________________
૩૧૪
તે ઘણી નિર્જરા થશે. સત્સંગ હાય તા આત્મવાર્તા થાય, પણ એવે ચેાગ નથી. સત્સંગની એમને કેટલી ગરજ છે! જેમ જેમ સમજણ વિશેષ વિશેષ આવે તેમ તેમ વિનય–લઘુતા આવે છે જેમ ફળ આવવાથી ડાળી નમે છે, તેમ સમજણ આવવાથી નમ્રતા આવે છે. દાસાનુદાસ રાયચંદના પ્રણામ વાંચજો.” એમ લખે છે. (૪૫૩)
આધામૃત
૬૭
શ્રીમદ્ રા. આ. અગાસ, આસો વદ ૧, ૨૦૦૯ જીવ મિથ્યાત્વને અનુભવી રહ્યો છે, તેથી સમજાતુ નથી. જ્ઞાનીપુરુષ આત્મા જ છે, મેક્ષની મૂર્તિ જ છે. આત્માની એળખાણ થાય તે જ જ્ઞાનીનુ' ઓળખાણ થાય છે. પોતાના દોષ જોતા થાય, મતાગ્રહ ઓછા થાય, ક્રોધાદિ ખસવા માંડે ત્યારે જ્ઞાનીનું એળખાણ થયું કહેવાય. મરણુ સાંભરે તે વિકથા વગેરે ન કરે, મરણુને જીવ ભૂલી જાય છે. વિચારવાન પુરુષો તે કૈવલ્યદશા થતાં સુધી મૃત્યુને નિત્ય સમીપ જ સમજીને પ્રવર્તે છે.” (૭૦૨) જીવ પ્રમાદ કરે છે. સત્પુરુષ કૈાઈ દેષ બતાવે કે તારામાં પ્રમાદ છે, તેા ઘેર જઈને વિચારે કે મેં આજ સુધી કેટલેા પ્રમાદ કર્યાં? એ પ્રમાદ હવે કેમ જાય ? એમ બહુ વિચાર કરે. જ્ઞાનીપુરુષે એક ખીજરૂપ વચન કહ્યું હાય, તેને વિચારીને વૃક્ષની પેઠે કરવું. સત્પુરુષનું ઓળખાણ થાય, વૈરાગ્ય થાય, ત્યારે મનુષ્યપણું ઉત્તમ સમજાય; નહી તે આમતેમ વાતે કરે, ફરે, ઊધે. વૈરાગ્ય હોય તે મેં આજે આત્માનું શું હિત કર્યું ? એમ વિચાર આવે. સત્પુરુષના બાધથી વૈરાગ્ય થાય છે. ત્યાગવૈરાગ્ય જાગે તે આત્મજ્ઞાન થાય. એનું મૂળ આત્મજ્ઞાની છે. તેમનાથી આત્મજ્ઞાન થાય. સાચી ભક્તિ થાય તે જ્ઞાની વારવાર સાંભર સાંભર થાય. એ રીતે જ્ઞાનીની આજ્ઞામાં જ એકતાન થયા વિના પરમાના માર્ગની પ્રાપ્તિ બહુ જ અસુલભ છે, એકતાન થવુ પણ ખહુ જ અસુલભ છે.” (૧૪૭) આજ્ઞામાં એકતાન થવુ અહુ મુશ્કેલ છે. આજ્ઞામાં એકતાન થયા વિના આત્માની પ્રાપ્તિના માર્ગ મળવા બહુ જ મુશ્કેલ છે.
પ્રીતિ અનંતી પર થકી, જે તાડે હા તે જોડે એહ.
(દે॰ ૧)
“હે ભગવાન, હું બહું ભૂલી ગયા,” એવું એને થાય તે એમ થાય કે આજ સુધી જેટલું' મેં કર્યું' તે બધામાં ભૂલ થઈ. આત્મજ્ઞાની પુરુષની એળખાણ થાય તે એમનુ માહાત્મ્ય લાગે, અને પહેલાં જે ગુરુ માનતા હાય, દેવ માનતા હૈાય તેનું માહાત્મ્ય ઘટી જાય. કલ્યાણુ કરવા માટે સાધના કરવાનાં હતાં, અને કલ્યાણ તે થયું નથી, તે પછી શુ કામનું ? જન્મમરણુ તે છૂટાં નહી. સત્પુરુષ મળ્યા ત્યારથી એને મા મળ્યા. પછી ભૂલા ન પડે. જગતની ઇચ્છાથી જે કયુ હાય, શાસ્ત્રો ભણ્યા હૈાય તે બધું નિષ્ફળ છે. આત્માનું કલ્યાણ તેા થયુ નહીં, તે પછી શાસ્ત્ર ભણ્યા તેાય શું ? સત્પુરુષની આગળ ભૂલ કાઢવાના પ્રસંગ છે; ત્યાંય પાછી વાસનાઓને પેખે તે કત્યાં છૂટે ? મનુષ્યભવ દુલ ભ છે. તેા પછી સત્પુરુષને ચેગ તે એથી વિશેષ દુલ ભ
આત્માનું' કલ્યાણ કરવું છે, એ
ભાવ જીવને જાગવા બહુ મુશ્કેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
""
www.jainelibrary.org