________________
فهد
સંગ્રહ ૫ સાચું જાણ્યું હોય તે હર્ષશેક એને થવા ન દે. “કેઈ પણ કારણે આ સંસારમાં કલેશિત થવાયેગ્ય નથી.” (૪૬૦) જ્ઞાનીને સંસારની કંઈ કિંમત નથી. કલ્પી કલ્પીને મારું તારું, સગાંવહાલાં ઊભાં કર્યા છે. જે વસ્તુ નથી તેને ઊભી કરે છે. સંસારમાં દુઃખ જ છે તે તે માટે શક ન કરતાં વહેલાં મેક્ષે જવાય એમ વિચારવાન કરે છે.
મુમુક્ષુ-શીલ અને બ્રહ્મચર્ય બે છે?
પૂજ્યશ્રી—એક જ છે. શીલને અર્થ સ્વભાવ પણ છે. કુંદકુંદાચાર્યે “શીલપાહુડ” લખ્યું છે, તેમાં એમ કહ્યું છે કે પાંચ ઈન્દ્રિ અને મનને રોકી આત્મામાં રહે તે શીલ છે. કર્મ ભેગવ્યા વિના છૂટકે નથી. તીર્થકર જેવાને ભેગવવાં પડે છે, તે પછી બીજાનું તે કહેવું જ શું? માટે કર્મ બંધાતી વખતે પરિણામ એવાં રાખવાં કે જેની ઈચ્છા નથી તેવાં કર્મ ન બંધાય. નિમિત્ત સારાં રાખવાં. સારાં નિમિત્તે સારા અને ખરાબ નિમિત્તે ખરાબ ભાવ થાય. માટે કૃપાળુદેવે સત્સંગની જ ભલામણ કરી છે. નિરંતર સત્સંગ કર. સત્સંગમાં ચિત્ત હોય અને વિષયકષાય ઉદય આવે તે પણ એને અસર કર્યા વગર ચાલ્યા જાય. ખરે પુરુષાર્થ સત્સંગ છે. સત્સંગ આત્માને માટે છે. સત્સંગમાં એને આત્માને જાણુંવાની તત્પરતા હોય છે. બધું કરીને આત્મામાં રહેવાનું છે. એને ભૂલ્યા તે બધું ભૂલ્ય. અનંતકાળથી જન્મમરણ કરે છે. પોતે પિતાને શત્રુ થઈને વર્તે છે. એની દયા નથી. દષ્ટિ ફેરવી નાખવાની છે. જે દેખાય છે, તે બધેથી ઉદાસીન થઈ આત્માની કાળજીવાળા થવાની જરૂર છે. બીજી વસ્તુને “મારી માને ત્યાં આગળ આત્મા વેગળો રહે છે. વૈરાગ્ય વગર કામ ન થાય. આ સારું, આ ખરાબ એમ થાય ત્યાં નવાં કર્મ બંધાય છે. બધું જવાનું છે. કશું રહેવાનું નથી. “શું કરવાથી પિતે સુખી? શું કરવાથી પિતે દુઃખી?” એને નિર્ણય નથી થયે. જીવે પોતાની ગોઠવણે કરી મૂકી છે. અનંતકાળથી ડહાપણ કરતો આવ્યો છે. તે મૂકી જ્ઞાનીની શિખામણ લક્ષમાં લે તે કર્મ ન બંધાય. પુરુષાર્થ કર્યા વિના એ થાય એવું નથી.
નથી આશા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહિ.” આજ્ઞા એટલી બધી અચળ કરી મૂકવી કે એના વિના ગમે જ નહીં. પણ જીવને એની અપૂર્વતા નથી લાગતી. અપૂર્વતા લાગે તે સમ્યગ્દર્શન થાય. રોજ ખાય છે, પીએ છે તેય જાણે કઈ દિવસ ખાધું જ નથી. એવી ય અપૂર્વતા આજ્ઞાઆરાધનમાં નથી લાગતી. જ્યાં સુધી ભાન હોય, શ્વાસોચ્છવાસ ચાલતા હોય, ત્યાંસુધી સ્મરણ ચૂકવું નહીં. એ થાય ક્યારે? અપૂર્વતા લાગે ત્યારે. અત્યારે રૂપ આદિમાં તન્મય થઈ ગયો છે. એના કારણેમાં પ્રીતિ છે. એનું ફળ દુખ આવે. સત્પષ જગતની રચના જોઈ ઉદાસીન થઈ ગયા છે. “ફરી ન જ જન્મવું, ફરી એમ ન જ કરવું, એવું દઢત્વ આત્મામાં પ્રકાશે છે.” (૧૨૮) | મુમુક્ષુ–સ્મરણ કરું છું ત્યારે બહુ મુઝવણ થાય છે કે અહીંથી જ રહું? ક્યાં જઉં ? શું કરું? એમ મુઝવણ થાય છે.
પૂજ્યશ્રી–બધાં કર્મ છે. આવી આવીને જાય છે. ગભરાવું નહીં અને સ્મરણ છોડવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org