઞાન જીવને ઉન્મત્ત કરનાર છે. અને ભક્તિમાં તે હું કંઈ જ જાણતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org