________________
સંગ્રહ ૫
૩૯ તણાય તે ત્યાંથી રેકવું. મનને કંઈ કામ જોઈએ. નવરું પડે તે અનાદિની ટેવ છે તેથી કર્મ બાંધે છે. પ્રમાદ કર્મ બંધાવનાર છે. એ મેટો શત્રુ છે.
૬૩ શ્રીમદ્ રા. આ. અગાસ, આ સુદ ૧૨, ૨૦૦૯ મારે શું કર્તવ્ય છે? એ ભૂલી જવાય છે. જીવે યાત્રાઓ ઘણીવાર કરી, પણ નિષ્ફળ થઈ છે. “અનંતવાર શાસ્ત્રશ્રવણ, અનંતવાર વિદ્યાભ્યાસ, અનંતવાર જિનદીક્ષા, અનંતવાર આચાર્યપણું પ્રાપ્ત થયું છે.” એવું જ કર્યું છે, પણ “સત્ મળ્યા નથી, સત્ સુપ્યું નથી અને સત્ શ્રદ્ધહ્યું નથી.” એ કર્યું નથી. સત્ વગર જેટલું કર્યું તેટલું “સહુ સાધન બંધન થયાં.” “અને એ મળે, એ સુષ્ય અને એ શ્રદ્ધવે જ છૂટવાની વાર્તાને આત્માથી ભણકાર થશે.” (૧૯૬). એવું ન થાય ત્યાં સુધી જંપીને બેસવાનું નથી.
જાત્રા શા માટે કરવાની છે? તે વિષે કૃપાળુદેવે કહ્યું છે કે, “જાત્રાએ જવાને હેતુ એક તે એ છે કે ગ્રહવાસની ઉપાધિથી નિવૃત્તિ લેવાય; સો બસો રૂપિયા ઉપરથી મૂઈ ઓછી કરાય; પરદેશમાં દેશાટન કરતાં, કેઈ પુરુષ શોધતાં જડે તો કલ્યાણ થાય. આ કારણથી જાત્રા કરવાનું બતાવ્યું છે.” (ઉપદેશછાયા-૧૩)
આપણે હરતાં ફરતાં, કામ કરતાં, મરણ કરવું. ભણે ત્યાંસુધી બ્રહ્મચર્ય રાખવું જોઈએ. કાળ એ છે કે સત્સંગમાં ઘણું વિશ્વ આવે છે. “ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છેક” મરણ સુધી શરણ ટકાવી રાખવું મુશ્કેલ છે. પહેલાંના લોકોને કોઈ જ્ઞાનીને વેગ થતે અને જ્ઞાની કહેતા તે પકડ કરી લેતા. પછી જિંદગી સુધી છોડે નહીં. એ જ આ કાળમાં દુર્લભ છે માન ન હોત તે અહીં જ મોક્ષ હોત. માન મુકાય તે કેટલે લાભ થાય? “હું પામર શું કરી શકું? એવો નથી વિવેક.” અહંભાવ છોડી મારે જાણવું છે, શીખવું છે, એ ભાવ રાખે. અહંભાવને ભાર જેટલો છે એટલે ઉતારી નાખ્યા વિના છૂટકે નથી. જગતમાં ઝેરી વાતાવરણ છે. જ્ઞાની મળે તે જ એમાંથી બચી શકે નહીં તે ફુલાઈ જાય. મારે આત્મા કેમ જાગે એ પહેલું કરવું, પછી બીજે દષ્ટિ કરવાની છે. પિતે બળે છે અને બીજાને બાળે છે. જગતમાં શબ્દ શબ્દો થઈ ગયા છે. એને પાર નથી. સાચું શું એ સમજવું મુશ્કેલ છે. “સબ સબકી સમ્હાલે, મેં મેરી ફેડતા હૈ” પિતાનું કરશે ત્યારે કામ થશે. ભાવ ફેરવવાનું કામ કઈ કરી આપે નહીં. જાગૃત થવાની જરૂર છે. ચેતતા નર સદા સુખી.” માથે મરણ છે.
૬૪ શ્રીમદ્ રા. આ. અગાસ, આસો સુદ ૧૩, ૨૦૦૯ “સંસાર સ્પષ્ટ પ્રીતિથી કરવાની ઇચ્છા થતી હોય તે તે પુરુષે જ્ઞાનીનાં વચન સાંભળ્યાં નથી; અથવા જ્ઞાની પુરુષનાં દર્શન પણ તેણે કર્યા નથી.” (૪૫૪). બહુ વિચારવા જેવું છે. આપણા જીવના દોષે જોઈને પશ્ચાત્તાપ કરી પાછા હઠવું. જ્ઞાનીના દર્શન એટલે શ્રદ્ધા એમ અર્થ છે. હજુ એને લૌકિકભાવની શ્રદ્ધા છે. જ્ઞાની તે અલૌકિકભાવની મૂર્તિ છે. આ સંસાર અસાર લાગે એવું કંઈ ચૅટે તે જ્ઞાનીનાં દર્શન કર્યા કહેવાય. જ્ઞાનીનાં વચને સાંભળ્યાં જ્યારે કહેવાય? તે કે એને કંઈક પકડી રાખ્યાં હોય ત્યારે. જે સંસાર એને પ્રિય હોય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org